Stock Market Holiday : આજે શેરબજાર બંધ રહેશે, હવે બજાર નવા નાણાંકીય વર્ષમાં ખુલશે

|

Mar 29, 2024 | 6:50 AM

Stock Market Holiday : જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ચાલુ સપ્તાહમાં માત્ર 3 દિવસ શેરબજારમાં ટ્રેડિંગ થયું છે. શેરબજાર 4 દિવસ બંધ રહ્યા છે. 2 સાપ્તાહિક રજાઓ ઉપરાંત આમાં બે રજાઓ પણ આ સપ્તાહમાં આવી છે.

Stock Market Holiday : આજે શેરબજાર બંધ રહેશે, હવે બજાર નવા નાણાંકીય વર્ષમાં ખુલશે

Follow us on

Stock Market Holiday : જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ચાલુ સપ્તાહમાં માત્ર 3 દિવસ શેરબજારમાં ટ્રેડિંગ થયું છે. શેરબજાર 4 દિવસ બંધ રહ્યા છે. 2 સાપ્તાહિક રજાઓ ઉપરાંત આમાં બે રજાઓ પણ આ સપ્તાહમાં આવી છે. આવી સ્થિતિમાં બજારો માત્ર ત્રણ દિવસ જ ખુલ્લું રહ્યું અને FY24 નું છેલ્લું કારોબારી સપ્તાહ પણ મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું.

આજે ગુડ ફ્રાઈડે પર શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. BSE વેબસાઈટ પર ઉપલબ્ધ સ્ટોક માર્કેટ હોલિડેઝ 2024 ની યાદી અનુસાર ભારતીય શેરબજાર 29 માર્ચ 2024ના રોજ આજે શુક્રવારે ગુડ ફ્રાઈડેના કારણે બંધ છે. આ દિવસે શેરબજાર માટે જાહેર રજા છે. આવી સ્થિતિમાં કોઈ વેપારી ગતિવિધિઓ થશે નહીં.

આજે ટ્રેડિંગ બંધ રહેશે

ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) સેગમેન્ટમાં ટ્રેડિંગ બંને એક્સચેન્જોમાં આજે  29 માર્ચે બંધ રહેશે. કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પણ આ દિવસોમાં ખુલશે નહીં. બાકીના 2024 માટે ભારતીય સ્ટોક એક્સચેન્જોમાં કુલ 10 ટ્રેડિંગ રજાઓ રહેશે. એપ્રિલમાં બે રજાઓ અને મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં એક-એક રજા રહેશે.ગુડ ફ્રાઈડે પર MCX પર ટ્રેડિંગ સમગ્ર સત્ર માટે સ્થગિત કરવામાં આવશે.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024

આ પછી શનિવાર અને રવિવારના કારણે શેરબજાર સતત 3 દિવસ બંધ રહેશે. આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતીય શેરબજાર સોમવાર, 25 માર્ચ 2024 ના રોજ હોળીના કારણે બંધ હતું.

બજાર ક્યારે બંધ રહેશે?

ભારતનું ઇક્વિટી માર્કેટ એપ્રિલ 2024માં શનિવાર અને રવિવાર સિવાય બે વાર બંધ રહેશે. આ ઉપરાંત મે, જૂન, જુલાઇ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં શનિવાર અને રવિવાર સિવાય દરેક એક દિવસ માટે બજાર બંધ રહેશે.નવેમ્બર 2024 દરમિયાન ભારતના શેરબજાર મુહૂર્ત ટ્રેડિંગ માટે ખોલવામાં આવશે. દિવાળી એટલે કે લક્ષ્મી પૂજનના દિવસે જશે.

ડિસ્ક્લેમર : tv9 અહીં  એ વાતની સ્પષ્ટતા જાહેર કરે છે કે શેરબજારનું રોકાણ  આર્થિક જોખમોને આધીન હોય છે. શેરબજારમાં રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો : Success Story: 300 કરોડ પગાર, સ્ટેટસ સુંદર પિચાઈથી કમ નથી, ગૂગલમાં આ ભારતીય એન્જિનિયરનો દબદબો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article