Stock Update: વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે શેરબજારમાં આ શેર ગગડયા, કરો એક નજર

|

Feb 26, 2021 | 5:22 PM

Stock Update: અમેરિકાના બજારોમાં ભારે વેચવાલીને કારણે વિશ્વભરના શેર બજારોમાં ઘટાડો થયો છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 1,174 અંક, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1,076 અંક ઘટ્યા હતા.

Stock Update: વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે શેરબજારમાં આ શેર ગગડયા, કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update: અમેરિકાના બજારોમાં ભારે વેચવાલીને કારણે વિશ્વભરના શેર બજારોમાં ઘટાડો થયો છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 1,174 અંક, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1,076 અંક ઘટ્યા હતા. આ ઉપરાંત ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં પણ 2-2%નો ઘટાડો થયો છે. યુ.એસમાં ટેકનોલોજી શેરોમાં બોન્ડ યીલ્ડ વધવા અને ટેક્નોલોજી શેરમાં વેચવાલીના કારણે મુખ્ય સૂચકાંકો મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. નાસ્ડેક ઈન્ડેક્સ 478 અંક અને ડાઉ જોન્સ 559 પોઈન્ટ ઘટાડા સાથે બંધ થયા છે.

 

ભારતીય શેરબજારમાં કારોબારના અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,939.32 અંક ઘટાડા સાથે 49099.99ના સ્તર પર બંધ થયા, જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 568.20 અંક ઘટીને 14529.20ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

એક નજર આજના કારોબારમાં ગગડેલા શેર્સ ઉપર

દિગ્ગજ શેર
ઓએનજીસી, એમએન્ડએમ, પાવર ગ્રિડ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિરો મોટોકૉર્પ, ગેલ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ગ્રાસિમ, યુપીએલ અને એચડીએફસી

 

મિડકેપ શેર
શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, આરઈસી, બર્જર પેંટ્સ અને આરબીએલ બેન્ક

 

સ્મૉલોકપ શેર
એબીબી પાવર, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, સોરિલ ઈન્ફ્રા, હિંદ રેક્ટિફિલર્સ અને પ્રિઝમ સિમેન્ટ

 

આ પણ વાંચો: ઓનલાઈન પેમેન્ટને લઈને RBIની નવી માર્ગદર્શિકા, હવે દર વખતે એડ કરવો પડશે કાર્ડનો નંબર

Published On - 5:19 pm, Fri, 26 February 21

Next Article