છ મહિના પછી બદલાયો વિદેશી રોકાણકારોનો મિજાજ, શેરબજારમાં એપ્રિલમાં અત્યાર સુધીમાં 7707 કરોડની ખરીદી

છેલ્લા છ મહિનામાં ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી થઈ હતી. ઑક્ટોબર 2021 થી માર્ચ 2022 ની વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય બજારમાંથી કુલ રૂ. 1.61 લાખ કરોડ પરત ખેંચ્યા હતા.

છ મહિના પછી બદલાયો વિદેશી રોકાણકારોનો મિજાજ, શેરબજારમાં એપ્રિલમાં અત્યાર સુધીમાં 7707 કરોડની ખરીદી
FPI ના રોકાણમાં વધારો નોંધાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 6:12 AM

52 હજાર સુધી સરકી ગયા પછી શેરબજાર (Share Market)માં સારી ખરીદદારી નીકળી અને પછી તેમાં બમ્પર તેજી નોંધાઈ છે. સાપ્તાહિક ધોરણે આ સતત ચોથું સપ્તાહ છે જ્યારે શેરબજારમાં તેજી નોંધાઈ છે. બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થવાની અસર વિદેશી રોકાણકારો(Foreign Investors) પર પણ જોવા મળી રહી છે અને છ મહિના સુધી સતત વેચવાલી બાદ એપ્રિલમાં વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (Foreign Portfolio Investors) ખરીદદાર બન્યા છે. NSDLની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ એપ્રિલમાં અત્યાર સુધીમાં ભારતીય બજારમાં કુલ 8276 કરોડની ખરીદી કરી છે. શેરબજારમાં કુલ 7707 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે જ્યારે 1403 કરોડનું ડેટ માર્કેટમાં રોકાણ કરવામાં આવ્યું છે.

છેલ્લા છ મહિનામાં ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી થઈ હતી. ઑક્ટોબર 2021 થી માર્ચ 2022 ની વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય બજારમાંથી કુલ રૂ. 1.61 લાખ કરોડ પરત ખેંચ્યા હતા. તેમાંથી ઈક્વિટી માર્કેટમાંથી કુલ 1.48 લાખ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.

ફેડરલ રિઝર્વના નિર્ણયની અસર જોવા મળશે

વધતી જતી મોંઘવારીના કારણે ફેડરલ રિઝર્વ પર ઘણું દબાણ છે. અગાઉ માર્ચમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આગામી બેઠકમાં 0.50 ટકાનો વધારો થશે અને આગામી મહિનાઓમાં ઘણો ઉછાળો આવશે. વ્યાજદરમાં વધારાને કારણે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી વેચાણ શરૂ કર્યું હતું. દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને પણ અસર થઈ હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

FPI ટ્રેન્ડ વિશે અસમંજસની સ્થિતિ

વિદેશી રોકાણકારોના વલણમાં આવેલા આ બદલાવ અંગે મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતીય બજાર પ્રત્યે વિદેશી રોકાણકારોનું વલણ ફરી હકારાત્મક બન્યું છે એમ કહેવું ખોટું હશે. ટ્રેન્ડમાં કોઈપણ પ્રકારના ફેરફાર વિશે અત્યારે ગંભીરતાથી કંઈ કહી શકાય નહીં. તે બધા તેના પર નિર્ભર કરે છે કે આગામી થોડા અઠવાડિયામાં કેવા પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થાય છે.

કમાણીની તક દેખાઈ

તેમણે કહ્યું હતું કે બજારમાં તાજેતરના ઘટાડાને વિદેશી રોકાણકારોએ તક તરીકે જોયો અને પુનરાગમન કર્યું છે. જો કે, ગત સપ્તાહના છેલ્લા બે દિવસમાં FPIsનું સતત વેચાણ થયું છે. ગત સપ્તાહે શેરબજાર પાંચમાંથી ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે અને બે ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ થયું હતું. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 0.28 ટકા વધ્યો હતો. આ જ કારણ છે કે FPIsના વલણ વિશે કંઈપણ કહેવાનો આ યોગ્ય સમય નથી.

આ પણ વાંચો : રિલાયન્સ કેપિટલની ડેટ રિઝોલ્યુશન પ્રક્રિયાને લઈને એડમિનિસ્ટ્રેટર અને ધિરાણકર્તાઓ વચ્ચે મતભેદ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : નાણામંત્રી 23 એપ્રિલે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે કરશે બેઠક, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કરી શકે છે આ વાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">