Paytm All Time Low : 1000 રૂપિયાથી પણ નીચે પટકાયો સ્ટોક, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

Paytmના શેરની કિંમત બુધવારના ટ્રેડિંગ સેશનમાં મોટો ઘટાડો થયો અને તે રૂ.1000થી નીચે ગયો હતો.

Paytm All Time Low : 1000 રૂપિયાથી પણ નીચે પટકાયો સ્ટોક, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય
Paytm Falls at All Time Low
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 6:05 AM

Paytm All Time Low: ડિજીટલ પેમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની પેટીએમ(Paytm) ને શેરબજારમાં સતત સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ શેર એક તરફ નરમાશ સાથે બજારમાં લિસ્ટ થયો હતો અને લિસ્ટિંગ બાદથી સતત દબાણ હેઠળ દેખાય છે. કંપનીનો સ્ટોક હાલમાં તેની IPO ઇશ્યૂ કિંમત કરતાં લગભગ 54 ટકા નીચે છે.

છેલ્લા 12માંથી 11 સેશનમાં Paytmના શેરમાં ઘટાડો થયો

Paytmના શેરની કિંમત બુધવારના ટ્રેડિંગ સેશનમાં મોટો ઘટાડો થયો અને તે રૂ.1000થી નીચે ગયો હતો. કારોબાર દરમ્યાન સ્ટોક રૂ.990ની ઓલ ટાઈમ લો સપાટીએ પહોંચી ગયો. છેલ્લા 12માંથી 11 સત્રોમાં Paytmના શેર ઘટાડા સાથે બંધ થયા છે અને આ સમય દરમિયાન તેમાં 26 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.

IPO દ્વારા 2.5 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા

One 97 Communications એ Paytm ની મૂળ કંપની છે. તેણે તાજેતરમાં IPO દ્વારા 2.5 અબજ ડોલર એકત્ર કર્યા હતા પરંતુ નવેમ્બરમાં તે તેની ઇશ્યૂ કિંમત કરતા 27 ટકા નીચે લિસ્ટ થયો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

પાઇપર સેરિકાના અભય અગ્રવાલ કહે છે, “આશા છે કે, Paytm શેરો પર વધુ દબાણ રહેશે કારણ કે વિશ્વભરમાં કન્ઝ્યુમર ટેક શેરો દબાણ હેઠળ છે. આ કંપનીઓ હજુ નફાકારક નથી. તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી શકે છે.” બીજી તરફ જોકે, GCL સિક્યોરિટીઝના રવિ સિંઘલનું કહેવું છે કે રૂ.800 માં 666 ના સ્ટોપ લોસ સાથે 1300-1700ના ટાર્ગેટ માટે સ્ટોક ખરીદવો જોઈએ.

Paytm એ કેનેડામાં Consumer App બંધ કરવાનો નિર્ણય લીધો

Paytm એ કેનેડામાં તેની એપ 14 માર્ચથી બંધ (paytm canada shutting down)કરવાનો નિર્ણય લીધો છે. One97 Communications Ltd.ની માલિકીની ડિજિટલ પેમેન્ટ કંપનીએ ઉત્તર અમેરિકાના દેશમાં તેના ગ્રાહકોને આ અંગેની જાણ કરી છે. કંપનીએ શુક્રવારથી કેટલીક સેવાઓ પૂરી પાડવાનું બંધ કરી દીધું હતું.

Paytm એ તેનું કેનેડા ડિવિઝન Paytm Labs Inc 2014 માં શરૂ કર્યું હતું અને 2018 માં યુઝર્સ માટે બિલ પેમેન્ટ રીવોર્ડ પ્રોગ્રામ ઓફર કરવાનું શરૂ કર્યું હતું. ફિનટેક ફર્મે એક મીડિયાને જણાવ્યું હતું કે Paytm Labsના પ્રયાસોને ભારતમાં ઉપલબ્ધ તકો તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Cabinet Decisions: સરકારે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 3 વર્ષ માટે વધાર્યો, રિન્યુએબલ એનર્જી માટે કરી આ જાહેરાત

આ પણ વાંચો : Budget 2022: જ્વેલરી ઉદ્યોગની માંગ, સોનાથી બનેલા ઘરેણાં પર GST ઘટાડી 1.25 ટકા કરે સરકાર

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">