ઓનલાઈન પેમેન્ટને લઈને RBIની નવી માર્ગદર્શિકા, હવે દર વખતે એડ કરવો પડશે કાર્ડનો નંબર

ઓનલાઈન ખરીદી દરમિયાન અત્યાર સુધી ઓનલાઈન વેપારી તમારા કાર્ડની ડીટેઈલ્સ સેવ કરી દેતા હતા. જે હવે કરી શકાશે નહીં. જેથી હવે તમારે દર વખતે 16 અંકનો નંબર દાખલ કરવો પડશે.

ઓનલાઈન પેમેન્ટને લઈને RBIની નવી માર્ગદર્શિકા, હવે દર વખતે એડ કરવો પડશે કાર્ડનો નંબર
પ્રતિકાત્મક તસ્વીર
Gautam Prajapati

| Edited By: Utpal Patel

Feb 26, 2021 | 5:13 PM

ઓનલાઈન ખરીદી જેટલી વધી રહી છે, એટલું જ સામે છેતરપીંડી અને ફ્રોડ વધી રહ્યું છે. ત્યારે એક મહત્વના સમાચાર આવ્યા છે. તમે ઓનલાઈન ખરીદી કરવા માટે ડેબીટ કાર્ડનો ઉપયોગ કરતા જ હશો. ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો નંબર 16 અંકોનો હોય છે. તેમજ દરેક જણ તેને યાદ રાખી શકતા નથી. ખાસ કરીને મોટાભાગના લોકો એક કરતા વધારે કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. જેને કારણે ઓનલાઈન પેમેન્ટ વખતે અગાઉ સેવ કરેલો ડેટા કામ લાગતો હોય છે. માત્ર સીવીવી દાખલ કરીને ઓનલાઈન પેમેન્ટ થઇ જતું હોય છે. પરંતુ આ પ્રક્રિયા હવે બદલાવવા જઈ રહી છે. જી હા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના નવા નિયમો મુજબ હવે તમારી પાસે કોઈ વિકલ્પ નહીં હોય. હવે એક જ વિકલ્પ એ છે કે તમે જ્યાં જાઓ ત્યાં કાર્ડ તમારી સાથે રાખો. અથવા નંબર યાદ રાખો.

કંપનીઓ કાર્ડનો ડેટા સ્ટોર કરી શકશે નહીં

આરબીઆઈએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ઓનલાઈન વેપારીઓ, ઇ-કોમર્સ વેબસાઇટ્સ અને પેમેન્ટ એગ્રીગ્રેટર્સને ઓનલાઇન ગ્રાહકોના કાર્ડની વિગતો સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિયમો એમેઝોન, ફ્લિપકાર્ટ, ગૂગલ પે, પેટીએમ, નેટફ્લિક્સ વગેરે જેબી અનેક સાઈટ પર લાગુ રહેશે. એટલે કે આ કંપનીઓ હવે તમારો કાર્ડ નંબર સ્ટોર કરી શકશે નહીં. અત્યાર સુધી કાર્ડ ડીટેઇલ એપમાં સેવ થઇ જતી હતી. જેના કારણે વારંવાર નંબર એડ કરવાની ઝંઝટ રહેતી નહોતી.

નવી માર્ગદર્શિકા જુલાઈ 2021 થી અમલમાં

આનો અર્થ છે કે ઓનલાઇન ચુકવણી કરવા માટે પહેલા તમે માત્ર સીવીવી દાખલ કરતા હતા. જેના બદલે તમારા કાર્ડની દરેક વિગત, જેમ કે નામ, કાર્ડ નંબર અને કાર્ડ ડેટ દાખલ કરવી પડશે. આરબીઆઈના પરિપત્ર મુજબ આ નવી માર્ગદર્શિકા જુલાઈ 2021 થી અમલમાં આવશે.

જાહેર છે કે પહેલા ડેટા સેવ રહેતો હોવાથી પેમેન્ટ કરવામાં સરળતા રહેતી હતી. પરંતુ આ નિયમ બાદ આખી પ્રોસેસ દર વખતે કરવી પડશે. જાહે છે કે આ નિયમો કેશલેસ દેશ બનાવવાની પ્રક્રિયામાં અવરોધ લાવશે. પરંતુ આરબીઆઈની દલીલ છે કે ત્રીજા પક્ષને કાર્ડની વિગતો ન આપવાનો હેતુ છેતરપિંડીનું જોખમ ઘટાડવાનો છે.

NASSCOMએ ચિંતા વ્યક્ત કરી

આઇટી ઉદ્યોગ સંગઠન નાસ્કોમે (NASSCOM) જાન્યુઆરીમાં આ પ્રકારના પગલા સામે પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી હતી. અહેવાલ અનુસાર ફ્લિપકાર્ટ, એમેઝોન, નેટફ્લિક્સ, માઇક્રોસોફ્ટ અને ઝોમાટો જેવી 25 ઇન્ટરનેટ કંપનીઓના જૂથે પણ આરબીઆઈને પત્ર લખ્યો છે. તેઓની દલીલ કરે છે કે આ નિયમો ગ્રાહકના ઓનલાઇન ચુકવણીના અનુભવને ભારે નુકશાન પહોચાડશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati