આજે શેરબજારમાં Reliance સહીત આ સ્ટોક્સ ઉપર રાખજો નજર, યોગ્ય સમયે કરાયેલું રોકાણ તમને માલામાલ બનાવી શકે છે
શેરબજાર(Share Market) સોમવારે સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ પાવર, સોભા, NBCC અને ISGEC હેવી એન્જિનિયરિંગના શેર આજે મંગળવારે વેગ પકડી શકે છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioCinema અને NBC યુનિવર્સલ વચ્ચે સોદો થયો છે.
શેરબજાર(Share Market) સોમવારે સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ પાવર, સોભા, NBCC અને ISGEC હેવી એન્જિનિયરિંગના શેર આજે મંગળવારે વેગ પકડી શકે છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioCinema અને NBC યુનિવર્સલ વચ્ચે સોદો થયો છે. આ ડીલ ભારતમાં ફિલ્મો અને ટીવી સિરીઝ માટે છે. આ હેઠળ OTT પ્લેટફોર્મ કોમકાસ્ટ એનબીસીયુનિવર્સલની ઉત્પાદન સંસ્થાઓ અને બ્રાન્ડ્સનું પ્રદર્શન કરશે. આ ડીલ જિયોસિનેમાને હોલીવુડના લોકપ્રિય શોમાં પ્રવેશ આપશે.ટોરેન્ટ પાવરે માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 483.93 કરોડનો નફો નોંધાવ્યો છે, જેની સામે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 487.37 કરોડની ખોટ થઈ હતી.
દક્ષિણ ભારતની રિયલ એસ્ટેટ કંપની શોભાનો ચોખ્ખો નફો માર્ચ ક્વાર્ટરમાં 242 ટકા વધીને રૂ. 48.6 કરોડ થયો છે. માર્ચ ક્વાર્ટરમાં સરકારી માલિકીની NBCCનો નફો 206 ટકા વધીને રૂ. 108.4 કરોડ થયો છે. ISGEC હેવી એન્જિનિયરિંગનો માર્ચ ક્વાર્ટરનો નફો 129 ટકા વધીને રૂ. 86.13 કરોડ થયો છે.
કયા શેરોમાં ઉતાર – ચઢાવ રહેશે?
મોમેન્ટમ ઇન્ડિકેટર MACD અનુસાર PNB , SAIL , પાવર ફાઇનાન્સ કંપની , RBL બેન્ક અને NMDC ના શેર મંગળવારે વેગ પકડી શકે છે. બીજી તરફ લોયડ્સ સ્ટીલ, વીઆઈપી ક્લોથિંગ, અરવિંદ, રેલિગેર એન્ટરપ્રાઈઝ અને મિશ્ર ધાતુ નિગમમાં નુકસાની રહેવાની શંકા છે.
આ કંપનીઓના પરિણામો આવશે
આજે Adani Ports and Special Economic Zone, Mankind Pharma, Torrent Pharmaceuticals, Action Construction Equipment, Aegis Logistics, Apollo Hospitals Enterprise, Astrazeneca Pharma India, Bajaj Healthcare, Birla Tyres, Gujarat Mineral Development Corporation, Graphite India, Greenply Industries, Heranba Industries, Indiabulls Real Estate, Insecticides (India), KRBL, Lemon Tree Hotels, Lumax Auto Technologies, Lux Industries, Marksans Pharma, Mazagon Dock Shipbuilders, Panacea Biotec, Patanjali Foods, PC Jeweller, Peninsula Land, Prestige Estates Projects, Rashtriya Chemicals & Fertilizers, Reliance Infrastructure, Suzlon Energy, Uflex, Vakrangee, V-Guard Industries, Vivimed Labs અને Welspun Corp તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.
બજારની સ્થિતિ
યુએસ બજારોના સકારાત્મક વલણ અને વિદેશી ભંડોળના સતત પ્રવાહ વચ્ચે સ્થાનિક શેરબજારોમાં સોમવારે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં વધારો ચાલુ રહ્યો હતો. BSE સેન્સેક્સ 344.69 પોઈન્ટ વધીને 62,846.38 પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 99.30 પોઈન્ટ વધીને 18,598.65 પોઈન્ટ પર પહોંચ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, ટાટા સ્ટીલ, એચડીએફસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇટીસી, ઇન્ડસઇન્ડ બેંક, એનટીપીસી, એચડીએફસી બેંક અને બજાજ ફિનસર્વ પણ લાભાર્થીઓમાં સામેલ હતા. બીજી તરફ એચસીએલ ટેક, પાવરગ્રીડ, મારુતિ, વિપ્રો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલીવરના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.