AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO : આ રીતે કરો PF ખાતા સાથે Aadhaar ને લિંક , 31 ઓગસ્ટની છેલ્લી તારીખ ચુકી જશો તો પડશો મુશ્કેલીમાં

UAN ને આધાર સાથે લિંક કરવાની નવી સમયમર્યાદા 1 સપ્ટેમ્બર 2021 છે. જો તમે આમ નહીં કરો તો તમારું PF એકાઉન્ટ સમસ્યાઓ ઉભી કરી શકે છે.

EPFO : આ રીતે કરો PF ખાતા સાથે Aadhaar ને લિંક  , 31 ઓગસ્ટની છેલ્લી તારીખ ચુકી જશો તો પડશો મુશ્કેલીમાં
Reduction in Aadhar Card Authentication Charges
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:26 AM
Share

જો તમે સરકારી કે ખાનગી નોકરી કરો છો અને તમારું PF કાપવામાં આવે છે તો તમારે 31 ઓગસ્ટ સુધીમાં PF ખાતાને આધાર કાર્ડ(આધાર Card) સાથે લિંક કરવું પડશે નહીંતર નુકશાનનો સામનો કરવો પડશે. EPFO ના નવા નિયમો અનુસાર દરેક ખાતાધારકે PF એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. આ નિયમ 1 સપ્ટેમ્બર 2021 થી અમલમાં આવશે.

જો તમે નોકરીયાત છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ મહિનામાં જ તેના લગભગ ૬કરોડ સબસ્ક્રાઇબર્સના ખાતામાં EPF વ્યાજ જમા કારી શકે છે. EPF નું વ્યાજ તે વ્યક્તિના ખાતામાં આવશે જેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવામાં આવશે. UAN ને આધાર સાથે લિંક કરવાની નવી સમયમર્યાદા 1 સપ્ટેમ્બર 2021 છે. જો તમે આમ નહીં કરો તો તમારું PF એકાઉન્ટ સમસ્યાઓ ઉભી કરી શકે છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એમ્પ્લોયરોને સૂચના આપી છે કે ECR (ઇલેક્ટ્રોનિક ઈન્વોઈસ કમ રિટર્ન) ફક્ત તે જ EPFO સભ્યો માટે માન્ય છે જેમનું ખાતું આધાર સાથે જોડાયેલું છે. જો કોઈના EPF ખાતામાં આધાર નંબર લિંક નથી તો એમ્પ્લોયરનું યોગદાન આવા EPF ખાતામાં જમા થશે નહીં.

AADHAAR ને UAN સાથે કેવી રીતે લિંક કરવું? આધાર નંબરને UAN સાથે લિંક કરવા માટે તમારે EPFO ​​પોર્ટલ epfindia.gov.in પર લોગ ઇન કરવાની જરૂર છે. ‘ઓનલાઇન સેવાઓ’ વિકલ્પ પર ક્લિક કરો પછી ‘E-KYC પોર્ટલ’ અને ‘UAN આધાર’ લિંક કરો. તમારો UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. પછી OTP અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. આ વિગત ભર્યા પછી, ‘સબમિટ’ બટન પર ક્લિક કરો. ‘OTP Verify’ વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારા આધારની વિગતો ચકાસવા માટે તમારા આધાર નંબર સાથે સંકળાયેલા મેઇલના તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP જનરેટ કરો. હવે તમારા ડોક્યુમેન્ટ્સ લિંક છે કે નહીં તે ખાતરી કરો

EPF સાથે ઓફલાઇન લિંક કરવાની પ્રક્રિયા આધારને EPF સાથે ઓફલાઇન પણ લિંક કરી શકાય છે. આ માટે તમારે EPFO ​​ઓફિસ જવું પડશે. EPFO ઓફિસ પર જાઓ અને ‘Aadhaar Seeding Application’ ફોર્મ ભરો. તમામ વિગતો સાથે ફોર્મમાં તમારું UAN અને આધાર દાખલ કરો. તમારા UAN, PAN અને આધારની સેલ્ફ અટેસ્ટેડ કોપી ફોર્મ સાથે જોડવી જરૂરી છે. તે EPFO ​​અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) આઉટલેટની કોઈપણ ક્ષેત્ર કચેરીમાં એક્ઝિક્યુટિવને સબમિટ કરવાનું રહેશે.

યોગ્ય ચકાસણી પછી તમારું આધાર તમારા EPF એકાઉન્ટ સાથે લિંક થઈ જશે. તમને આ માહિતી એક મેસેજ દ્વારા પ્રાપ્ત થશે જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.

આ પણ વાંચો :  Bank Holiday : આવતીકાલથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

આ પણ વાંચો : Petrol Diesel Price Today: આજે પેટ્રોલ – ડીઝલ સસ્તાં થયા કે મોંઘા ? જાણો અહેવાલમાં

Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
g clip-path="url(#clip0_868_265)">