LIC IPO પહેલા કંપનીની આ માહિતી રોકાણકારોનો ઉત્સાહ બમણો કરશે, જાણો વિગતવાર

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નાણાકીય વર્ષમાં LICનો IPO આવશે. સરકારના સંકેતો પરથી સ્પષ્ટ છે કે LICના IPOનો સમય બજેટની આસપાસ જાહેર થઈ શકે છે.

LIC IPO પહેલા કંપનીની આ માહિતી રોકાણકારોનો ઉત્સાહ બમણો કરશે, જાણો વિગતવાર
ટૂંક સમયમાં LICનો IPO લાવવા તૈયારી ચાલી રહી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 10:55 AM

રોકાણકારો વીમા કંપની LICના IPOની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, ઈશ્યુ પહેલા તે એલઆઈસીના કમાણીના ડેટાની પણ રાહ જોઈ રહ્યા હતા. તમામને જાણવું હતું કે એલઆઈસીનું પ્રદર્શન કેવું રહ્યું છે. ઈશ્યુની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી પરંતુ કમાણી અને નફાના આંકડા સામે આવ્યા છે. જો તમે પણ LIC ના IPOની રાહ જોઈ રહ્યા છો, તો આ અહેવાલમાં અમે તમને જણાવી રહયાં છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં LICએ કેવું પ્રદર્શન રહ્યું છે.

LIC ની કામગીરી વિશે મહત્વની બાબતો

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં (એપ્રિલ-સપ્ટેમ્બર) રૂ. 1,437 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 6.14 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. LICની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ટૂંક સમયમાં અપેક્ષિત છે. જાણો કેટલીક અગત્યની માહિતી

  • LICએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના નવા બિઝનેસ પ્રીમિયમમાં પ્રથમ છ મહિનામાં વૃદ્ધિ 554.1 ટકા હતી જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 394.76 ટકા હતી.
  • અડધા વર્ષ દરમિયાન કંપનીનું કુલ ચોખ્ખું પ્રીમિયમ રૂ. 1,679 કરોડ વધીને રૂ. 1.84 લાખ કરોડ થયું છે. એપ્રિલ-સપ્ટેમ્બર 2021માં તે રૂ. 1.86 લાખ કરોડ થયું હતું.
  • જાહેર ક્ષેત્રની વીમા કંપનીના કુલ પ્રીમિયમમાં રૂ. 17,404 કરોડનો વધારો થયો છે. દરમિયાન કંપનીની રોકાણ આવક રૂ. 3.35 લાખ કરોડે પહોંચી હતી.
  • પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીના રોકાણમાંથી કુલ આવક રૂ. 15,726 કરોડ વધીને રૂ. 1.49 લાખ કરોડ થઈ છે.
  • કંપનીએ જણાવ્યું હતું કે અર્ધ વર્ષ દરમિયાન વ્યાજ, ડિવિડન્ડ અને ભાડા (ગ્રોસ)માંથી તેની આવક વધીને રૂ. 10,178 કરોડ થઈ છે. રોકાણના વેચાણ / ઉપાડથી નફો વધીને રૂ. 10,965 કરોડ થયો છે.
  • આ સમયગાળા દરમિયાન, LICની શેર મૂડી વધીને રૂ. 6,325 કરોડ થઈ હતી. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન વીમા કંપનીના વ્યક્તિગત જીવન (નોન-લિંક્ડ) માટે કુલ પ્રીમિયમ રૂ. 7,262 કરોડ વૃદ્ધિથી રૂ. 1.13 લાખ કરોડ થયું હતું.

IPO ક્યાં સુધી આવી શકે?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નાણાકીય વર્ષમાં LICનો IPO આવશે. સરકારના સંકેતો પરથી સ્પષ્ટ છે કે LICના IPOનો સમય બજેટની આસપાસ જાહેર થઈ શકે છે. આ ઈશ્યુને દેશનો સૌથી મોટો ઈશ્યુ માનવામાં આવે છે અને બજાર નિષ્ણાતો એવું પણ અનુમાન કરી રહ્યા છે કે એલઆઈસી સરળતાથી ઈશ્યુ પ્રાઈસ પર માર્કેટ કેપના સંદર્ભમાં દેશની ટોચની 3 કંપનીઓમાં સામેલ થઈ જશે જ્યારે લિસ્ટિંગ પછી રોકાણકારોનો રસ વધશે. LIC એ IIL અને TCSને પાછળ રાખી શકે છે. સરકારે આ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અને તેથી જ સરકાર આ નાણાકીય વર્ષમાં એલઆઈસીને લિસ્ટ કરવા માંગે છે કારણ કે સરકાર 10 ટકા હિસ્સાના વેચાણ પર આમાંથી અંદાજની અડધાથી વધુ રકમ એકત્ર કરશે.

WhatsApp આ યુઝર્સ માટે બદલશે ડિઝાઈન
સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત

આ પણ વાંચો : EPFO : હવે PF ખાતામાંથી બીજી વખત પણ ઉપાડી શકો છો Covid Advance, જાણો કઈ રીતે

આ પણ વાંચો :  Share Market : જો તમારે માર્કેટના કડાકાના નુકસાનથી બચવું હોય તો આ પ્રકારે પોર્ટફોલિયો બનાવો, નહીં ડૂબે પરસેવાની કમાણી

Latest News Updates

કાળઝાળ ગરમી વચ્ચે બીમારીએ માથુ ઉંચક્યું
કાળઝાળ ગરમી વચ્ચે બીમારીએ માથુ ઉંચક્યું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
g clip-path="url(#clip0_868_265)">