Closing Bell : નિફ્ટી પહેલીવાર 26000ને પાર, 9 ટ્રેડિંગ દિવસોમાં 1000 પોઈન્ટનો નોંધાયો ઉછાળો

|

Sep 24, 2024 | 4:00 PM

Share Market News: શેરબજારે મંગળવારે નવો ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સે પ્રથમ વખત 85,000નો આંકડો પાર કર્યો છે. સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો ઉછાળો નોંધાયો હતો, જે બપોર સુધી ચાલુ રહ્યો હતો.

Closing Bell : નિફ્ટી પહેલીવાર 26000ને પાર, 9 ટ્રેડિંગ દિવસોમાં 1000 પોઈન્ટનો નોંધાયો ઉછાળો
Closing Bell

Follow us on

નિફ્ટી 50 ઈન્ડેક્સે આજે 24મી સપ્ટેમ્બરે વધુ એક રેકોર્ડ બનાવ્યો અને તે 26000ની સપાટીને સ્પર્શી ગયો. આજે સતત ચોથો દિવસ છે જ્યારે આ ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયો છે. 50-સ્ટૉકના બેન્ચમાર્ક ઇન્ડેક્સે 11 સપ્ટેમ્બર પછીના નવ ટ્રેડિંગ સેશનમાં 1,000 પૉઇન્ટથી વધુનો વધારો કર્યો છે. ઈન્ડેક્સ આજે ઈન્ટ્રાડે હાઈ 26011ને સ્પર્શ્યો હતો. જોકે, અંતે તે 0.01 ટકાના વધારા સાથે 25,940.40ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીએ 1 ઓગસ્ટના રોજ પહેલીવાર 25000ના આંકડાને સ્પર્શ કર્યો હતો, ત્યારબાદ યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા તેમાં સુધારો જોવા મળ્યો હતો. જો કે, ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થયો ત્યારથી, ઇન્ડેક્સે વેગ પકડ્યો છે અને તે સતત ઉપર તરફ આગળ વધી રહ્યો છે. 1 ઓગસ્ટ, 2024 થી નિફ્ટીને 26,000 પોઈન્ટ્સ સુધી પહોંચવામાં 38 સેશન લાગ્યા હતા.

1 ઓગસ્ટથી 1000 પોઈન્ટના આ વધારા દરમિયાન, બજાજ ઓટો નિફ્ટી પર ટોચના પરફોર્મર તરીકે ઉભરી આવી છે. તાજેતરમાં, કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે CNBC-TV18ને જણાવ્યું હતું કે શેર 20,000 રૂપિયાના સ્તરે પહોંચવાની સંભાવના છે.

કાશ્મીરી રાજમા આ રીતે બનાવી તમારા ડિનરને બનાવો ખાસ
Salt : મીઠું અસલી છે કે નકલી? ઘરે સરળતાથી કેવી રીતે ઓળખવું
ભારતની રાજધાની રહી ચુક્યુ છે આ હિલ સ્ટેશન, વરસાદ આવતા જ બની જાય છે સ્વર્ગ
15 દિવસ સુધી વાસી મોંઢે ચાવો માત્ર 2 એલચી, મળશે ચોંકાવનારો ફાયદો
તમે 30 વર્ષના છો અને 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવા માગો છો, બસ કરો આ એક કામ
કાવ્યા મારનને લાગ્યો સૌથી મોટો ઝટકો, એક જ ઝાટકે 4000 કરોડ સ્વાહા

આ ઉપરાંત, શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલના શેરોએ પણ આ વર્ષે ઇન્ડેક્સમાં અંડરપર્ફોર્મર કર્યું છે, પરંતુ તે તાજેતરની 1000-પોઇન્ટની તેજીમાં ટોપ ગેઇનર્સમાં છે. નિફ્ટી પર આ 1000 પોઈન્ટના વધારા દરમિયાન સૌથી ખરાબ પ્રદર્શન કરનાર સ્ટોક ટાટા મોટર્સનો હતો. જો કે, આ પહેલા તે 2023માં ઈન્ડેક્સ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્ટોક હતો.

Published On - 3:57 pm, Tue, 24 September 24

Next Article