Adani Group Share : તોફાની તેજી વચ્ચે અદાણી ગ્રુપના શેરને Niftyના આ ઈન્ડેક્સમાંથી દૂર કરાયા
અદાણી ગ્રૂપના શેર્સનું જોખમ હવે દૂરથયું છે. લોકો અદાણી ગ્રૂપના શેરની ખરીદી કરી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી અદાણી ગ્રુપના શેરમાં બમ્પર બાઉન્સ જોવા મળી રહ્યો છે. આ મેગા બ્લોક ડીલથી મૂંઝાયેલા રોકાણકારોમાં વિશ્વાસ જગાડ્યો છે. છેલ્લા પાંચ સત્રમાં અદાણી ગ્રુપના શેરમાં બમ્પરઉછાળો આવ્યો છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જએ Nifty 50 Alpha Index માંથી અદાણી ગ્રૂપના ચાર શેરો દૂર કર્યા છે. આ ફેરફાર 31 માર્ચથી લાગુ થશે. યાદીમાંથી ભાર કરાયેલા શેર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે. ઉપરાંત, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) ને પણ નિફ્ટી 100 આલ્ફા 30 ઈન્ડેક્સમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. નિફ્ટી આલ્ફા 50 ઇન્ડેક્સમાંથી કુલ 14 શેરો દૂર કરવામાં આવ્યા છે. જેમાં આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, એન્જલ વન, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ, પેજ ઇન્ડસ્ટ્રીઝ અને સુઝલોન એનર્જીનો સમાવેશ થાય છે
આદિત્ય બિરલા કેપિટલ, એપોલો ટાયર્સ, બેન્ક ઓફ ઈન્ડિયા, બીએચઈએલ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ, એમ એન્ડ એમ ફાઈનાન્સિયલ સર્વિસીસ, એમઆરએફ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, પંજાબ નેશનલ બેંક, સિમેન્સ અને ઝાયડસ લાઇફસાયન્સને નિફટી આલ્ફા 50 માં સ્થાન મળ્યું છે. નિફ્ટી હાઈ બીટા 50 ઈન્ડેક્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં પાંચ શેરોને બાકાત રાખવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ પાંચ સ્ટોકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વોડાફોન આઈડિયા, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા કેમિકલ્સને પડતા મૂકવામાં આવ્યા છે જ્યારે અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને JSW એનર્જીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ જ રીતે નિફ્ટી લો વોલેટિલિટી 50 ઇન્ડેક્સમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. અદાણી ગ્રૂપની બે કંપનીઓ ACC અને અંબુજા સિમેન્ટને પડતા મૂકવામાં આવી છે જ્યારે ભારતી એરટેલ અને ICICI બેન્કને તેમાં સ્થાન મળ્યું છે. આ સાથે અન્ય કેટલાક સ્ટ્રેટેજી ઈન્ડેક્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
અદાણીના શેરમાં મજબૂત રિકવરી
અદાણી ગ્રૂપના શેર્સનું જોખમ હવે દૂરથયું છે. લોકો અદાણી ગ્રૂપના શેરની ખરીદી કરી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી અદાણી ગ્રુપના શેરમાં બમ્પર બાઉન્સ જોવા મળી રહ્યો છે. આ મેગા બ્લોક ડીલથી મૂંઝાયેલા રોકાણકારોમાં વિશ્વાસ જગાડ્યો છે. છેલ્લા પાંચ સત્રમાં અદાણી ગ્રુપના શેરમાં બમ્પરઉછાળો આવ્યો છે.
સોમવારે ટ્રેડિંગના અંત સુધીમાં અદાણી ગ્રુપનું કુલ માર્કેટ વેલ્યુએશન 8.85 લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું હતું. 27 ફેબ્રુઆરીએ આ માર્કેટ કેપ 6.82 લાખ કરોડ રૂપિયા હતી. આ રીતે છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રુપની માર્કેટ મૂડીમાં જબરદસ્ત વધારો થયો છે.