AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO : હવે PF ખાતામાંથી બીજી વખત પણ ઉપાડી શકો છો Covid Advance, જાણો કઈ રીતે

આ જોગવાઈ હેઠળ કોઈપણ EPF સબ્સ્ક્રાઇબર ત્રણ મહિનાના બેઝિક પગાર અને DA જેટલી રકમ અથવા સભ્યના EPF ખાતામાં જમા કરાયેલ કુલ રકમના 75% કરતાં ઓછી હોય તે રકમ ઉપાડી શકે છે.EPFO

EPFO :  હવે PF ખાતામાંથી બીજી વખત પણ  ઉપાડી શકો છો Covid Advance,  જાણો કઈ રીતે
Employees Provident Fund Organisation (EPFO)Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 10:07 AM
Share

કોવિડ-19 ની ત્રીજી લહેર વચ્ચે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના સભ્યોને બીજી વખત એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતામાંથી એડવાન્સ ઉપાડવાની મંજૂરી આપી છે. કોવિડ-19 મહામારી વચ્ચે પૈસા સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને રાહત આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. EPF સબ્સ્ક્રાઇબર્સ તેમના PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે ઑનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

EPF ખાતામાંથી ઉપાડની મર્યાદા

આ જોગવાઈ હેઠળ કોઈપણ EPF સબ્સ્ક્રાઇબર ત્રણ મહિનાના બેઝિક પગાર અને DA જેટલી રકમ અથવા સભ્યના EPF ખાતામાં જમા કરાયેલ કુલ રકમના 75% કરતાં ઓછી હોય તે રકમ ઉપાડી શકે છે. આ બિન-રિફંડપાત્ર ઉપાડ હશે. એટલું જ નહીં EPF સભ્યો ઓછી રકમ માટે પણ અરજી કરી શકે છે.

Online EPF ઉપાડની પ્રક્રિયા

EPF એકાઉન્ટમાંથી ઓનલાઈન પૈસા ઉપાડવા માટે તમારી પાસે એક્ટિવ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) હોવો આવશ્યક છે. આટલું જ નહીં આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર એક્ટિવ હોવો જોઈએ. તેમજ આધાર અને PAN અને બેંક વિગતોની વેરીફાઈ કરેલી હોવી જોઈએ. આનો અર્થ એ છે કે તમારું KYC પૂર્ણ કરવું આવશ્યક છે.

કોવિડ-19 ની આર્થિક સમસ્યા હેઠળ EPF ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

  •  સૌથી પહેલા તમારા બ્રાઉઝર પર EPFO મેમ્બર પોર્ટલ (unifiedportal-mem.epfindia.gov.in) પર લોગ ઓન કરો.
  • UAN અને પાસવર્ડ દ્વારા EPFO મેમ્બર પોર્ટલ પર લોગિન કરો.
  •  હવે ‘Online services’ પર જાઓ અને ‘Claim’ વિભાગ પર જાઓ.
  •  બેંક એકાઉન્ટ વેરીફાઈ કરો.
  • ચેક અથવા પાસબુકની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
  • તમને એડવાન્સનું કારણ પૂછવામાં આવશે. અહીં કારણમાં ‘outbreak of pandemic’ પસંદ કરો.
  • હવે આધાર-આધારિત OTP જનરેટ કરો. એકવાર દાવાની પ્રક્રિયા થઈ જાય તે પછી, તે એમ્પ્લોયરને મંજૂરી માટે મોકલવામાં આવશે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ગણતંત્ર દિવસે આવ્યા રાહતના સમાચાર, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ન કરાયો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : Share Market : જો તમારે માર્કેટના કડાકાના નુકસાનથી બચવું હોય તો આ પ્રકારે પોર્ટફોલિયો બનાવો, નહીં ડૂબે પરસેવાની કમાણી

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">