Post Office Savings Account : આ રીતે ઈન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ એક્ટિવેટ કરો,ઘરે બેઠા PPF અને SSY એકાઉન્ટ જમા કરો નાણા
Post Office Savings Account : પોસ્ટ ઓફિસ ઈન્ટરનેટ બેન્કિંગ તમને તમારા પોતાના અને થર્ડ પાર્ટી પોસ્ટ ઓફિસ બચત ખાતા વચ્ચે ફંડ ટ્રાન્સફર કરવામાં મદદ કરી શકે છે.
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSB) ખાતા ધારકો ઈન્ડિયા પોસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી ઈન્ટરનેટ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. તે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ (DOP) નો ભાગ છે. પોસ્ટ ઓફિસ ઈન્ટરનેટ બેન્કિંગ તમને તમારા પોતાના અને થર્ડ પાર્ટી પોસ્ટ ઓફિસ બચત ખાતા વચ્ચે ફંડ ટ્રાન્સફર કરવામાં મદદ કરી શકે છે. તમે તમારા PPF અને સુકન્યા સમૃદ્ધિ ખાતામાં અન્ય ઘણી સેવાઓ સાથે પૈસા જમા કરાવી શકો છો. જો કે, ઈન્ડિયા પોસ્ટ ઈન્ટરનેટ બેન્કિંગનો લાભ લેવા માટે તમારે કેટલીક શરતો પૂરી કરવાની જરૂર છે.
ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ અનુસાર, ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓનો લાભ લેતા પહેલા ખાતાધારકોએ આ શરતો પૂરી કરવી પડશે. ખાતાધારક પાસે સીબીએસ સબ પોસ્ટ ઓફિસ અથવા હેડ પોસ્ટ ઓફિસ સાથે માન્ય સક્રિય સિંગલ અથવા જોઇન્ટ ‘B’ બચત ખાતું હોવું જોઈએ. બ્રાન્ચ પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ઇન્ટરનેટ બેંકિંગ સુવિધા મેળવવા માટે પાત્ર નથી. જો પહેલાથી સબમિટ કરેલ ન હોય તો જરૂરી KYC દસ્તાવેજો જમા કરાવાના રહેશે. માન્ય મોબાઇલ નંબર, ઇમેઇલ એડ્રેસ અને PAN નંબર હોવો આવશ્યક છે.
ઈન્ડિયા પોસ્ટ ઈન્ટરનેટ બેન્કિંગ માટે કેવી રીતે નોંધણી કરવી
- તમારી નજીકની પોસ્ટ ઓફિસ પર જાઓ અને ફોર્મ ભરો. તમને 48 કલાકની અંદર તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS એલર્ટ મળશે.
- SMS પ્રાપ્ત કર્યા પછી, DoP ઈન્ટરનેટ બેંકિંગ પોર્ટલ પર જાઓ અને હોમ પેજ પર ‘ન્યૂ યુઝર એક્ટિવેશન’ હાઈપરલિંક પર ક્લિક કરો.
- ગ્રાહક ID અને એકાઉન્ટ ID દાખલ કરો.
- જરૂરી વિગતો ભરો અને તમારું ઇન્ટરનેટ બેંકિંગ લોગિન અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ સેટ કરો. નોંધી લો કે લોગિન અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ સરખા ન રાખો.
- હવે લોગિન કરો અને તમારો પાસવર્ડ સેટ કરો.
એક ‘Pass phrase’, જે સિક્યોરિટી એડ-ઓન અનુરોધ કરી શકાય છે, તેનાથી ચકાસી શકાશે કે તમે સાચા DOP ઈન્ટરનેટ બેન્કિંગ URL ને એક્સેસ કરી રહ્યાં છો. તમારા ઓનલાઈન બેંકિંગ યુઝર આઈડીને સક્રિય કરવા માટે આ પ્રક્રિયાઓ જરૂરી છે.
આ ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ શકે છે
તમારા POSB ખાતામાંથી તમારા અથવા કોઈપણ થર્ડ પાર્ટીના અન્ય POSB ખાતાઓમાં ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. PPF ડિપોઝિટ અને PPF ઉપાડ, RD ડિપોઝિટ, ચુકવણી, પૈસા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) માં જમા કરી શકાય છે.
આ ઉપરાંત, ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા આરડી અને ટીડી ડિપોઝીટ એકાઉન્ટ ખોલી શકાય છે. RD અને TD ખાતા હાલના POSB ધોરણો મુજબ બંધ અથવા પૂર્વ-બંધ કરી શકાય છે. ચેકનું સ્ટોપ પેમેન્ટ રજીસ્ટર કરી શકાય છે. તમે પીપીએફ ઉપાડ અને લાભાર્થીને ઓનલાઈન ઉમેરી શકો છો.
આ પણ વાંચો :ભારતી સિંહે નીતુ કપૂરને કુકર કર્યું ગિફ્ટ, આલિયા ભટ્ટની સાસુએ આપ્યો આવો જવાબ
આ પણ વાંચો : Ahmedabad: સાબરમતીમાં રહેતા મહેતા પરિવારે પુત્રમાંથી મેળવી પ્રેરણા, લેવા જઇ રહ્યા છે આ કપરો નિર્ણય