Burger King નો શેર એક મહિમાં 14% ગગડ્યો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાંતોની સલાહ
બર્ગર કિંગ અમેરિકન ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઇનનું અમેરિકન એકમ છે. તે 14 ડિસેમ્બર, 2020 ના રોજ ભારતમાં લિસ્ટ થઇ હતી. કંપનીના ઈશ્યુ 60 રૂપિયામાં જારી કરવામાં આવ્યા હતા જ્યારે તે 115 રૂપિયામાં લિસ્ટ થયા હતા.
બર્ગર કિંગ(Burger King)નો શેર ગયા વર્ષે ડિસેમ્બરમાં લિસ્ટ થયો હતો . પ્રારંભે કંપનીએ રોકાણકારોને ખુબ સારું વળતર આપ્યું હતું. જોકે હવે બર્ગર કિંગના શેરની ગતિ ધીમી પડી રહી છે. આ વર્ષે અત્યાર સુધી બર્ગર કિંગના શેર 6 ટકાથી વધુ ગગડી ગયા છે. આ સામે સેન્સેક્સની વાત કરીએતો સેન્સેક્સ 16 ટકાથી વધુ વધ્યો છે. માત્ર ઓગસ્ટ 2021 ની વાત કરીએ તો બર્ગર કિંગના શેર 9 ટકાથી વધુ ઘટી ગયા છે.
શેરની સ્થિતિ બાબતે બ્રોકરેજ હાઉસ હજુ પણ આ બાબતે બુલિશ છે અને તેમને લાગે છે કે આગામી દિવસોમાં રિકવરી થશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર મોતીલાલ ઓસ્વાલે એક લેખમાં કહ્યું હતું કે કોરોનાવાયરસ સંક્રમણની બીજી લહેરમાં રેસ્ટોરન્ટ બંધ હોવા છતાં બર્ગર કિંગે નાણાકીય વર્ષ 2022 ના પ્રથમ ક્વાર્ટરમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ સમય દરમિયાન હોમ ડિલિવરીને કારણે કંપનીને ઘણો સપોર્ટ મળ્યો હતો.
જુલાઇ-ઓગસ્ટ 2021 માં પણ રિકવરીનું વલણ ચાલુ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ કંપનીઓએ બર્ગર કિંગના શેરમાં ખરીદી કરવાની સલાહ આપી છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ 210 રૂપિયા નક્કી કરી છે. બર્ગર કિંગના શેર 3.28 ટકા ઘટીને 20 ઓગસ્ટના રોજ રૂ 158 ની સપાટીએ બંધ થયા હતા.
વર્ષના આધાર પર બર્ગર કિંગની વેચાણ વૃદ્ધિ 289%રહી છે. જોકે, કંપનીની વેચાણ વૃદ્ધિ ત્રિમાસિક-દર-ક્વાર્ટરના ધોરણે ઘટી છે. આ સમય દરમિયાન બર્ગર કિંગે પાંચ સ્ટોર ખોલ્યા છે જ્યારે કોઈ પણ સ્ટોર બંધ કરવાનો વારો આવ્યો નથી. નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીના 270 સ્ટોર છે.
બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝે પણ બર્ગર કિંગના શેરને બાય રેટિંગ આપ્યું છે અને 200 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. ICICI સિક્યોરિટીઝનું કહેવું છે કે ટૂંકાથી મધ્યમ ગાળામાં બર્ગર કિંગની વૃદ્ધિને ટેકો આપવાના ઘણા કારણો છે. આમાં રેવેન્યુ રિકવરી, મોલ્સમાં સ્ટોર્સમાં વધારો અને કાફેની વધતી જતી વૃદ્ધિનો સમાવેશ થાય છે. જોકે, બ્રોકરેજ હાઉસે એમ પણ કહ્યું છે કે તેની સાથે કેટલાક પડકારો છે. ટાયર 2, ટાયર 3 અને ટાયર 4 શહેરોમાં સ્ટોર્સનું સંચાલન ન થવાને કારણે કંપનીના વેચાણ પર અસર પડી શકે છે.
બર્ગર કિંગ અમેરિકન ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઇનનું અમેરિકન એકમ છે. તે 14 ડિસેમ્બર, 2020 ના રોજ ભારતમાં લિસ્ટ થઇ હતી. કંપનીના ઈશ્યુ 60 રૂપિયામાં જારી કરવામાં આવ્યા હતા જ્યારે તે 115 રૂપિયામાં લિસ્ટ થયા હતા.
આ પણ વાંચો : LIC IPO : દેશના સૌથી મોટા IPO પછી વીમા ક્ષેત્રમાં આ મોટો ફેરફાર જોવા મળશે ? વિગતવાર જાણો અહેવાલમાં
આ પણ વાંચો : TATA GROUP ના આ શેર્સએ રોકાણકારોને કર્યા માલામાલ , 54% સુધી રિટર્ન આપનાર સ્ટોક્સ તરફ રાકેશ ઝુનઝુનવાલાનો પણ છે ઝુકાવ