Adani Stock Update : અદાણી ગ્રુપનું જોરદાર કમબેક, 1 મહિનામાં અદાણી ગ્રીન 82% વધ્યો, અન્ય 9 સ્ટોક પણ ફાયદામાં રહ્યાં
Adani Stock Update : હિંડનબર્ગ રિપોર્ટના અહેવાલને કારણે 80 ટકી ગગડી ગયેલા ગૌતમ અદાણીની કંપનીઓના શેરનું જોરદાર કમબેક થયું છે. અદાણી ગ્રુપની મુખ્ય કંપની Adani Enterprises Ltd ના શેર 1 મહિના અગાઉના રોકાણ સામે 22માર્ચે 30 ટકાનો વધારો દર્શાવી રહ્યો છે.
Adani Stock Update : દેશના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની કંપનીઓ છેલ્લા લગભગ એક મહિનાથી શેરબજારમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. સ્થાનિક બજાર માં ભલે વધારો – ઘટાડોજોવા મળ્યો પરંતુ અદાણી ગ્રુપના શેરનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. આજે કારોબાર પૂરો થયા બાદ અદાણી ગ્રૂપના મોટાભાગના શેર્સમાં તેજી નોંધાઈ હતી. હિંડનબર્ગ રિપોર્ટના અહેવાલને કારણે 80 ટકી ગગડી ગયેલા ગૌતમ અદાણીની કંપનીઓના શેરનું જોરદાર કમબેક થયું છે. અદાણી ગ્રુપની મુખ્ય કંપની Adani Enterprises Ltd ના શેર 1 મહિના અગાઉના રોકાણ સામે 22માર્ચે 30 ટકાનો વધારો દર્શાવી રહ્યો છે.
અદાણી ગ્રુપના શેર્સમાં 1 મહિનામાં નોંધાયેલ વધારો
COMPANY | 1 MONTH RISE |
ADANI GREEN | +423.50 (82.70%) |
ADANI TRANS. | +285.50 (38.08%) |
ADANI POWER | +49.10 (31.81%) |
ADANI ENTERPRISES | +426.70 (30.86%) |
ADANI PORTS | +104.00 (18.85%) |
ADANI WILMAR | +44.70 (11.94%) |
ADANI TOTAL GAS | +143.95 (18.19%) |
ACC | +4.10 (0.24%) |
AMBUJA CEMENT | +36.65 (10.88%) |
NDTV | +1.00 (0.50%) |
બુધવારે બે સ્ટોકમાં અપર સર્કિટ
છેલ્લા ઘણા દિવસોથી અદાણી ગ્રુપનો એક શેર રોકેટ બની ગયો છે. અદાણી ગ્રીનના ભાવ સતત કેટલાંક સત્રોથી અપર સર્કિટને અથડાઈ રહ્યા છે. ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી લગભગ દરેક સત્રમાં તેની કિંમતમાં 5 ટકાનો વધારો થયો છે. આજના વેપારમાં પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો અને તેણે 5 ટકાની અપર સર્કિટ સાથે વેપારનો અંત કર્યો હતો. આ ઉપરાંત આજના કારોબારમાં અદાણી ટોટલ ગેસ પર પણ અપર સર્કિટ લગાવવામાં આવી હતી.
નુકસાનની વાત કરીએ તો આજે ગ્રુપના માત્ર 02 શેર જ લાલ નિશાનમાં રહ્યા હતા. હાલમાં અદાણી ગ્રુપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. આજે ગ્રૂપના ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઈઝમાં 0.55 ટકાનો નજીવો ઘટાડો નોંધાયો હતો.બીજી તરફ અદાણી પોર્ટ્સમાં લગભગ 01 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ શેર પણ તેજીમાં રહ્યા
જો આપણે અદાણી ગ્રુપના અન્ય શેર્સ પર નજર કરીએ તો અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવરમાં 2-2 ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. એનડીટીવી અને અંબુજા સિમેન્ટ 1-1 ટકાથી વધુ વધ્યા હતા જ્યારે ACC 0.70 ટકા અને અદાણી વિલ્મર 0.24 ટકા વધ્યા હતા.
અદાણી ગ્રપના શેરની છેલ્લી સ્થિતિ
COMPANY | CLOSING (22 /03/2023) | CHANGES IN (%) |
NDTV | 200.5 | 1.01 |
ADANI ENTERPRISES | 1814.2 | -0.55 |
ADANI GREEN | 935.7 | 5 |
ADANI PORTS | 657.3 | -1.12 |
ADANI POWER | 203.85 | 2.03 |
ADANI TRANSMISSION | 1032.65 | 2.59 |
ADANI WILMAR | 419.8 | 0.24 |
ADANI TOTAL GAS | 936.5 | 4.99 |
ACC | 1735.2 | 0.7 |
AMBUJA CEMENT | 375.7 | 1.29 |