AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani Vs Adani : ગૌતમ અદાણી આ બિઝનેસમાં મુકેશ અંબાણી સાથે સ્પર્ધામાં ઉતરશે, આ શહેરોથી કારોબારની કરાઈ શરૂઆત

અદાણી વિલ્માર ગૌતમ અદાણીની અદાણી ગ્રુપની કંપની છે. તમને જણાવી દઈએ કે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી(Mukesh Ambani) રિલાયન્સ રિટેલ (Reliance Retail)દ્વારા બજારમાં પહેલેથી જ પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. હવે ગૌતમ અદાણીએ આ ક્ષેત્રમાં અંબાણીને પડકારવા માટે પ્રવેશ કર્યો છે.

Ambani Vs Adani : ગૌતમ અદાણી આ બિઝનેસમાં મુકેશ અંબાણી સાથે સ્પર્ધામાં ઉતરશે, આ શહેરોથી કારોબારની કરાઈ શરૂઆત
Mukesh Ambani & Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 8:13 AM
Share

રિટેલ સેગમેન્ટમાં દેશના બે મોટા ઉદ્યોગપતિઓ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા થવાની છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપની અદાણી વિલ્મરે(Adani Wilmar) રિટેલ બજારમાં પ્રવેશ કર્યો છે. ફોર્ચ્યુન(Fortune) બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી કંપની અદાણી વિલ્મરે છ રાજ્યોમાં ફ્રેન્ચાઇઝ મોડેલ હેઠળ 12 ફિઝિકલ સ્ટોર્સ ખોલ્યા છે. તેની સમગ્ર દેશમાં સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે.

તમને જણાવી દઈએ કે અદાણી વિલ્માર ગૌતમ અદાણીની અદાણી ગ્રુપની કંપની છે. તમને જણાવી દઈએ કે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી(Mukesh Ambani) રિલાયન્સ રિટેલ (Reliance Retail)દ્વારા બજારમાં પહેલેથી જ પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. હવે ગૌતમ અદાણીએ આ ક્ષેત્રમાં અંબાણીને પડકારવા માટે પ્રવેશ કર્યો છે.

અદાણીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અંશુ મલિકે જણાવ્યું હતું કે ફોર્ચ્યુન ઘરગથ્થુ નામ અને દેશની સૌથી લોકપ્રિય ફૂડ બ્રાન્ડ બની ગઈ છે. ફોર્ચ્યુન માર્ટ સ્ટોરના લોન્ચિંગનો હેતુ છેલ્લા બે દાયકાઓમાં ફોર્ચ્યુન દ્વારા સ્થાપિત બ્રાન્ડ ઓળખનો લાભ લેવાનો છે.

ફિઝિકલ સ્ટોર્સ ફ્રેન્ચાઇઝી મોડેલ પર ખુલી રહ્યા છે અદાણી વિલ્માર ફોર્ચ્યુન માર્ટ નામનું ફિઝિકલ સ્ટોર ખોલી રહ્યા છે, જે ખાસ કરીને ફોર્ચ્યુન અને અન્ય અદાણી વિલ્માર બ્રાન્ડની પ્રોડક્ટનું વેચાણ કરશે. અદાણી વિલ્માર ફ્રેન્ચાઇઝ મોડેલ પર ફિઝિકલ સ્ટોર ખોલી રહ્યા છે.

આ શહેરોમાં ફોર્ચ્યુનમાર્ટ ખુલ્યા અદાણી વિલમારે અત્યાર સુધીમાં જયપુર, જોધપુર, લલિતપુર, ગાંધીનગર, સુરત, ગાંધીધામ, જબલપુર, વિદિશા, ગ્વાલિયર, ખારઘર, અકોલા અને હલડિયામાં 12 ફોર્ચ્યુન માર્ટ સ્ટોર્સ ખોલ્યા છે. આ સ્ટોર્સ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં છે. કંપની આગામી ત્રિમાસિક ગાળામાં ભારતના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ફોર્ચ્યુન માર્ટ સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે.

ખાદ્યતેલ ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિલમારે છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં 727.64 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે. આ અગાઉના નાણાકીય વર્ષ કરતાં 58 ટકા વધુ છે. અમદાવાદ સ્થિત કંપની અદાણી વિલમાર ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ તેની ખાદ્ય તેલ અને અન્ય ખાદ્ય વસ્તુઓ વેચે છે.

કંપનીના મુખ્ય ઉત્પાદનો અદાણી વિલ્મરની ખાદ્યતેલમાં ઘણી પ્રોડક્ટ છે. ફોર્ચ્યુન ઓઇલ લોકપ્રિય છે. આ સિવાય કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, શાકભાજી, ખીચડી, સાબુ, લોટ, ખાંડ સહિત ડઝનેક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. મોટાભાગના ઉત્પાદનો ફોર્ચ્યુન નામ હેઠળ આવે છે.

બન્ને વચ્ચે આ ક્ષેત્રમાં પણ સ્પર્ધા ગ્રીન એનર્જી ભવિષ્ય છે. આવતી કાલને જોતા ગૌતમ અદાણીએ નવીનીકરણીય ઉર્જામાં 20 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીએ સ્વચ્છ ઉર્જા માટે 10 અબજ ડોલરની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : પેટ્રોલ – ડીઝલ કિંમતોમાં સતત વધારા બાદ આ સમાચારથી આમ આદમી રાહત અનુભવશે, જાણો આજના ઇંધણના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : INDIA POST ATM CHARGES : 1 ઓક્ટોબરથી ATM કાર્ડ પર ચાર્જમાં ફેરફાર થશે, જાણો નવા રેટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">