AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 14 અબજ ડોલરથી વધુની રકમ પાછી ખેંચી, જાણો શું છે કારણ

આ વેચાણ છેલ્લા 6 મહિનાથી સતત ચાલુ છે. નિષ્ણાતોના મતે હવે વિદેશી રોકાણકારો ભારતમાંથી તેમનું રોકાણ બહાર કાઢીને એવી જગ્યાએ મૂકી રહ્યા છે, જ્યાંથી કોમોડિટીની વધુ નિકાસ થતી હોય જેથી કોમોડિટીના વધતા ભાવનો લાભ લઈ શકાય.

વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 14 અબજ ડોલરથી વધુની રકમ પાછી ખેંચી, જાણો શું છે કારણ
stock market
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 11:57 PM
Share

છેલ્લા અઢી મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી (Indian Share Market) 14 અબજ ડોલરથી વધુનું રોકાણ પાછું ખેંચી લીધું છે. જો આ આંકડો તમારા માટે ચોંકાવનારો છે, તો જાણી લો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 5-5 અબજ ડોલરની વેચવાલી બાદ માર્ચના શરૂઆતના 9 દિવસમાં જ 4.5 અબજ ડોલરનું રોકાણ (Investment) બહાર જઈ ચુક્યું છે. આ સ્થિતિ 2022 થી જ શરૂ થઈ છે, એવું નથી. આ વેચાણ છેલ્લા 6 મહિનાથી સતત ચાલુ છે. નિષ્ણાતોના મતે હવે વિદેશી રોકાણકારો (Foreign Investors) ભારતમાંથી તેમનું રોકાણ બહાર કાઢીને એવી જગ્યાએ મૂકી રહ્યા છે જ્યાંથી કોમોડિટીની વધુ નિકાસ થતી હોય જેથી કોમોડિટીના વધતા ભાવનો લાભ લઈ શકાય.

ભારે વેચવાલી પછી પણ શેરબજાર પર કોઈ ખરાબ અસર જોવા મળી નથી

એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારત, તાઈવાન અને કોરિયા જેવા દેશોમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું છે. જ્યારે બ્રાઝિલ, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં વિદેશી રોકાણ વધ્યું છે. આ પહેલા વિદેશી રોકાણકારોએ 2008માં પણ લગભગ 16 અબજ ડોલરના શેર વેચ્યા હતા. આમાં ખાસ વાત એ છે કે આટલા મોટા ઉપાડ પછી પણ શેરબજારમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. કારણકે, વિદેશી રોકાણકારો જે શેરો વેચી રહ્યા છે તેમાંથી મોટાભાગના શેર સ્થાનિક રોકાણકારો દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે.

સ્થાનિક રોકાણકારોને ફાયદો પહોંચાડી રહી છે તેમની વ્યૂહરચના

બજાર નિષ્ણાતોનું માનવું છે કે સ્થાનિક રોકાણકારોની આ વ્યૂહરચનાથી તેમને ફાયદો થઈ શકે છે. સાથે જ તાજેતરમાં વિદેશી રોકાણકારો હજી પણ તેમના નાણાં પાછા ખેંચી રહ્યા છે અને નફો કમાઈ રહ્યા છે, પરંતુ જ્યારે પણ તેઓ પાછા પ્રવેશ કરશે, ત્યારે તેમને મોંઘા વેલ્યુએશનનો સામનો કરવો પડશે. અત્યારે તો ફક્ત એમ કહી શકાય કે, વિદેશી રોકાણકારોની વિદાય અને સ્થાનિક રોકાણકારોની ખરીદીને જોઈને બજારને લગતા નિર્ણયો ન લો અને આ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્યપણે લો.

આ પણ વાંચો : આજે તમને આશ્ચર્ય લાગશે પણ એક સૈકા પહેલા વૈભવી લોકો માટે અમેરિકાથી ભારતમાં બરફની આયાત થતી હતી, જાણો બરફના વેપારની રસપ્રદ માહિતી

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">