વાયરલ થઈ રહ્યો છે 500 રૂપિયાની નોટ અંગેનો નકલી મેસેજ, જાણો કેવી રીતે ઓળખશો તમારી નોટ અસલી છે કે નકલી ? 

આજકાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 500 રૂપિયાની નોટ નકલી છે, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે નહીં પરંતુ ગાંધીજીની તસ્વીર પાસે છે.

વાયરલ થઈ રહ્યો છે 500 રૂપિયાની નોટ અંગેનો નકલી મેસેજ, જાણો કેવી રીતે ઓળખશો તમારી નોટ અસલી છે કે નકલી ? 
This message is completely fake
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:57 PM

મોટી કિંમતની નોટોને (Currency Note) લઈને સામાન્ય રીતે લોકોને એ ચિંતા રહે છે કે તે અસલી છે કે નહી. આ અંગે વોટ્સએપ પર મેસેજ પણ આવી રહ્યા છે કે આવી નોટ નકલી છે અને તેનાથી બચો. આજકાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 500 રૂપિયાની નોટ નકલી છે, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે નહીં પરંતુ ગાંધીજીની તસ્વીર પાસે હોય છે. જો તમને પણ આ મેસેજ વોટ્સએપ પર મળ્યો હોય અથવા તમે તેના વિશે કોઈ બીજા પાસેથી સાંભળ્યું હોય, તો અમે તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ફેક અને ખોટો છે. આના પર બિલકુલ પણ વિશ્વાસ કરશો નહી. PIB ફેક્ટ ચેકે માહિતી આપી છે કે આ મેસેજ નકલી છે.

શું કહેવામાં આવ્યું છે મેસેજમાં?

PIB ફેક્ટ ચેકે તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે એક સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ₹500ની નોટ નકલી છે, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે નહીં પરંતુ ગાંધીજીની તસવીરની નજીક હોય છે. તેણે કહ્યું કે આ દાવો ખોટો છે. તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ અનુસાર બંને પ્રકારની નોટો માન્ય છે.

https://twitter.com/PIBFactCheck/status/1497110449816748033

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તેથી, જો તમને પણ આ મેસેજ મળ્યો છે, તો તેના પર બિલકુલ વિશ્વાસ કરશો નહીં અને આ સાથે, આ મેસેજ અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરવાનું ટાળો. અન્ય લોકોને પણ તે નકલી હોવા વિશે જણાવો. આમ કરવાથી તમે આ નકલી માહિતીને ફેલાતા રોકી શકો છો.

આ રીતે તમે ઓળખી શકો છો અસલી નોટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ અનુસાર, 500 રૂપિયાની અસલ નોટને કેટલીક બાબતોથી ઓળખી શકાય છે. સેન્ટ્રલ બેંક અનુસાર, 500 રૂપિયાની નોટની સીધી તરફ 500 નંબર દેવનાગરીમાં લખાયેલો છે. આ સિવાય મધ્યમાં મહાત્મા ગાંધીની તસવીર પણ છે. આમાં ઈન્ડિયા અને ભારત માઈક્રો લેટરમાં પણ લખવામાં આવ્યું છે. તેમાં ભારત અને ઈન્ડિયાની નજીક રંગ બદલતો સુરક્ષા થ્રેડ પણ છે.

નોટને વાળવા  પર, આ સિક્યોરિટી થ્રેડનો રંગ લીલાથી વાદળી થઈ જશે, જેનાથી તમને ખબર પડશે કે નોટ અસલી છે. આ સિવાય નોટની આગળની બાજુએ ગેરંટી કલોઝ અને સહી પ્રોમિસ ક્લોઝ સાથે હાજર હોય છે. મહાત્મા ગાંધીની તસવીરની જમણી બાજુ RBIનું પ્રતીક પણ દેખાશે.

આ સાથે, નોટની પાછળની બાજુએ તે જે વર્ષમાં છપાઈ છે તે આપવામાં આવ્યું છે. પાછળની બાજુએ, સ્લોગન સાથે સ્વચ્છ ભારતનો લોગો પણ હાજર છે. ભાષા પેનલ પણ અહીં દેખાશે. આ સાથે લાલ કિલ્લાનું મોટિફ પણ હાજર છે. અહીં પણ દેવનાગરીમાં 500 અંક લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  MONEY9: ઘર આપવામાં વિલંબ કરતા બિલ્ડરથી પરેશાન ઘર ખરીદદારો માટે સુપ્રીમ કોર્ટનો RERAનો કોરડો

Latest News Updates

દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">