STOCK MARKET: શરૂઆતી કારોબારમાં નરમાશના પગલે SENSEX 229 અને NIFTY 66 અંક ગગડ્યા
ભારતીય શેરબજાર(STOCK MARKET)માં સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) પ્રારંભિક વૃદ્ધિ બાદ ગગડ્યા છે.
ભારતીય શેરબજાર(STOCK MARKET)માં સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) પ્રારંભિક વૃદ્ધિ બાદ ગગડ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,656.71 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,617.45 સુધી ઉછાળ્યા હતા. ઇન્ડેક્સમાં મજબૂતી ટકી નહિ અને તે લાલ નિશાન નીચે જોવામળી રહ્યા છે. ઘટાડા તરફ દોરાયાંએ બજારમાં સેન્સેક્સે 49,308 અને નિફટીએ 14,517 સુધી નીચલું સ્તર દર્જ કર્યું હતું.
ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે ૯.૪૦ વાગે) બજાર સૂચકઆંક સ્થિતિ સેન્સેક્સ 49,354.46 −229.70 નિફટી 14,529.15 −66.45
પ્રારંભિક સત્રમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યું હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 19,159.12 ની સપાટી પાર દેખાઈ રહ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં ૩ અંક નીચે ટ્રેડ કરી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ૧૬ અંક વધીને કારોબાર થઈ રહ્યો છે.
આજે બજાર સપાટ શરૂ થયું હતું. ભારતી એરટેલનો શેર 4.88.% વધીને ટ્રેડ કરી રહ્યો છે જ્યારે એશિયન પેઇન્ટ્સનો સ્ટોક 1% ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. આજે એચસીએલ ટેક, પીવીઆર, શોપર્સ સ્ટોપ, ભક્તિ જેમ્સ એન્ડ જ્વેલરી, આદિત્ય બિરલા મની, બાથવે કેબલ અને ડેટાકોમ, ઇન્ડો એશિયન ફાઇનાન્સ સહિતની કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે.
શેરબજારમાં શરૂઆતી કારોબારમાં આ મુજબનો ઉતાર ચઢાવ નજરે પડ્યો હતો.
SENSEX Open 49,656.71 High 49,656.71 Low 49,308.૦૭
NIFTY Open 14,594.35 High 14,617.45 Low 14,517.50
આ પણ વાંચો: STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર