Smart Solar : આ સ્માર્ટ સોલાર, ઇનસ્ટોલ કરશો તો નહીં આવે લાઇટ બિલ, જુઓ video
Smart Solar : ફૂલના આકારમાં સોલાર પેનલ વિશે તમે ક્યારેય સાંભળ્યું છે ? જી હા 12 પાંખડી સૌર પેનલ્સ, દેખાતા લાગેછે સુર્યમુખી જેવી, અને કામ પણ સનફ્લાવરની જેમ જ કરે છે, આવો તેના વિશે વધારે માહિતી મેળવીએ.
ફૂલના આકારમાં સોલાર પેનલ વિશે તમે ક્યારેય સાંભળ્યું છે ? જી હા 12 પાંખડી સૌર પેનલ્સ, દેખાતા લાગે છે સુર્યમુખી જેવી,અને કામ પણ સનફ્લાવરની જેમ જ કરે છે,આવો તેના વિશે વધારે માહિતી મેળવીએ.આ પેનલ વાસ્તવમાં સૂર્યમુખી દ્વારા પ્રેરિત હતું. તેને સ્માર્ટફ્લાવર કહેવામાં આવે છે – એક ઑસ્ટ્રિયન શોધ જેણે પ્રાણી સંગ્રહાલયથી લઈને સંગ્રહાલયોથી લઇને ઘર સુધી તમામ જગ્યાએ વપરાશમાં લઇ શકાય છે.
સ્માર્ટ સોલાર
સ્માર્ટફ્લાવર જમીનમાં ઇન્ટોલ કરવામાં આવે છે. આ સૌર ફૂલની પાંખડીમાં સોલાર પેનલ્સ ફિટ કરવામાં આવી હોય છે. તે એક ટાવર જેવું દેખાય છે જેની ટોચ પર એક ફુલ હોય એમ દેખાય , આ સ્માર્ટ સોલાર પેનલમાં 12 પાંખડી હોય છે. જે 90 પર વળી શકે છે અને ફરી શકે છે.મહત્વનું છે કે નોર્મલ સોલાર કરતા 40% ઊર્જા વધુ ઉત્પન્ન કરે છે.તેની એલિવેટેડ ડિઝાઇન પેનલ્સને કુદરતી રીતે ઠંડુ થવા દે છે, જેના કારણે તેની કાર્યક્ષમતા વધે છે.
સોલાર પેનલ સુર્યમુખીના ફુલની જેમ જ કામ કરે છે, જેમ સુર્યઉદય થાય છે જેમ તે સોલાર ફુલ તેની બધી પાંખડી જાતે જ ખોલી નાખે છે, અને સુર્યની દિશા તરફ જાતે જ વળે છે, જે એકદમ સુર્યમુખીના ફુલ જેવું જ દેખાય છે. તેની આવા પ્રકારની બનાવટને કારણે તે વધારે ઊર્જા ઉત્પન્ન કરી શકે છે.જગ્યા ઓછી રોકે છે અને ઊર્જા સારી બચાવે છે.
સરકાર આપી રહી છે સોલાર પેનલ પર સબસીડી
Solar Panel Price: કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ 1 થી 2 કિલોવોટની સોલાર પેનલ લગાવવા પર 30 હજારથી 60 હજાર રૂપિયાની સબસીડી, 2 થી 3 કિલોવોટની સોલાર પેનલ લગાવવા પર 60000 રૂપિયાની સબસીડી મળે છે. 78000 અને 3 કિલોવોટથી વધુ ઇન્સ્ટોલ કરવા માટે સબસિડી માત્ર રૂ. 78000 છે.