Stock Update : શેર બજારમાં પ્રારંભિક તેજી સાથે ક્યા શેરમાં ઉછાળો અને ક્યા શેરમાં દેખાઈ નરમાશ ? જાણો અહેવાલ દ્વારા

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.28 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ અડધા ટકા વધીને કારોબાર કરી રહ્યો છે.ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, મેટલ, એફએમસીજી, ઑટો અને આઈટી શેર્સ વધારા સાથે જોવા મળી રહ્યા છે.

Stock Update : શેર બજારમાં પ્રારંભિક તેજી સાથે ક્યા શેરમાં ઉછાળો અને ક્યા શેરમાં દેખાઈ નરમાશ ? જાણો અહેવાલ દ્વારા
STOCK UPDATE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 10:09 AM

ભારતીય શેરબજાર(Stock Market)માં આજે જબરદસ્ત શરૂઆત થઇ છે. સેન્સેક્સ(Sensex) 322 પોઇન્ટની મજબૂતી સાથે ખુલ્યો જયારે નિફ્ટી(Nifty)એ 102 પોઇન્ટના વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. વૈશ્વિક બજારો(Global Market) તરફથી સારા સંકેતની અસર ભારતીય બજારો ઉપર પણ દેખાઈ છે. યુએસ બજારો સોમવારે રેકોર્ડ ઉંચાઇ પર બંધ થયા છે. યુરોપિયન બજારો પણ મજબૂત રહ્યા જયારે એશિયન બજારોમાં આજે તેજીનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે.

આ અગાઉના સત્રમાં સપ્તાહના પહેલા દિવસે સોમવારે સ્થાનિક શેરબજારમાં ભારે ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 500 અંકની આસપાસ વધઘટ થયો હતો જ્યારે નિફ્ટીમાં આશરે 150 પોઇન્ટનો ઉતાર – ચઢાવ દેખાયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 13.50 પોઇન્ટ મુજબ 0.03% નીચે 52,372.69 પર બંધ થયો હતો જયારે નિફ્ટી 2.80 પોઇન્ટ અનુસાર 0.02% મજબૂતી સાથે 15,692.60 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.

આજે વૈશ્વિક બજાર સારા સંકેત આપી રહ્યા છે. એશિયાના બજારોમાં વેપાર મજબૂતી સાથે થઈ રહ્યો છે. જાપાનનો નિક્કી લગભગ 0.7% , ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ લગભગ 0.25% અને હોંગકોંગનો હેંગ સેંગ લગભગ બે ટકા વધારો દર્શાવી રહ્યો છે. સોમવારે યુએસ બજારોમાં નોંધપાત્ર ઉછાળો રહ્યો હતો. ડાઉ જોન્સ 0.36% , નાસ્ડેક 0.21% અને એસ એન્ડ પી 500 પણ 0.35% પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ સોમવાર 12 જુલાઈના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ 745.97 કરોડના શેર વેચ્યા હતા.તો બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 447.42કરોડના શેરની ખરીદી કરી હતી.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.28 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ અડધા ટકા વધીને કારોબાર કરી રહ્યો છે.ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, મેટલ, એફએમસીજી, ઑટો અને આઈટી શેર્સ વધારા સાથે જોવા મળી રહ્યા છે. પ્રારંભિક કારોબારના ગેઈનર અને લોસર્સ સ્ટોક ઉપર કરો એક નજર

લાર્જ કેપ વધારો : આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસી, ગ્રાસિમ, એચડીએફસી, આઈશર મોટર્સ, હિંડાલ્કો અને ટાટા મોટર્સ ઘટાડો : અદાણી પોર્ટ્સ, ટાટા કંઝ્યુમર, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ઈન્ફોસિસ

મિડકેપ વધારો : ભારત ફોર્જ, ઓબરોય રિયલ્ટી, ગોદરેજ પ્રોપર્ટી, જીએમઆર ઈન્ફ્રા અને એસજેવીએન ઘટાડો : અદાણી ટ્રાન્સફર, ઈન્ફો એજ, ભારત ઈલેક્ટ્રિક, ટોરેન્ટ પાવર અને ફ્યુચર રિટેલ

સ્મૉલકેપ વધારો : કિટેક્સ ગાર્મેંટ્સ, પ્રિકૉલ, સનટેક રિયલ્ટી, મેપ ઈન્ફ્રા અને તેનલા પ્લેટફોર્મ્સ ઘટાડો : એચએફસીએલ, ઈક્વિટાસ હોલ્ડિંગ્સ, ઉત્તમ શુગર, ફ્યુચર સપ્લાય અને ઈક્વિટાસ બેન્ક

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">