ITC Q4 Results : સિગારેટ અને હોટેલ બિઝનેસમાં સારી વૃદ્ધિ સાથે બમ્પર નફાનો અંદાજ, કંપનીએ 1 વર્ષમાં 60% રિટર્ન આપ્યું છે

ITCનો સ્ટોક 52 સપ્તાહની ટોચે છે. સૌથી વધુ 433.45 રૂપિયા છે જ્યારે સૌથી નીચું સ્તર 253 રૂપિયા છે. છેલ્લા ત્રણ મહિનામાં આ સ્ટોક લગભગ 12 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 30 ટકા વધ્યો છે. એક વર્ષમાં 62 ટકા અને ત્રણ વર્ષમાં 160 ટકાનો ઉછાળો આવ્યો છે.

ITC Q4 Results : સિગારેટ અને હોટેલ બિઝનેસમાં સારી વૃદ્ધિ સાથે બમ્પર નફાનો અંદાજ, કંપનીએ 1 વર્ષમાં 60% રિટર્ન આપ્યું છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 6:22 AM

આજે 18 મેના રોજ ગુરુવારે FMCG જાયન્ટ ITC તેના ચોથા ક્વાર્ટરના પરિણામો(ITC Q4 Results) જાહેર કરશે. શેરબજારના નિષ્ણાંત માને છે કે Q4 માં ITC પરિણામો સારા રહેવાની અપેક્ષા છે. સિગારેટ બિઝનેસમાં વોલ્યુમ ગ્રોથ 13-14 ટકા રહેવાની ધારણા છે. આ ઉપરાંત હોટલ બિઝનેસની વૃદ્ધિ પણ તંદુરસ્ત રહેવાની અપેક્ષા છે. કૃષિ વ્યવસાયમાં થોડો ઘટાડો શક્ય છે. પરિણામ પહેલા ITCનો શેર બુધવારે 0.85 ટકાના વધારા સાથે રૂપિયા 427 પર બંધ થયો હતો.

નફામાં 19 ટકાનો ઉછાળો દેખાઈ શકે છે

Q4 માં ITCની આવક 5 ટકાના ઉછાળા સાથે રૂ. 15531 કરોડથી વધીને રૂ. 16361 કરોડ થઈ શકે છે. ઓપરેટિંગ નફો 19 ટકાના ઉછાળા સાથે રૂ. 5224 કરોડથી વધીને રૂ. 6234 કરોડ થઈ શકે છે. માર્જિનમાં 4 ટકાની બમ્પર વૃદ્ધિ જોવા મળી શકે છે. તે 34 ટકાથી વધીને 38 ટકા થઈ શકે છે.

આ પણ વાંચો : Hinduja Group: માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલુ છે હિન્દુજા ગ્રુપનું સામ્રાજ્ય, જાણો કેવી રીતે થઈ હતી ગ્રુપની શરૂઆત

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગ્રામીણ માંગના દૃષ્ટિકોણ પર નજર

Q4 પરિણામોની જાહેરાત સાથે કંપનીના ડિમર્જર સંબંધિત અપડેટ્સ પર નજર રાખવામાં આવશે. ગ્રામીણ માંગ અંગે મેનેજમેન્ટ દ્વારા શું ટિપ્પણી કરવામાં આવે છે તેના પર પણ નજર રાખવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે ITCમાં હજુ જીવન બાકી છે. વર્તમાન સ્તરથી પણ જો રોકાણ માટે ખરીદી કરવામાં આવે તો 20-25 ટકાનો ઉછાળો શક્ય છે.

આ પણ વાંચો : Share Market Today : રોકાણકારોએ બે દિવસમાં 1.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા, જાણો ક્યાં સ્ટોક રહ્યા TOP LOSERS?

આ સ્ટૉક 52 સપ્તાહની ઊંચી સપાટી નજીક

ITCનો સ્ટોક 52 સપ્તાહની ટોચ નજીક છે. શેરની સૌથી વધુ સપાટી 433.45 રૂપિયા છે જ્યારે સૌથી નીચું સ્તર 253 રૂપિયા છે. છેલ્લા ત્રણ મહિનામાં આ સ્ટોક લગભગ 12 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 30 ટકા વધ્યો છે. એક વર્ષમાં 62 ટકા અને ત્રણ વર્ષમાં 160 ટકાનો ઉછાળો આવ્યો છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">