અદાણી ગ્રુપની આ કંપની SBIને પાછળ ધકેલી 7મી સૌથી મૂલ્યવાન કંપની બની,કરો એક નજર શેરની છેલ્લી સ્થિતિ ઉપર
સોમવારે તેની બંધ કિંમત રૂ. 2,968.10 હતી. આ કિંમતે, અદાણી ગ્રીનનું માર્કેટ કેપ રૂ. 4,64,215.08 કરોડ સુધી પહોંચી ગયું છે. તે માર્કેટ કેપ દ્વારા BSE ના ટોપ 10 શેરોમાં સાતમા નંબરે આવે છે.
બજારમાં ઘટાડા છતાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેર સતત વધી રહ્યા છે. રોકાણકારો અદાણી ગ્રુપ(Adani Group)ની કંપનીઓને આડે હાથે લઈ રહ્યા છે. ગ્રીન એનર્જી સેગમેન્ટમાં કંપનીની વધતી જતી રુચિને જોતાં રોકાણકારોનો તેમાં વિશ્વાસ અકબંધ છે. આ જ કારણ છે કે ગ્રૂપની રિન્યુએબલ એનર્જી કંપનીએ માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે દેશની સૌથી મોટી બેંકને પાછળ છોડી દીધી છે. ગ્રૂપની રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીને(Adani Green) માર્કેટ કેપના સંદર્ભમાં ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સોમવારના ટ્રેડિંગમાં અદાણી ગ્રીન દલાલ સ્ટ્રીટ પર 7મી સૌથી મૂલ્યવાન કંપની તરીકે ઉભરી આવી છે. સોમવારના તીવ્ર ઘટાડા છતાં, અદાણી ગ્રીનના શેરનું પ્રદર્શન સેન્સેક્સ અને નિફ્ટી તેમજ અન્ય મહત્વપૂર્ણ સૂચકાંકો કરતાં વધુ સારું હતું.
માર્કેટ કેપ 7માં નંબરે પહોંચી ગયું
આ વર્ષે આ સ્ટોક મલ્ટીબેગર સ્ટોક સાબિત થયો છે. અદાણી ગ્રીનના શેર, જે તાજેતરમાં ઉચ્ચ સ્તરને સ્પર્શે છે, તેણે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 185 ટકા વળતર આપ્યું છે. જ્યારે એપ્રિલ 2020 થી અત્યાર સુધીમાં, આ શેરે રોકાણકારોને 1,415 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. ગયા વર્ષે 19 એપ્રિલે શેર રૂ. 1,055.07 પર હતો.
સોમવારે તેની બંધ કિંમત રૂ. 2,968.10 હતી. આ કિંમતે, અદાણી ગ્રીનનું માર્કેટ કેપ રૂ. 4,64,215.08 કરોડ સુધી પહોંચી ગયું છે. તે માર્કેટ કેપ દ્વારા BSE ના ટોપ 10 શેરોમાં સાતમા નંબરે આવે છે.
Adani Green – 2,968.10 INR+103.35
- Mkt cap 4.64LCr
- P/E ratio 1,114.80
- 52-wk high 3,013.20
- 52-wk low 860.20
સોમવારે, BSE પર SBIનો શેર 1.6 ટકા ઘટીને રૂ. 509.40 પર બંધ થયો હતો. આ કિંમતે SBIનું માર્કેટ કેપિટલાઇઝેશન 4,54,619.71 કરોડ રૂપિયા હતું. માર્કેટ કેપની વાત કરીએ તો હવે SBI સાતમા નંબરથી સરકીને આઠમા નંબર પર આવી ગઈ છે. HUL, HDFC, Reliance, TCS, HDFC બેંક અને ઇન્ફોસિસ હાલમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ અદાણી ગ્રીનથી ઉપર છે.
આ પણ વાંચો : Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 55305 રૂપિયા સુધી ઉછળ્યો, જાણો શું છે તમારા શહેરની સ્થિતિ