AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock : વિપ્રોએ 10 હજારનું રોકાણ કરનારને બનાવ્યા 900 કરોડના માલિક, જાણો કઈ રીતે?

1980 માં વિપ્રોના શેરમાં 10,000 રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકારને વિપ્રો કંપનીના 100 શેર મળ્યા. બોનસ શેર અને સ્પ્લિટ પછી 100 શેર વધીને 25536000 શેર થયા. હવે વિપ્રોના શેરની કિંમત 468 રૂપિયા છે.

Multibagger Stock :  વિપ્રોએ 10 હજારનું રોકાણ કરનારને બનાવ્યા 900 કરોડના માલિક, જાણો કઈ રીતે?
Wipro
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 8:39 AM
Share

કહેવાય છે કે શેરબજાર(Share Market)માં રોકાણ બાદ ધીરજના ફળ મીઠાં હોય છે. રોકાણ કરી ગણતરીના સમયમાં સારા રિટર્નના ગણિત ઘણા કિસ્સાઓમાં ખોટા પડે છે. કહેવાય છે કે  જો તમે 10 વર્ષ રાહ ન જોઈ શકો તો શેરબજારમાં 10 મિનિટ પણ ટકી શકશો નહીં. આ વાત દરેક રોકાણકારને લાગુ પડે છે જે શેરબજારમાં નાણાંનું રોકાણ કરે છે. જો તમારા પૈસા સારા શેરોમાં રોકાણ કરવામાં આવે છે તો રાહ ઘણા કિસ્સામાં એટલી લાભદાયક નીવડે છે કે તમે તેની કલ્પના પણ કરી શકતા નથી. આ રોકાણ  હજારપતિમાંથી કરોડપતિ કે અબજોપતિ પણ બનાવી શકે છે. જોકે કોઈપણ રોકાણ પહેલ એટલું ચોક્કસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ રોકાણ શેરબજારના જોખમોને આધીન છે માટે રોકાણ પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ નહીંતર નફાના ગણિત ખોટમાં પણ પરિણામી શકે છે.

રોકાણ કરી ધીરજ રાખવાના લાભનું નું શ્રેષ્ઠ ઉદાહરણ વિપ્રોના શેર છે. જેણે પણ વર્ષ 1980માં વિપ્રો(Wipro)ના સ્ટોકમાં માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું તે કંપની અને સ્પ્લિટ દ્વારા આપવામાં આવેલા તમામ બોનસ શેર અનુસાર આજે આ 10 હજાર લગભગ 900 કરોડ થઈ ગયા હશે. તે પણ જો તેમાં કંપની દ્વારા સમયાંતરે ચૂકવવામાં આવતા ડિવિડન્ડનો સમાવેશ થતો નથી.

વર્ષ 1980 માં શેરની કિંમત 100 રૂપિયા હતી

જો કોઈ રોકાણકારે 42 વર્ષ પહેલા એટલે કે 1980માં વિપ્રોના શેરમાં માત્ર રૂ. 10000નું રોકાણ કર્યું હોય અને આજ સુધી તે આ શેરમાં રહે તો તે આજની તારીખમાં અબજોપતિ બની ગયો હશો. વિપ્રોના શેરની કિંમત 1980માં 100 રૂપિયાની આસપાસ હતી પરંતુ હવે તે 468 રૂપિયા છે. કંપનીએ શેર સ્પ્લિટ કરવાનું ચાલુ રાખ્યું અને સાથે સાથે બોનસ પણ આપ્યું છે. આની અસર એ થઈ કે જેણે 1980માં 100 શેર લીધા હતા તેની પાસે એક પણ પૈસાનું રોકાણ કર્યા વિના 25536000 શેર થઈ જશે. જો કે, ભાગ્યે જ કોઈ રોકાણકાર હશે જે આટલા વર્ષો સુધી એક જ શેરમાં રહ્યો હોય.

નાણાકીય સલાહકાર શૈલેષ મણિ ત્રિપાઠીનું કહેવું છે કે શેરબજારમાં રોકાણ કરનારા મોટાભાગના રોકાણકારોમાં ધીરજનો અભાવ છે. પૈસા દોઢ ગણા પણ વધી જાય તો નફો વસૂલ કરીએ છીએ અને જો ઘટે તો વેચીને સ્ટોકમાંથી નીકળી જઈએ છીએ. માત્ર વિપ્રો જ નહીં જો તમે આયશર, સિમ્ફની, નેટકો ફાર્મા કે અજંતા ફાર્મા કે અન્ય કોઈ સારા સ્ટોકમાં આટલો સમય આપ્યો હોત તો તમે કરોડપતિ બની શક્યા હશો.

આ રીતે સમજો રૂપિયા 10 હજારના રોકાણના 899 કરોડ બનવાનું ગણિત

1980 માં વિપ્રોના શેરમાં 10,000 રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકારને વિપ્રો કંપનીના 100 શેર મળ્યા. બોનસ શેર અને સ્પ્લિટ પછી 100 શેર વધીને 25536000 શેર થયા. હવે વિપ્રોના શેરની કિંમત 468 રૂપિયા છે. એટલે કે, હવે તે 10000 રૂપિયાની કિંમત 468×25536000 = 8,99,19,36,000 થઈ ગઈ છે.

          વર્ષ      ઇકવીટી         શેરની સંખ્યા 

  • 1980        –                         100
  • 1981    1:1 Bonus           200
  • 1985    1:1 Bonus          400
  • 1986    split FV Rs.10  4,000
  • 1987    1:1 Bonus         8,000
  • 1989    1:1 Bonus        16,000
  • 1992    1:1 Bonus       32,000
  • 1995    1:1 Bonus       64,000
  • 1997    2:1 Bonus       1,92,000
  • 1999     split FV Rs.2  9,60,000
  • 2004    2:1 Bonus     28,80,000
  • 2005    1:1 Bonus     57,60,000
  • 2010    2:3 Bonus     96,00,000
  • 2017    1:1 Bonus     1,92,00,000
  • 2019    1:3 Bonus     25536000

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">