Sovereign Gold Bond: આજથી 5 દિવસ ખરીદી શકશો સસ્તા ભાવે શુદ્ધ સોનુ, જાણો વિગતવાર

કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme) શરૂ કરી છે, જે અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે.

Sovereign Gold Bond: આજથી 5 દિવસ ખરીદી શકશો સસ્તા ભાવે શુદ્ધ સોનુ, જાણો વિગતવાર
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 7:44 AM

સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 (Sovereign Gold Bond Scheme)ની નવી શ્રેણી માટે 4,790 રૂપિયા પ્રતિ ગ્રામની ઇશ્યૂ પ્રાઇસ નક્કી કરી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22- શ્રેણી 5  આજે 9 ઓગસ્ટના રોજ ખુલશે અને 13 ઓગસ્ટના રોજ બંધ થશે. સબ્સ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ રહશે. સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનું પણ નક્કી કર્યું છે. આવા રોકાણકારો માટે ઇશ્યૂ કિંમત 4,740 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. ચોથી શ્રેણી માટે ઇશ્યૂ પ્રાઇસ 4,807 પ્રતિ ગ્રામ હતી. તે 12 જુલાઈએ ખુલ્યું અને 16 જુલાઈએ બંધ થયું હતું.

24 કેરેટ શુદ્ધતાની ગેરેંટી કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme) શરૂ કરી છે, જે અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. આ સોનુ શુદ્ધતાની ખાતરી સાથે ઓફર કરાય છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4790 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 47900 રહેશે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

કેટલીકવાર મનમાં ફિઝિકલ ગોલ્ડ અને ડીઝીટલ ગોલ્ડ વચ્ચેના તફાવતને લઈ અસમસજ ઉભી થાય છે પણ ડિજિટલ ગોલ્ડન સ્કીમના 6 ફાયદાઓ ધ્યાન ખેંચી રહયા છે.

લિક્વિડિટી      ગોલ્ડ બોન્ડ ઇશ્યુ થયાના 15 દિવસમાં સ્ટોક એક્સચેંજ પર ગોલ્ડ લિક્વિડિટીને આધિન બને છે.

ગેરંટીડ રીટર્ન  ડીઝીટલ ગોલ્ડ બોન્ડની સૌથી અગત્યની બાબત એ છે કે સોનાના ભાવમાં થતો વધારાનો લાભ રોકાણકારને મળે છે. આ ઉપરાંત, તેઓ રોકાણની રકમ પર 2.5% ની ખાતરીપૂર્વકનું નિશ્ચિત વ્યાજ પણ મેળવે છે.

ટેક્સમાંથી બાદ મળે છે ડીઝીટલ ગોલ્ડ બોન્ડ પર લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ ત્રણ વર્ષ પછી લાગૂ કરવામાં આવે છે, જો પાકતી મુદત સુધી રોકાણ રાખવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં.

લોનની સુવિધા ડીઝીટલ ગોલ્ડ બોન્ડનો ઉપયોગ લોન માટે પણ થઈ શકે છે. આ બોન્ડ્સની મુદત 8 વર્ષ છે અને 5 વર્ષ પછી આકસ્મિક ઉપાડ – લોન પણ થઇ શકે છે.

GST અને મેકિંગ ચાર્જીસમાંથી મુક્તિ ડીઝીટલ ગોલ્ડ બોન્ડમાં ફીઝીકલ ગોલ્ડમાં લાગતા GST અને મેકિંગ ચાર્જીસ લાગુ પડતા નથી.

સોનું સાચવવાની ઝંઝટ નહી ડીઝીટલ ગોલ્ડ બોન્ડ સોનું બોન્ડ સ્વરૂપે મળે છે, જેથી ફીઝીકલ ગોલ્ડની જેમ સોનું સાચવવાની ઝંઝટ, ચિંતા અને જોખમમાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો :  આજે PM Kisan Samman Nidhi હેઠળ 9.75 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા જમા થશે , આ રીતે યાદીમાં તમારું નામ ચકાશો

આ પણ વાંચો :  Income Tax Refund :કરદાતાઓ માટે સારા સમાચાર, આવકવેરા વિભાગે 45,896 કરોડ રૂપિયા રિફંડ જારી કર્યું, આ રીતે જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">