AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday : આવતીકાલથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

ઉલ્લેખનીય છે કે RBI એ ઓગસ્ટ 2021 મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડી હતી. આ મહિનામાં કુલ 15 રજાઓ હતી. આમાંની સમયમાં સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેવાની છે. આ ત્રણ દિવસ દરમ્યાન જો તમે બેન્ક સંબંધિત કામ પેન્ડિંગ રાખ્યું છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

Bank Holiday : આવતીકાલથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં
Bank Holidays August 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 8:34 AM
Share

જો તમારી પાસે બેંક સંબંધિત મહત્વનું કામ છે, તો આજે જ તેના વ્યવહાર પૂર્ણ કરો કારણ કે આવતીકાલથી બેંક(Bank Holiday) સતત 3 દિવસ સુધી બંધ રહેશે. 28 થી 31 ઓગસ્ટ સુધી બેંકોમાં કામ નહીં થાય. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અનુસાર બેન્કો આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન બેંકિંગ સેવાઓ અને એટીએમ સેવાઓ કાર્યરત રહેશે.

ઉલ્લેખનીય છે કે RBI એ ઓગસ્ટ 2021 મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડી હતી. આ મહિનામાં કુલ 15 રજાઓ હતી. આમાંની સમયમાં સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેવાની છે. આ ત્રણ દિવસ દરમ્યાન જો તમે બેન્ક સંબંધિત કામ પેન્ડિંગ રાખ્યું છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

ચોથો શનિવાર અને રવિવારે બેન્ક બંધ રહે છે RBI એ સ્થાનિક તહેવારોને કારણે જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ ઝોન માટે બેંક રજાઓની યાદી બહાર પાડે છે. RBI એ આ અઠવાડિયે બેંકોમાં 4 દિવસની રજા નક્કી કરી છે. જોકે, આ રજા દરેક રાજ્યની બેંકો માટે નથી. ગુજરાતમાં ૩ દિવસ રજા રહેશે . 28 ઓગસ્ટ આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંક રજા રહેશે અને 29 ઓગસ્ટ રવિવાર છે જેના કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.

30 ઓગસ્ટે ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે જન્માષ્ટમી / કૃષ્ણ જયંતી 30 ઓગસ્ટ, 2021 ના ​​રોજ છે. આ દિવસે ઘણા શહેરોની બેન્કો બંધ રહેશે. આ દિવસે ગુજરાત સહીત ચંદીગ, ચેન્નાઈ, દેહરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગંગટોકની બેંકોમાં કોઈ કામ થઇ શકશે નહીં. બીજી તરફ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રજાઓ હૈદરાબાદમાં 31 ઓગસ્ટ 2021 ના ​​રોજ રહેશે જેના કારણે બેંકોમાં કોઈ કામ થશે નહીં.

Bank Holiday List 1.) 28 August 2021 – Fourth Saturday 2.) 29 August 2021 – Sunday 3.) 30 August 2021 – Janmashtami / Krishna Jayanti (Ahmedabad, Chandigarh, Chennai, Dehradun, Jaipur, Jammu, Kanpur, Lucknow, Patna, Raipur, Ranchi, Shillong, Shimla, Srinagar and Gangtok) 4.) 31st August 2021 – Shri Krishna Janmashtami (Hyderabad) -Not in ગુજરાત

આ પણ વાંચો :  PF ખાતા સંબંધિત અગત્યના સમાચાર , EPFO નિયમોમાં કરી રહ્યું છે જરૂરી ફેરફાર , તમે ખાતાની વિગતો અપડેટ કરી કે નહિ ?

આ પણ વાંચો : Petrol Diesel Price Today: આજે પેટ્રોલ – ડીઝલ સસ્તાં થયા કે મોંઘા ? જાણો અહેવાલમાં

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">