Indigo Paints IPO: IPOના શેર 28 જાન્યુઆરીએ મળશે, ફાળવણીની સ્થિતિ તપાસવાની બે રીત જાણો અહેવાલમાં

Indigo Paints Share Allotment: ઈન્ડિગો પેઇન્ટ્સ આઇપીઓમાં શેરની ફાળવણી 28 જાન્યુઆરીએ થવાની છે.

Indigo Paints IPO: IPOના શેર 28 જાન્યુઆરીએ મળશે, ફાળવણીની સ્થિતિ તપાસવાની બે રીત જાણો અહેવાલમાં
IPO - INDIGO PAINTS
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 26, 2021 | 9:15 AM

Indigo Paints Share Allotment: ઈન્ડિગો પેઇન્ટ્સ આઇપીઓમાં શેરની ફાળવણી 28 જાન્યુઆરીએ થવાની છે. જે બાદ 2 ફેબ્રુઆરીએ ઈન્ડિગો પેઇન્ટ્સ શેર બજારમાં લિસ્ટેડ થશે. આઈપીઓ અંગે રોકાણકારોમાં સારો ક્રેઝ રહ્યો છે અને તે 117 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. વિશ્લેષકો આઇપીઓની શેર બજારના પ્રીમિયમ પર લિસ્ટિંગ થવાની અપેક્ષા રાખી રહ્યા છે. જો તમે આઇપીઓમાં પણ રોકાણ કર્યું છે, તો તમારે તે તમને તેના શેર મળશે કે નહીં તે જાણવા ઉત્સુકતા હશે. BSEની વેબસાઇટ ઉપરાંત તમે રજિસ્ટ્રારની વેબસાઇટ પરથી આ બાબતે જાણકારી મેળવી શકો છો.

IPO અંગે જાહેર તારીખ માર્કેટ રેગ્યુલેટર SEBI દ્વારા પ્રાપ્ત આવેલી માહિતી મુજબ, કંપની 28 મી જાન્યુઆરીએ શેર ફાળવણીને અંતિમ સ્વરૂપ આપશે. આ આઈપીઓમાં જે શેર રોકાણકારોને ફાળવવામાં આવશે તેમના ડિમેટ ખાતામાં 1 ફેબ્રુઆરીના રોજ શેર જારી કરવામાં આવશે. તે જ સમયે, જેમને શેર મળશે નહીં, તેમના પૈસા 29 જાન્યુઆરીએ ખાતામાં પરત કરવામાં આવશે. શેર મળ્યા કે નહિ તેની સ્થિતિ તપાસવા નીચેના સ્ટેપ્સને અનુસરો.

વિકલ્પ 1: BSE વેબસાઇટ પહેલા તમારે બીએસઈની વેબસાઇટ પર જવું પડશે. ઇક્વિટી બોક્સની તપાસ કરવી પડશે. ડ્રોપડાઉનમાં ઇશ્યૂ નામ < Indigo Paints> દાખલ કરવું પડશે. તમારો એપ્લિકેશન નંબર લખવો પડશે. તમારે તમારા પાન નંબર વિશે માહિતી આપવાની રહેશે. છેલ્લે, તમારે સર્ચ બટન પર ક્લિક કરવું પડશે તે પછી સંપૂર્ણ માહિતી નજરે પડશે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

વિકલ્પ 2: રજિસ્ટ્રારની વેબસાઇટ Link Intime India રજિસ્ટ્રાર છે. આઈપીઓ માટે રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે. વેબસાઇટ https://www.linkintime.co.in/IPO/public-issues.html છે. નીચે આવતામાં કંપનીનું નામ <INDIGO PAINTS> લખો. પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો. કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">