સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત કંપની Zen Technologiesના શેર ડ્રોન પોલિસી બાદ સતત વધી રહ્યા છે. ડિફેન્સ ટ્રેનિંગ સોલ્યુશન્સ આપતી આ કંપનીના શેરમાં છેલ્લા 1 મહિનામાં બે ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ શેર BSE ના ટોપ 10 ગેઇનર્સમાંનો એક રહ્યો છે.
24 ઓગસ્ટના રોજ સ્ટોક 83.05 રૂપિયા હતો. જ્યારે 28 સપ્ટેમ્બરે તે 204 રૂપિયા પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન શેરમાં 150 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે 15 સપ્ટેમ્બરના રોજ આ સ્ટોક 237.35 રૂપિયાની વિક્રમી સપાટીને સ્પર્શી ગયો હતો.
BSE પર માર્કેટ કેપ રૂ 1,709.47 કરોડ BSE પર ઝેન ટેક્નોલોજીસનું માર્કેટ કેપ રૂ 1,709.47 કરોડ છે. આ સ્ટોકમાં બિગેસ્ટ ગેઈનર રહ્યો છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ આ એકમાત્ર સ્ટોક છે જેમાં છેલ્લા 1 મહિનામાં બે ગણાથી વધુ વધારો જોવા મળ્યો છે. આ જ સમયગાળામાં સેન્સેક્સમાં 7.4 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં માત્ર 8.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ઝેન ટેક્નોલોજીસ હૈદરાબાદ સ્થિત કંપની છે. તે લશ્કરી તાલીમ સિમ્યુલેટર, ડ્રાઇવિંગ સિમ્યુલેટર, લાઈવ રેન્ડ ઇકવીપમેન્ટ અને એન્ટી-ડ્રોન સિસ્ટમ બનાવે છે. કંપનીની સ્થાપના 1993 માં કરવામાં આવી હતી. તેણે 90 પ્રોડક્ટ પેટન્ટ ફાઇલ કરી છે. કંપનીએ વિશ્વભરમાં 1,000 થી વધુ તાલીમ પ્રણાલીઓ પૂરી પાડી છે. કંપનીની અમેરિકામાં બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસ પણ છે.
ડ્રોન સેક્ટરની PLI યોજનાના ફાયદા જો આપણે આ સ્ટોકમાં ઉછાળાના કારણો જોઈએ તો દેશમાં ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં સરકારે લીધેલા પગલાં અને કંપનીની મજબૂત ઓર્ડર બુક આ સ્ટોકમાં ઉછાળાના મુખ્ય કારણો છે. 15 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે દેશમાં ડ્રોન અને તેના ભાગોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 120 કરોડ રૂપિયાની PLI યોજના મંજૂર કરી છે. આ કેટલાક કારણો છે જે આ સ્ટોકને તેજી આપી રહ્યા છે.
સ્ટોક વધુ વૃદ્ધિ કરી શકે છે સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના સંતોષ મીણા કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આ સ્ટોક માટે ઘણા સકારાત્મક સમાચાર આવ્યા છે. ભવિષ્યમાં આ સ્ટોક વધતો રહેશે. આ સ્ટોક માટે 230 રૂપિયામાં ઈમિડિએટ રેઝિસ્ટન્સ છે. જો તે આ સ્તરને પાર કરે છે અને તેની ઉપર રહે છે, તો તેમાં 275 રૂપિયાનું સ્તર જોઈ શકાય છે. બીજી બાજુ જો તે 230 રૂપિયાથી નીચે સરકી જાય છે તો તેમાં 160 રૂપિયાનું સ્તર પણ જોઈ શકાય છે. આ સ્ટોકમાં કોઈપણ કરેક્શન આવવું એ સારી ખરીદીની તક હશે.
આ પણ વાંચો : Ambani Vs Adani : ગૌતમ અદાણી આ બિઝનેસમાં મુકેશ અંબાણી સાથે સ્પર્ધામાં ઉતરશે, આ શહેરોથી કારોબારની કરાઈ શરૂઆત