શેરબજાર ઉછાળા સાથે બંધ, સેન્સેક્સમાં 195 પોઈન્ટ અને નિફ્ટીમાં થયો 31.65 પોઈન્ટનો વધારો
આજે 29 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 195.42 પોઈન્ટના ઉછાળા સાથે 72,500.30 પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી પણ 31.65 પોઇન્ટના વધારા બાદ 21982.80ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે 29 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 195.42 પોઈન્ટના ઉછાળા સાથે 72,500.30 પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી પણ 31.65 પોઇન્ટના વધારા બાદ 21982.80ના સ્તરે બંધ રહ્યો હતો. ભારતીય રૂપિયો પણ આજે 82.93 ના પાછલા બંધની સામે ડોલર દીઠ 82.91 પર સ્થિર રહ્યો હતો. આજે મંથલી એક્સપાઈરીના દિવસે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ વધારા સાથે બંધ થયા હતા. આજે ફાર્મા, FMCG, IT ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે.
એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો
આજે સવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. NSE પર સવારે 9:30 વાગ્યે 635 શેર લીલા નિશાનમાં અને 1297 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વૈશ્વિક બજારની વાત કરીએ તો એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટોક્યો, બેંગકોક, સિયોલ અને જકાર્તાના બજારોમાં નરમ વલણ જોવા મળ્યું હતું.
તો બીજી તરફ શાંઘાઈ અને હોંગકોંગના શેરબજારમાં તેજી જોવા મળી હતી. સ્થાનિક બજારે આજે સત્રની શરૂઆત સપાટ થઈ હતી પરંતુ બજાર બંધ થયાના થોડા સમય પહેલા તેમાં રિકવરી જોવા મળી હતી. માસિક એક્સપાયરીના કારણે અસ્થિરતા રહી હતી.
ઓટો શેર્સમાં મિશ્ર વલણ જોવા મળ્યું
આજે બેન્કિંગ શેર્સમાં રિકવરી જોવા મળી હતી. નિફ્ટી બેંક ઈન્ડેક્સ દિવસના નીચલા સ્તરથી અંદાજે 700 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. ફેબ્રુઆરી મહિનાના વેચાણના આંકડા પહેલા ઓટો શેર્સમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બજાજ ઓટો લગભગ 3 ટકા ઘટીને બંધ થયો, જ્યારે M&M 2 ટકાના વધારા સાથે બંધ થયો છે.
હોસ્પિટલો સંબંધિત કંપનીના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો
FMCG શેરમાં ખરીદી વચ્ચે ટાટા કન્ઝ્યુમર, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ અને નેસ્લેના શેરમાં વધારો થયો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હોસ્પિટલો સંબંધિત કંપનીના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. અપોલો હોસ્પિટલ અને મેક્સ હોસ્પિટલ આજે 4 થી 7 ટકા ઘટીને બંધ થયા છે. આ ઉપરાંત મિડકેપમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા શેરોની યાદીમાં બર્જર પેઇન્ટ્સ, હિંદ કોપર, ઇન્ટેલેક્ટ ડિઝાઇન અને આરઇસીનો સમાવેશ થાય છે.
નિફ્ટી ઇન્ડેક્સમાં સમાવેશના સમાચાર બાદ શ્રીરામ ફાઇનાન્સ 4 ટકાના વધારા સાથે બંધ થયો. આ ઇન્ડેક્સમાંથી બહાર નિકળ્યા બાદ UPL 1 ટકા ઘટીને બંધ થયો છે.