AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Wilmar IPO: અદાણી વિલ્મર IPOનું કદ ઘટાડશે, Gautam Adani ની કંપની ચાલુ મહિનામાં લોન્ચ કરી શકે છે IPO

અદાણી વિલ્મરનો આઈપીઓ(Adani Wilmar IPO) જાન્યુઆરી 2022માં લોન્ચ થઈ શકે છે. જો કે, અદાણી વિલ્મારે(Adani Wilmar) તેના આઈપીઓ(IPO)નું કદ ઘટાડી દીધું છે.

Adani Wilmar IPO: અદાણી વિલ્મર IPOનું કદ ઘટાડશે, Gautam Adani ની કંપની ચાલુ મહિનામાં લોન્ચ કરી શકે છે IPO
Adani Wilmar cuts IPO size to Rs 3600 crore from Rs 4500 crore
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 4:32 PM
Share

અદાણી વિલ્મરનો આઈપીઓ(Adani Wilmar IPO) ચાલુ મહિને એટલેકે જાન્યુઆરી 2022માં લોન્ચ થઈ શકે છે. જો કે, અદાણી વિલ્મારે(Adani Wilmar) તેના આઈપીઓ(IPO)નું કદ ઘટાડી દીધું છે. અદાણી વિલ્મરના IPOનું કદ રૂ. 4500 કરોડથી ઘટાડીને રૂ. 3600 કરોડ કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ હશે. કંપની IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ લોનની ચુકવણી તેમજ બિઝનેસના વિકાસ માટે કરશે.

અદાણી વિલ્મર આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા નાણાં મૂડી ખર્ચ, સંપાદન અને આ રકમ દ્વારા લોનની ચુકવણીના સંદર્ભમાં ચૂકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે અદાણી વિલ્મર એ અદાણી એન્ટરપ્રાઈઝ અને વિલ્મર ગ્રૂપ વચ્ચેનું સંયુક્ત સાહસ છે જેમાં બંનેનો 50:50 ટકા હિસ્સો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી વિલ્મરના IPOને પહેલા જ મંજૂરી આપી દીધી છે.

અદાણી ગ્રુપની સાતમી લિસ્ટેડ કંપની

અદાણી વિલ્મર માર્કેટમાં લિસ્ટ થનારી અદાણી ગ્રુપ(Adani Group)ની સાતમી કંપની હશે. અદાણી વિલ્મર ખાદ્ય તેલની બ્રાન્ડ ફોર્ચ્યુન બનાવે છે. કંપનીની રચના 1999માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત કંપની વિલ્મર સાથે સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. વિલ્મર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે કૃષિ વ્યવસાય છે. ફોર્ચ્યુન ઓઈલ એ ઘર-ઘરની પસંદગી છે. આ ઉપરાંત કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, જડીબુટ્ટીઓ, પોરીજ, સાબુ, લોટ, ખાંડ સહિત ડઝનેક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. મોટા ભાગની પ્રોડક્ટ્સ ફોર્ચ્યુન બ્રાન્ચ નામથી આવે છે.

ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સૌથી મોટું છે

અદાણી વિલ્મરની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ખાદ્ય તેલ બજાર દેશમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. તેના દેશભરમાં 85 સ્ટોક પોઈન્ટ અને 5000 વિતરકો છે. રિટેલ માર્કેટમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. તેની પ્રોડક્ટ દેશભરમાં લગભગ 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંપનીએ રાઇસ બ્રાન અને વિવો પણ લોન્ચ કર્યા. કંપનીની અન્ય ખાદ્ય તેલ બ્રાન્ડ રૂપચંદા બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપનીની ત્યાં બે મોટી રિફાઇનરી પણ છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ભડકો, જાણો આજે શું છે તમારા શહેરમાં 1 લીટર – પેટ્રોલ ડીઝલની કિંમત

આ પણ વાંચો : શું તમે Credit Card નો ઉપયોગ કરો છો? આ રીતે જાણો Late Payment માટે તમારી બેન્ક અન્ય બેંકો કરતા વધુ ચાર્જીસ નથી વસૂલી રહીને

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">