Share Market : શું શેરબજાર આજે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરશે ?જાણો આજના કારોબારનો કેવો છે ટ્રેન્ડ

|

Sep 02, 2021 | 10:01 AM

સેન્સેક્સના 30 માંથી 20 શેરોમાં ખરીદી છે જ્યારે 10 શેરોમાં વેચવાલી છે. આજના વેપારમાં ડોક્ટર રેડ્ડીઝ અને ટાઇટનનો શેર 1%થી વધુના ફાયદા સાથે વેપાર કરી રહ્યો છે. એશિયન પેઇન્ટ્સનો સ્ટોક 1%નીચે છે. BSE પર 2,196 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે.

સમાચાર સાંભળો
Share Market : શું શેરબજાર આજે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરશે ?જાણો  આજના કારોબારનો કેવો છે ટ્રેન્ડ
Symbolic Image

Follow us on

આજે વિકલી એક્સપાયરીના દિવસે શેરબજાર(Share Market ) ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. આજના પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં સેન્સેક્સ(Sensex ) 57,423.65 ની સપાટીએ ખુલ્યું છે તો બીજી તરફ નિફ્ટી(Nifty )એ 17,095 ના લેવલે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 57,512.08 ને પાર પહોંચ્યો હતો જયારે આજના ટ્રેડિંગમાં નિફટી 17,132.30 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.આજે નફાવસૂલી ન રહે તો શેરબજાર નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરે તેમ લાગી રહ્યું છે.

સેન્સેક્સના 30 માંથી 20 શેરોમાં ખરીદી છે જ્યારે 10 શેરોમાં વેચવાલી છે. આજના વેપારમાં ડોક્ટર રેડ્ડીઝ અને ટાઇટનનો શેર 1%થી વધુના ફાયદા સાથે વેપાર કરી રહ્યો છે. એશિયન પેઇન્ટ્સનો સ્ટોક 1%નીચે છે. BSE પર 2,196 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે જેમાં 1,515 શેર વધારો દર્શાવી રહ્યા છે અને 599 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 250 લાખ કરોડને પાર છે. અગાઉ બુધવારે સેન્સેક્સ 214 અંક ઘટીને 57,338 અને નિફ્ટી 56 અંક ઘટીને 17,076 પર બંધ થયો હતો.યુએસ શેરબજારમાં મિશ્ર કારોબાર હતો. ડાઉ જોન્સ 0.14%ની નબળાઈ સાથે 35,312 પર બંધ થયો. નાસ્ડેક 0.33% વધીને 15,309 અને S&P 500 0.03% વધીને 4,524 પર બંધ થયો હતો. જો કે NASDAQ ટેક શેરોના સપોર્ટથી ALL TIME HIGH પર પહોંચ્યુ.

વૈશ્વિક બજારોમાં અમેરિકામાં S&P 500, Nasdaq રેકૉર્ડ સ્તર પર બંધ થયા. ટેક શેરોમાં ખરીદારીથી Nasdaq માં રેકૉર્ડ ક્લોઝિંગ જોવાને મળી. DOW કાલે 48 અંકની મામૂલી ઘટાડાની સાથે બંધ થયા છે. ઓગસ્ટ મૈન્યુફેક્ચરિંગ PMI અનુમાનથી સારી રહ્યા છે અને તે જુલાઈમાં 59.5 ના મુકાબલે ઓગસ્ટમાં 59.9 પર રહી છે. ઓગસ્ટમાં ખાનગી નોકરીનો ડેટા અપેક્ષા કરતા ઓછો રહ્યો છે. 6.13 લાખના અંદાજ સામે 3.74 લાખ નોકરીઓ ઉમેરવામાં આવી છે. અહીં 10 વર્ષના US બોન્ડ યીલ્ડ 1.30%છે. ડોલર પર દબાણ આવ્યું છે અને તે 3 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આજે એશિયાના મોટાભાગના બજારોમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 26.50 પોઈન્ટના વધારા સાથે 17,126.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. નિક્કેઈ 0.09 ટકાનો વધારો દર્શાવે છે જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.06 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. તે જ સમયે, તાઇવાનનું બજાર 0.04 ટકાના નજીવા વધારા સાથે 17,480.49 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.23 ટકાના વધારા સાથે 26,349.54 ના સ્તરે જોવા મળી રહી છે. તે જ સમયે, કોસ્પી 0.74 ટકા નીચે કામ કરી રહી છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.33 ટકા ઉપર છે.

 

આ પણ વાંચો : 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી મળી શકે છે ખુશખબર, દિવાળી સુધી DA 31% થઇ શકે છે

 

આ પણ વાંચો : BSE STAR MF એ ઓગસ્ટમાં રૂ 36,277 કરોડના 1.41 કરોડ ટ્રાન્ઝેક્શન સાથે રેકોર્ડ બનાવ્યો, 212 કરોડની નવી SIP પણ રજીસ્ટર્ડ થઈ

Next Article