અમદાવાદમાં લોન્ચ થઈ Skoda Superb Sportline અને Skoda Superb L&K, જાણો ફીચર્સ અને કિંમત

વૈભવી કાર બનાવતી સ્કોડા કંપની (Skoda Auto)ની લોકપ્રિય સ્કોડા સુપર્બ (Skoda Superb)ના બે નવા મોડલ અમદાવાદમાં લોન્ચ થયા છે.

અમદાવાદમાં લોન્ચ થઈ Skoda Superb Sportline અને Skoda Superb L&K, જાણો ફીચર્સ અને કિંમત
Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Jan 21, 2021 | 7:32 PM

વૈભવી કાર બનાવતી સ્કોડા કંપની (Skoda Auto)ની લોકપ્રિય સ્કોડા સુપર્બ (Skoda Superb)ના બે નવા મોડલ અમદાવાદમાં લોન્ચ થયા છે. અમદાવાદ શહેરનાં સ્કોડા કારનાં ડીલર સ્ટેલર ઓટોહોઝે તેના એસ. જી. હાઈવે પર આવેલ લક્યુરિયસ શોરૂમ પર સુપર્બ રેન્જમાં નવી સુપર્બ સ્પોર્ટલાઈન (Superb Sportline) અને Superb L&K લોન્ચ કરી. આ બંને કારના લોન્ચિંગમાં મોટી સંખ્યામાં સ્કોડા કારના ચાહકો તથા કાર ખરીદવા માટે ઉત્સાહી ગ્રાહકો હાજર રહ્યા હતાં.

Skoda Superb Sportline and Skoda Superb L&K launched in Ahmedabad, find out features and price

સુપર્બ સ્પોર્ટલાઈન અને સુપર્બ L&Kના આકર્ષક ફીચર્સ

નવી લોન્ચ કરવામાં આવેલા સ્કોડાના બંને મોડલ સ્પોર્ટલાઈન અને સુપર્બ L&Kમાં ઍડાપટિવ LED હેડ લેમ્પ યુનિટ, સેન્ટ્રલ ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, સ્ટિયરિંગ વ્હીલ ડિઝાઈન , વર્ચ્યુઅલ કૉકપિટ , 360° સરાઉન્ડ એરિયા વ્યુ , પાર્ક ઍસિસ્ટ અને અન્ય લક્યુરિયસ ફીચર્સ આપવામાં આવ્યાં છે. સ્કોડા સુપર્બ તેની એલેગન્ટ ડિઝાઈન , લક્યુરિયસ અને સ્પેશિયસ ઈન્ટીરિયર અને વિશેષ ફીચર્સના કારણે લક્યુરિયસ કારના ચાહકોની ફેવરીટ કાર છે.

સુપર્બ સ્પોર્ટલાઈન અને સુપર્બ L&Kની કિંમત

નવી લોન્ચ કરવામાં આવેલા સ્કોડાના બંને મોડલ સ્પોર્ટલાઈન અને સુપર્બ L&Kની એક્સ શોરૂમ કિંમત અનુક્રમે રૂ.31.99 લાખ અને રૂ.34.99 લાખ રાખવામાં આવી છે. સ્કોડા ઓટોના રિજનલ સેલ્સ હેડ અમીત છાબરા તથા CEO અભિમન્યુ ત્રિપાઠીએ લોન્ચિંગ સમયે કહ્યું કે નવી સુપર્બના બંને મોડલ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને સમયસર ડિલીવરી મળી રહે તે માટે ગ્રાહકોએ જલ્દી બુકિંગ કરાવવું જોઈએ.

Skoda Superb Sportline and Skoda Superb L&K launched in Ahmedabad, find out features and price

અમદાવાદ શહેરનાં સ્કોડા કારના ડીલર સ્ટેલર ઓટોહોઝ તેની ઉત્તમ કસ્ટમર સર્વિસ માટે જાણીતું છે અને અમદાવાદની સાથે વડોદરા , સુરત , ભાવનગર, મહેસાણા અને ભરૂચમાં પણ સ્કોડા કારનો શોરૂમ ધરાવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati