Adani Group Stocks In MSCI : મોર્ગન સ્ટેન્લી અદાણી ગ્રુપની ફ્રી-ફ્લોટિંગ સ્થિતિની સમીક્ષા કરશે, આજે બે -બે પડકારોનો સામનો કરશે ગૌતમ અદાણી

Adani Group Stocks In MSCI : સુપ્રીમ કોર્ટ આજે શુક્રવાર 10 ફેબ્રુઆરી 2023 ના રોજ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ રાખવાની માગણી કરવામાં આવી છે.

Adani Group Stocks In MSCI : મોર્ગન સ્ટેન્લી અદાણી ગ્રુપની ફ્રી-ફ્લોટિંગ સ્થિતિની સમીક્ષા કરશે, આજે બે -બે પડકારોનો સામનો કરશે ગૌતમ અદાણી
Adani Group Stocks In MSCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 7:59 AM

Adani Group Stocks In MSCI : મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ એટલેકે MSCI એ જાહેરાત કરી છે કે તે અદાણી ગ્રૂપના શેરની ફ્રી-ફ્લોટ સ્થિતિની સમીક્ષા કરવા જઈ રહી છે. અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિસર્ચના આરોપો બાદ MSCIએ આ નિર્ણય લીધો છે. MSCI એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે બજારના સહભાગીઓએ MSCI ગ્લોબલ ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સ – GIMI માં અદાણી ગ્રૂપની સિક્યોરિટીઝની ફ્રી-ફ્લોટ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આ સંદર્ભે પ્રતિસાદ મેળવ્યો છે. ઈન્ડેક્સ પ્રોવાઈડર MSCI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે માને છે કે અદાણી ગ્રુપની કેટલીક સિક્યોરિટીઝ ફ્રી-ફ્લોટનો હિસ્સો ન હોવી જોઈએ. જો MSCI ફ્રી-ફ્લોટિંગ હેઠળના શેર ઘટાડવાનું નક્કી કરે છે તો તેની વ્યાપક અસર અદાણી ગ્રુપના શેર પર જોવા મળી શકે છે. MSCI ઇન્ડેક્સ તૈયાર કરવા સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.

મોર્ગન સ્ટેનલીનો અભિપ્રાય મહત્વપૂર્ણ

MSCI નું પૂર્ણ સ્વરૂપ મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ છે. વૈશ્વિક મોટા રોકાણકારો MACI ને બેન્ચમાર્ક ઇન્ડેક્સ તરીકે ધ્યાનમાં રાખીને રોકાણ કરે છે. તેના આધારે આ રોકાણકારો વિશ્વભરના બજારોમાં રોકાણ કરે છે. જ્યારે પણ MSCI ઇન્ડેક્સમાંથી સ્ટોકનો સમાવેશ કરવામાં આવે છે અથવા દૂર કરવામાં આવે છે ત્યારે તેની અસર શેરના ભાવ પર જોવા મળે છે. વિદેશી રોકાણકારો એ શેરોમાં રોકાણ કરે છે જે સામેલ છે અને જે દૂર કરવામાં આવે છે તેને વેચવામાં આવે છે. MSCI દર છ મહિને અથવા ત્રિમાસિક ગાળામાં ઇન્ડેક્સમાંથી સ્ટોકનો સમાવેશ અથવા દૂર કરવાનો નિર્ણય લે છે.

ફ્રી-ફ્લોટિંગ શેર શું છે ?

ફ્રી-ફ્લોટિંગ શેર એ એવા શેર છે જે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે. MSCI તે શેર્સને ફ્રી-ફ્લોટ તરીકે માને છે જે વિદેશી રોકાણકારો ખરીદવા માટે બજારમાં મૂકવામાં આવે છે. અદાણી ગ્રુપની 8 કંપનીઓ આ MSCI ઈન્ડેક્સમાં સામેલ છે જેમાં NDTV અને અદાણી વિલ્મરનો સમાવેશ થતો નથી. MSCI ઇન્ડેક્સમાં અદાણી ગ્રૂપના શેરોના સ્થાન પર સમીક્ષાની જાહેરાત બાદ ગુરુવારે ફરીથી ગ્રૂપના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રૂપના શેરો 11 ટકા ઘટીને બંધ થયા છે.

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટ આજે શુક્રવાર 10 ફેબ્રુઆરી 2023 ના રોજ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ રાખવાની માગણી કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">