Paytm માટે આવ્યા રાહતના સમાચાર, અમેરિકન કંપની મોર્ગન સ્ટેનલીએ પેટીએમના 50 લાખ શેર ખરીદ્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બે દિવસમાં કંપનીના શેરમાં 40 ટકાનો ઘટાડો થયો છે. જેનો ભાવ 487.20 રૂપિયા સુધી પહોંચી ગયો છે. પેટીએમનો અંદાજ છે કે તેની ટેક્સ પહેલાંની આવક 300 થી 500 કરોડ રૂપિયા ઘટી શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI ના પ્રતિબંધ બાદથી Paytm ના ખરાબ સમયની શરૂઆત થઈ હતી. આ કટોકટીના સમયમાં પણ તેને અમેરિકા તરફથી મોટા રાહતના સમાચાર મળ્યા છે. એક અમેરિકન બહુરાષ્ટ્રીય રોકાણકાર કંપનીએ પેટીએમની પેરેન્ટ કંપની One97 Communications માં 244 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
મોર્ગન સ્ટેનલીએ પેટીએમની પેરેન્ટ કંપનીના 50 લાખ શેર ખરીદ્યા
અમેરિકન બહુરાષ્ટ્રીય રોકાણકાર કંપની મોર્ગન સ્ટેનલીએ પેટીએમમાં 0.8 ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ ઓપન માર્કેટ દ્વારા One97 કોમ્યુનિકેશન્સમાં 244 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડ, એશિયામાં બિઝનેસ કરતી મોર્ગન સ્ટેનલીની કંપનીએ પેટીએમની પેરેન્ટ કંપનીના 50 લાખ શેર ખરીદ્યા છે. આ માટે કંપનીએ પેટીએમના દરેક શેરના ભાવ 487.2 રૂપિયા નક્કી કર્યા છે.
પેટીએમને 300 થી 500 કરોડ રૂપિયાનું થઈ શકે નુકસાન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બે દિવસમાં કંપનીના શેરમાં 40 ટકાનો ઘટાડો થયો છે. જેનો ભાવ 487.20 રૂપિયા સુધી પહોંચી ગયો છે. RBI ની કાર્યવાહી બાદ પેટીએમનો અંદાજ છે કે તેની ટેક્સ પહેલાંની આવક 300 થી 500 કરોડ રૂપિયા ઘટી શકે છે.
વોરન બફેટને લગભગ 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું
આ સ્થિતિમાં આટલી મોટી અમેરિકન કંપની તેના પર વિશ્વાસ ધરાવે છે, તેના શેરમાં સ્થિરતા મળવાની આશા છે. ગયા વર્ષે, વોરેન બફેટની બર્કશાયર હેથવેએ 5 વર્ષ સુધી કંપનીમાં રોકાણ કર્યા બાદ પેટીએમમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચ્યો હતો. ત્યારે Paytmના શેરનો ભાવ 877.20 રૂપિયા હતી. આ ડીલમાં વોરન બફેટને લગભગ 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ પણ વાંચો : Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, SBI ના ચેરમેને મદદને લઈ કહી આ મોટી વાત
આ સ્થિતિમાં SBI ના ચેરમેન દિનેશ કુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ હતું કે, અમારી પેટાકંપની SBI પેમેન્ટ્સ પહેલેથી જ વેપારીઓના સંપર્કમાં છે અને અમે તેમને કોઈપણ સમયે મદદ કરવા તૈયાર છે. RBI એ પેટીએમ પેમેન્ટ્સ બેંક કાર્યવાહી મની લોન્ડરિંગ અને કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોને કારણે કરી છે.
