AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કંપનીએ ચંદ્રયાનને અપાવી સફળતા, જાણો તમે આ કંપનીનો IPO ભરશો તો કેટલો નફો થશે

નિષ્ણાતો અને બ્રોકરેજ ફર્મ્સ મૂજબ INOXના શેર 60% થી વધારે પ્રિમિયમ સાથે લિસ્ટ થઈ શકે છે. જો તમે આ કંપનીનો IPO ભરો છો તો તમને મોટી કમાણી થશે. ચંદ્રયાન મિશન માટે ક્રાયોજેનિક સાધનોનું ઉત્પાદન કરતી કંપની INOX ઈન્ડિયાએ 14 ડિસેમ્બરે તેનો IPO લોન્ચ કર્યો છે. રોકાણકારો તેને 18 ડિસેમ્બર સુધી ભરી શકે છે.

આ કંપનીએ ચંદ્રયાનને અપાવી સફળતા, જાણો તમે આ કંપનીનો IPO ભરશો તો કેટલો નફો થશે
IPO News
| Updated on: Dec 31, 2023 | 1:31 PM
Share

ભારતના ચંદ્રયાન 3 એ ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિંગ કરી ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન 3 મિશનમાં નાની મોટી અનેક કંપનીઓએ સહયોગ આપ્યો છે. તેમાની એક કંપનીનો IPO આજે સબસ્ક્રાઈબ કરવા માટે ખુલ્યો છે. કંપનીના બિઝનેસ અને પ્રોફિટના ડેટાના આધારે નિષ્ણાતો IPO ભરવાની સલાહ આપી રહ્યા છે. ચાલો જાણીએ કે જો તમે આઈપીઓ ભરો છો અને તમને લાગે છે તો તમને કેટલો નફો થશે.

IPO ભરો છો તો તમને મોટી કમાણી થશે

નિષ્ણાતો અને બ્રોકરેજ ફર્મ્સ મૂજબ INOXના શેર 60% થી વધારે પ્રિમિયમ સાથે લિસ્ટ થઈ શકે છે. જો તમે આ કંપનીનો IPO ભરો છો તો તમને મોટી કમાણી થશે. ચંદ્રયાન મિશન માટે ક્રાયોજેનિક સાધનોનું ઉત્પાદન કરતી કંપની INOX ઈન્ડિયાએ 14 ડિસેમ્બરે તેનો IPO લોન્ચ કર્યો છે. રોકાણકારો તેને 18 ડિસેમ્બર સુધી ભરી શકે છે.

IPO માટે કેટલું રોકાણ કરવું પડશે

કંપનીએ IPO માટે પ્રાઈઝ બેન્ડ 627-660 રૂપિયા રાખ્યો છે. કંપની આઈપીઓ દ્વારા બજારમાંથી 1,459.32 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. રિટેલ ઈન્વેસ્ટર્સ માટે મિનિમમ એક લોટ હશે, જેમાં 22 શેર છે. જે મૂજબ IPO માટે ઓછામાં ઓછા 14,520 રૂપિયાનું રોકાણ કરવું પડશે. NII માટે મિનિમમ 14 લોટ ખરીદવા પડશે, જેમાં 308 શેર હશે અને તેઓએ 2,03,280 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કેટલા રૂપિયાનો નફો થઈ શકે

INOX ઈન્ડિયાના શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં GMP 60 ટકાથી વધારેના પ્રીમિયમ પર ચાલી રહી છે. નિષ્ણાતોના મતે તેના દરેક શેર લિસ્ટિંગ ના દિવસે 330 રૂપિયાનો નફો આપી શકે છે. તે અનુસાર ગણતરી કરીએ તો રોકાણકારોને લિસ્ટિંગના દિવસે અંદાજે 7-8 હજાર રૂપિયાનો નફો મળી શકે.

આ પણ વાંચો : સામાન્ય લોકોને મોટો ઝટકો, CNG ના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ જેવી બ્રોકરેજ ફર્મ પણ શેરની ખરીદી માટે લાઈનમાં છે. આ ઉપરાંત Kfin Technologies એ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. Pace 360ના કો-ફાઉન્ડર અમિત ગોયલના જણાવ્યા મૂજબ Inox ઈન્ડિયા પાસે 30 વર્ષનો અનુભવ છે. કંપનીના નફામાં પણ 2022-23માં 17 ટકાનો વધારો થયો છે. કંપનીને ભારતીય અને વૈશ્વિક બજારોમાંથી 1,036 કરોડ રૂપિયાના ઓર્ડર પણ મળ્યા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">