DCX Systems IPO Allotment : તમને શેર મળ્યા કે નહીં? જાણો ઓનલાઈન સ્ટેટસ તપાસવાની રીત
DCX Systems IPO Allotment : આઈપીઓ માટે સંભવિત લિસ્ટિંગ સુધીમાં શેર તમારા ખાતામાં ક્રેડિટ થાય છે. જે ગ્રાહકો શેર પ્રાપ્ત થતા નથી તેઓના એકાઉન્ટમાં રિફંડ જમા થઈ શકે છે. જો તમને શેર મળ્યા હોય તો તે તમારા ડીમેટ ખાતામાં દેખાશે

ડીસીએક્સ સિસ્ટમ્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર એટલેકે આઇપીઓ માટે શેરની ફાળવણીની જાહેરાત હવે કોઈપણ સમયે થઈ શકે છે. અગાઉ કામચલાઉ ધોરણે DCX સિસ્ટમ્સ IPO ના શેરની ફાળવણીની તારીખ 7મી નવેમ્બર 2022 જાહેર કરાઈ હતી. 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2022 સુધીની બિડિંગના ત્રણ દિવસ દરમિયાન રોકાણકારોના મજબૂત પ્રતિસાદ પછી ગ્રે માર્કેટ રૂપિયા 500 કરોડનો પબ્લિક ઇશ્યૂ અત્યંત તેજીમાં છે. ડીસીએક્સ સિસ્ટમ આઈપીઓનો જીએમપી બજાર નિરીક્ષકો મુજબ રૂપિયા 75 છે. છેલ્લા બે દિવસથી ગ્રે માર્કેટમાં ડીસીએક્સ સિસ્ટમ્સના શેરની કિંમત યથાવત છે.
ઓનલાઈન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
જેમણે રૂપિયા 500 કરોડના પબ્લિક ઇશ્યૂ માટે અરજી કરી છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ BSEની અધિકૃત વેબસાઇટ – bseindia.com અથવા IPOના સત્તાવાર રજિસ્ટ્રારની વેબસાઈટ પર લૉગ ઇન કરીને તેમની અરજીનું સ્ટેટસ ઑનલાઇન ચેક કરી શકે. DCX સિસ્ટમ્સ IPO માટે નિયુક્ત સત્તાવાર રજિસ્ટ્રાર લિંક ઇન્ટાઇમ પ્રાઇવેટ લિમિટેડ છે અને તેની સત્તાવાર વેબસાઇટ linkintime.co.in છે. શેર ફાળવણીની જાહેરાત પછી બિડર્સ આ વેબસાઇટ્સ પર તેમની IPO અરજીની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે.
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
- સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
- અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
- હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
- તમારો એપ્લિકેશન નંબર લખો.
- પાન નંબર દાખલ કરો
- હવે Search પર ક્લિક કરો.
- હવે આખી વિગત તમને જોવા મળશે.
રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા સ્થિતિ તપાસો
- તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા પણ ચકાસી શકો છો.
- linkintime એ આઇપીઓના રજિસ્ટ્રાર છે.
- તમારે રજિસ્ટ્રારની વેબસાઇટ https://linkintime.co.in/MIPO/Ipoallotment.htmlની મુલાકાત લેવી પડશે.
- ડ્રોપ ડાઉન મેનૂમાં કંપનીનું નામ લખો.
- હવે પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો.
- કેપ્ચા દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો.
- જો તમને શેર ફાળવવામાં આવ્યા છે તો પછી તમે સામે સ્ક્રીન પર નજરે પડશે.
શેર ન મળે તો શું કરવું ?
આઈપીઓ માટે સંભવિત લિસ્ટિંગ સુધીમાં શેર તમારા ખાતામાં ક્રેડિટ થાય છે. જે ગ્રાહકો શેર પ્રાપ્ત થતા નથી તેઓના એકાઉન્ટમાં રિફંડ જમા થઈ શકે છે. જો તમને શેર મળ્યા હોય તો તે તમારા ડીમેટ ખાતામાં દેખાશે