Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો જોવા મળ્યો તે ઉપર કરો એક નજર

|

Sep 13, 2021 | 10:54 AM

પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટીને 57,944.63 સુધી લપસ્યો હતો જયારે નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 17,300 પર જોવા મળ્યો હતો. શરૂઆતી વેપારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેર વધી રહ્યા છે જ્યારે 21 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.

સમાચાર સાંભળો
Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો જોવા મળ્યો તે ઉપર કરો એક નજર
symbolic Image

Follow us on

નબળા વેશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર પણ ઘટાડો દર્શાવી રહ્યું છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ લપસીને કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી અડધા ટકાના ઘટાડાની સાથે વેપાર કરી રહ્યો છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર ઈન્ડેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે જ્યારે એફએમસીજી, મેટલ અને રિયલ્ટી શેરોમાં વધારો જોવા મળ્યો છે.

પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો જોવા મળ્યો તે ઉપર કરો એક નજર

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લાર્જકેપ
ઘટાડો : એચસીએલ ટેક, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા
વધારો : હિંડાલ્કો, એચડીએફસી, કોલ ઈન્ડિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ અને મારૂતિ સુઝુકી

મિડકેપ
ઘટાડો : અદાણી પાવર, અદાણી ગ્રીન, નિપ્પોન, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને ઓબરોય રિયલ્ટી
વધારો : જેએસડબ્લ્યુ એનર્જી, ન્યુ ઈન્ડિયા એસ્યોર, પીએન્ડજી, આઈઆરસીટીસી અને ઈમામી

સ્મોલકેપ 
ઘટાડો : એજિસ લોજિસ્ટીક્સ, બ્રાઈટકોમ ગ્રુપ, વી2 રિટેલ, સેમકોન સ્પેશલ અને ફિલ્ટેક્સ ઈન્ડિયા
વધારો : અપોલો માઈક્રો સિસ્ટમ, ઈલેક્ટ્રોસ્ટીલ, એપકોટેક્સ ઈન્ડસ્ટ્રીઝ, ફિનોલેક્સ કેમિકલ્સ અને કેપ્લીન લેબ્સ

SENSEX 58000 નીચે સરક્યો
સપ્તાહનાના પહેલા દિવસે એટલે કે આજે શેરબજાર(Share Market) નબળાઈ સાથે ખુલ્યું છે. આજે સેન્સેક્સ(Sensex) 58,262 પોઈન્ટ પર ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,363 પોઈન્ટ પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટીને 57,944.63 સુધી લપસ્યો હતો જયારે નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 17,300 પર જોવા મળ્યો હતો. શરૂઆતી વેપારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેર વધી રહ્યા છે જ્યારે 21 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં એચસીએલ ટેક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં 1%થી વધુનો ઘટાડો થયો છે.

 

આ પણ વાંચો : Share Market : ઘટાડા સાથે થઇ સાપ્તાહિક કારોબારની શરૂઆત , SENSEX 58000 નીચે સરક્યો

 

આ પણ વાંચો : SBI pension seva: SBI એ શરૂ કરી PensionSeva વેબસાઇટ , પેન્શનરો માટે એક ક્લિક પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે , જાણો વિગતવાર

 

Next Article