AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી સરકાર IPO દ્વારા સરકારી કંપનીનો હિસ્સો વેચશે,સરકારના નિર્ણય ઉપર કેબિનેટે મંજૂરીની મહોર લગાવી

કેબિનેટે NTPC અંગે પણ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ હવે મહારત્ન કંપની એનટીપીસીને એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રોકાણ કરવાની મંજૂરી મળી ગઈ છે.કેબિનેટે ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ એટલે કે IRDEA ના IPOને પણ મંજૂરી આપી છે.

નરેન્દ્ર મોદી સરકાર IPO દ્વારા સરકારી કંપનીનો હિસ્સો વેચશે,સરકારના નિર્ણય ઉપર કેબિનેટે મંજૂરીની મહોર લગાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 8:21 AM
Share

કેબિનેટે ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ એટલે કે IRDEA ના IPOને મંજૂરી આપી છે. સરકાર તેમાં પોતાનો હિસ્સો વેચીને ભંડોળ એકત્ર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ -CCEA એ IREDAના લિસ્ટિંગને મંજૂરી આપી દીધી છે. આ કંપની રિન્યુએબલ એનર્જી અને સંબંધિત પ્રોજેક્ટ માટે નાણાં પૂરાં પાડે છે. આ કંપની નાણાકીય વર્ષ 2023-24માં શેરબજારમાં લિસ્ટ થશે. IREDA એ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ – CPSE છે જે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય હેઠળ આવે છે.

આગામી નાણાકીય વર્ષમાં IPO આવી શકે છે

લિસ્ટિંગ પ્રક્રિયાનું કામ DIPAM દ્વારા પૂર્ણ કરવામાં આવશે. આ IPO આવતાની સાથે જ સરકારના રોકાણનું મૂલ્ય ખુલશે. દેશની સામાન્ય જનતા પણ તેમાં હિસ્સો ખરીદી શકે છે. લિસ્ટિંગ બાદ કંપનીનું ગવર્નન્સ વધુ સારું રહેશે અને વધુ પારદર્શિતા આવશે.

NTPC હવે NGELમાં મર્યાદાથી વધુ રોકાણ કરી શકે છે

કેબિનેટે NTPC અંગે પણ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ હવે મહારત્ન કંપની એનટીપીસીને એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રોકાણ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ સિવાય NTPC ગ્રીન એનર્જી લિમિટેડ એટલે કે NGEL હવે NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ એટલે કે NREL અથવા અન્ય પેટાકંપનીઓ અને સંયુક્ત સાહસોમાં પણ રોકાણ કરી શકે છે.

ગ્રીન ઈકોનોમીને લઈને ઈમેજ મજબૂત રહેશે

NREL એટલે કે NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ પાસે આવનારા સમયમાં મોટી યોજનાઓ છે. કંપની વર્ષ 2032 સુધીમાં રિન્યુએબલ એનર્જીની તેની ક્ષમતાને 60 GW સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. એનટીપીસીને એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડમાં રોકાણ કરવા માટે મુક્તિ મળવાથી ભારતની હરિયાળી અર્થવ્યવસ્થાની છબી મજબૂત થશે. રિન્યુએબલ એનર્જીના વિકાસથી કોલસા પરની નિર્ભરતા ઓછી થશે. દેશની કોલસાની આયાત ઘટશે. આ તમામ લાભો ઉપરાંત રોજગારની નવી તકો ખુલશે.

22 માર્ચે વધુ એક  કંપનીનો IPO આવશે

આવતા અઠવાડિયે રોકાણ માટે IPO ખુલવા જઈ રહ્યો છે. આ IPO મેઇડન ફોર્જિંગનો છે. કંપનીનો IPO આવતા અઠવાડિયે 22 માર્ચે ખુલશે. રોકાણકારો 24 માર્ચ સુધી તેમાં રોકાણ કરી શકશે. સ્ટીલ રોડ્સ અને વાયર ઉત્પાદક મેઇડન ફોર્જિંગ્સે શુક્રવારે જણાવ્યું હતું કે તે પ્રારંભિક જાહેર ભરણું -IPO દ્વારા રૂ. 24 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે IPO 22 થી 24 માર્ચ સુધી ખુલશે.

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
g clip-path="url(#clip0_868_265)">