AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે PM Kisan Samman Nidhi હેઠળ 9.75 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા જમા થશે , આ રીતે યાદીમાં તમારું નામ ચકાશો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી સરકારે ખેડૂતોને નાણાંના 8 હપ્તા આપ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં નાણાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે.

આજે PM Kisan Samman Nidhi હેઠળ 9.75 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા જમા થશે , આ રીતે યાદીમાં તમારું નામ ચકાશો
PM Kisan સન્માન નિધિ યોજના
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 7:25 AM
Share

પીએમ કિસાન (PM Kisan)ના 9 મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. 2000 રૂપિયા (9th Installment) ના હપ્તાનો ઇંતેજાર આજે સમાપ્ત થવાનો છે. આજે સરકાર ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરવા જઈ રહી છે.આજે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi scheme)ના રજિસ્ટર્ડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાનો 9 મો હપ્તો જમા કરશે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી સરકારે ખેડૂતોને નાણાંના 8 હપ્તા આપ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં નાણાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે.

લાભાર્થી યાદીમાં તમારું નામ આ રીતે તપાસો 1. પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે. 2. તેના હોમપેજ પર તમને farmers corner વિકલ્પ દેખાશે. 3. ફાર્મર્સ કોર્નર વિભાગમાં તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે. 4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે. 5. આગળ તમારે Get Reportપર ક્લિક કરવું પડશે. હવે લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

9માં હપ્તા ની રકમ ન મળે તો હેલ્પલાઈન પર ફરિયાદ કરો જો કિસાન સન્માન નિધિનો 9 મો હપ્તો બેંક ખાતામાં ન પહોંચે તો પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. આ માટે, કેન્દ્ર સરકારે 011-24300606 / 011-23381092 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. આ સિવાય સોમવારથી શુક્રવાર સુધી પીએમ-કિશન હેલ્પ ડેસ્ક પણ ઈ-મેલ pmkisan-ict@gov.in પર ફરિયાદ કરી શકે છે.

આ રીતે રજીસ્ટ્રેશન કરો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઘરે બેઠા નોંધણી કરાવી શકો છો. આ માટે, તમારી પાસે તમારા ખેતીના દસ્તાવેજ, આધારકાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો આવશ્યક છે. તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ, pmkisan.nic.in ની મુલાકાત લઈને નોંધણી કરાવી શકો છો.

આ પણ વાંચો :  Income Tax Refund :કરદાતાઓ માટે સારા સમાચાર, આવકવેરા વિભાગે 45,896 કરોડ રૂપિયા રિફંડ જારી કર્યું, આ રીતે જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ

આ પણ વાંચો : Income Tax: Increment થી પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? ફટાફટ કરો આ કામ નહીંતર ટેક્સ ભરવો પડી શકે છે, જાણો વિગતવાર

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">