AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં મળશે ખુશખબર, હવે આ ત્રણ ભથ્થામાં સરકાર વધારો કરશે

સરકારે કહ્યું હતું કે DA અને DR વધારવાના નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને ફાયદો થશે. જેના કારણે કેન્દ્ર સરકારને દર વર્ષે 9544 કરોડ રૂપિયા વધારાના ખર્ચવા પડશે. સારી વાત એ છે કે DA અને DRમાં વધારો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં મળશે ખુશખબર, હવે આ ત્રણ ભથ્થામાં સરકાર વધારો કરશે
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 8:24 AM
Share

કેન્દ્ર સરકારના કર્મચારીઓ(central government employees)ના મોંઘવારી ભથ્થામાં વધારા બાદ અન્ય ભથ્થામાં વધારાની આશા વધી ગઈ છે. ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને આ અંગે સારા સમાચાર મળી શકે છે. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. તે હવે વધીને 34 ટકા થઈ ગયો છે.મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા પછી અન્ય ભથ્થામાં વધારાનો માર્ગ મોકળો થયો છે તેમાં HRA, મુસાફરી ભથ્થું (TA) અને શહેર ભથ્થા(City Allowance)નો સમાવેશ થાય છે. DA માં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એપ્રિલ મહિનાનો પગાર વધારાના DA સાથે આવશે. તેનાથી કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

HRA માં 3% વધારાની શક્યતા

નિષ્ણાતોના મતે DA માં વધારાને કારણે TA અને સિટી એલાઉન્સમાં પણ વધારો થશે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે HRAમાં 3 ટકા સુધીનો વધારો પણ શક્ય છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 27 ટકા સુધી HRA મળે છે.

HRA શહેરની શ્રેણી અનુસાર ગણવામાં આવે છે. આ માટે શહેરોને X, Y અને Z શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. X શ્રેણીના શહેરોમાં રહેતા અથવા કામ કરતા કર્મચારીઓના HRAમાં સૌથી વધુ 3 ટકાનો વધારો અપેક્ષિત છે. જ્યારે Y શ્રેણી માટે 2 ટકા અને Z શ્રેણીના શહેરોના કર્મચારીઓ માટે 1 ટકાનો વધારો થવાની ધારણા છે.

1 કરોડથી વધુ લોકોને ફાયદો અપાયો

સરકારે કહ્યું હતું કે DA અને DR વધારવાના નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને ફાયદો થશે. જેના કારણે કેન્દ્ર સરકારને દર વર્ષે 9544 કરોડ રૂપિયા વધારાના ખર્ચવા પડશે. સારી વાત એ છે કે DA અને DRમાં વધારો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે તે ઉમેરીને કર્મચારીઓને બાકીના નાણાં મળશે. 2020માં સરકારે DA-DR બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કોવિડ રોગચાળા અને તેના કારણે અર્થતંત્રને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારે વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરો માટે DA-DR બંધ કરવાની જાહેરાત કરી હતી. તેની બાકી રકમ પણ આપવામાં આવી નથી.

તાજેતરના વધારા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DA વધારીને 34 ટકા કરી દેવામાં આવ્યો છે. જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થાનો દર 17 ટકા હતો એટલે કે છેલ્લા છ મહિનામાં સૈનિકો માટેનું ભથ્થું બમણું કરવામાં આવ્યું છે. જુલાઈ પછી સરકારે DAમાં 11 ટકાના વધારાની જાહેરાત કરી હતી જે તેને 28 ટકા કરી હતી અને ત્યારબાદ 3 ટકા DAમાં વધારો કર્યો હતો.

આ પણ વાંચો : Share Market : બે દિવસમાં રોકાણકારોએ 6.47 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા,આજે કેવો રહી શકે છે કારોબાર?

આ પણ વાંચો : ભારતનો સૌથી મોટો IPO લોન્ચ થશે, LICનો IPO 4 થી 9 મે સુધી કરી શકાશે અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">