AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Penny Stock: આ શેરે 3 મહિનામાં 1200 ટકા રિટર્ન આપ્યું, રોકાણકારોના 1 લાખ રૂપિયાને 13 લાખ બનાવ્યા

જો આપણે 3 મહિનાના રોકાણની વાત કરીએ, તો 3 મહિના પહેલા જો કોઈએ આ સ્ટોકમાં ₹1 લાખનું રોકાણ કર્યું હોય તો તે અત્યાર સુધીમાં 13 લાખ રૂપિયા થઈ ગયા હશે.

Multibagger Penny Stock: આ શેરે 3 મહિનામાં 1200 ટકા રિટર્ન આપ્યું, રોકાણકારોના 1 લાખ રૂપિયાને  13 લાખ બનાવ્યા
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 3:22 PM
Share

Multibagger Penny Stock: વર્ષ 2021 ભારતીય શેરબજાર અને રોકાણકારો માટે ઘણું સારું રહ્યું છે. આ વર્ષમાં ઘણા શેરો મલ્ટીબેગર બની ગયા છે અને તેમણે રોકાણકારોને માલામાલબનાવ્યા છે. 3i Infotech પણ આવો જ એક સ્ટોક છે. આ પેની સ્ટોકે છેલ્લા 3 મહિનામાં 1200 ટકા વળતર આપ્યું છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર જો તમે આ મલ્ટિબેગર પેની સ્ટોકની કિંમતનો ઇતિહાસ તપાસો, તો તમે જોશો કે તેણે છેલ્લા 5 દિવસમાં ટ્રેડિંગ દરમિયાન 5 અપર સર્કિટ આપી છે. છેલ્લા 5 દિવસમાં તેમાં 21.50 ટકાનો વધારો થયો છે. જો એક મહિનાની વાત કરીએ તો આ પેની સ્ટોક 35.85 રૂપિયાથી વધીને 108.50 રૂપિયા થઈ ગયો છે. તે લગભગ 200% છે.

એ જ રીતે, જો આપણે છેલ્લા 3 મહિનાની વાત કરીએ, તો આ શેર 8.48 રૂપિયા પ્રતિ શેરથી ચાલવા લાગ્યો હતો. 27 ઓગસ્ટ 2021ના રોજ, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 3i ઈન્ફોટેકની કિંમત ₹9 પણ ન હતી. 26 નવેમ્બરે જ્યારે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો, ત્યારે પણ આ શેરે તેનો ટ્રેન્ડ બદલ્યો ન હતો. આ શેર હવે ₹108.50 પર ટ્રેડ થઈ રહ્યો છે. ટકાવારીમાં ગણતરી કરીએ તો તે 1200% થાય છે.

1 લાખનું રોકાણ 13 લાખ થયું  3i ઇન્ફોટેકે તેના રોકાણકારોને અનેકગણું વળતર આપ્યું છે. જો તમે 1 અઠવાડિયા પહેલા તેમાં ₹1 લાખ રોક્યા હોય તો તે હવે ₹1.21 લાખ થઈ ગયા હશે. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિએ એક મહિના પહેલા 1 લાખ રૂપિયા રોક્યા હોય, તો તે અત્યાર સુધીમાં ₹3 લાખમાં રૂપાંતરિત થઈ ગયા હશે. અને જો આપણે 3 મહિનાના રોકાણની વાત કરીએ, તો 3 મહિના પહેલા જો કોઈએ આ સ્ટોકમાં ₹1 લાખનું રોકાણ કર્યું હોય તો તે અત્યાર સુધીમાં 13 લાખ રૂપિયા થઈ ગયા હશે.

શુક્રવારે બજારમાં કડાકો બોલ્યો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા છે. BSE સેન્સેક્સ 1687.94 પોઈન્ટ્સ અથવા 2.87% ઘટીને 57,107.15 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 509.80 પોઈન્ટ અથવા 2.91% ઘટીને 17,026.45 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.સેન્સેક્સ 540.3 પોઈન્ટના ઘટાડા સાથે 58,254.79 પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 1,801.2 પોઈન્ટ્સ સુધી ગગડ્યો હતો. બીજી તરફ નિફ્ટી 197.5 પોઈન્ટ ઘટીને 17,338.75 પર ખુલ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન તે 550.55 પોઈન્ટ સુધી પટકાયો હતો.

આ પણ વાંચો : Tega Industries IPO : ગ્રે માર્કેટમાં 50% પ્રીમિયમ રોકાણકારોને માલામાલ બનાવે તેવા સંકેત, જાણો વિગવાર

આ પણ વાંચો : New Rules From 1 December : 1 ડિસેમ્બરથી લાગુ થનાર સંભવિત ફેરફાર તમારું ખિસ્સું હળવું કરી શકે છે, જાણો સંપૂર્ણ માહિતી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">