7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી મળી શકે છે ખુશખબર, દિવાળી સુધી DA 31% થઇ શકે છે
કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધીને 31 ટકા થઈ શકે છે. એટલે કે કર્મચારીઓનો DA ત્રણ ટકા વધી શકે છે. જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થું (DA) હજી નક્કી કરવામાં આવ્યું નથી
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધીને 31 ટકા થઈ શકે છે. એટલે કે કર્મચારીઓનો DA ત્રણ ટકા વધી શકે છે. જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થું (DA) હજી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ જાન્યુઆરીથી મે 2021 માટે AICPI આંકડાથી ખબર પઢી છે તો તે 3 ટકા સુધી વધી શકે છે. આ વધારો દિવાળી સુધી મળી શકે છે.
3% DA વધારાની આશા 2021 ના જૂન મહિના માટેનો મોંઘવારી ભથ્થાનો હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ AICPI ના ડેટાથી જાન્યુઆરીથી મે 2021 દરમિયાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 3% મોંઘવારી ભથ્થું વધુ વધશે. JCM સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવનાર છે. જો કે, તે ક્યારે ચૂકવશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ 3 ટકાનો વધુ વધારો થયા પછી મોંઘવારી ભથ્થું 31 ટકા સુધી પહોંચશે. મતલબ કે પગાર ફરી એકવાર વધશે.
જાન્યુઆરી 2020 માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ જૂન 2020 માં તેમાં 3 ટકાનો વધારો થયો હતો. આ પછી, જાન્યુઆરી 2021 માં તેમાં 4 ટકાનો વધારો થયો. એટલે કે, આ ત્રણ પગલાં બાદ મોંઘવારી ભથ્થું 11% વધ્યું છે અને હવે તે 28% પર પહોંચી ગયું છે. હવે જૂનમાં 3 ટકાના વધારા પછી મોંઘવારી ભથ્થું 31 ટકા (17 + 4 + 3 + 4 + 3) સુધી પહોંચશે.
જાણો ગણતરી 7th Pay Commission ના મેટ્રિક્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના લેવલ -1 ની પગારની શ્રેણી રૂ18000 થી લઈ 56900 સુધી છે. આનો અર્થ કે મિનિમમ સેલરી 18000 રૂપિયા છે. સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કર્મચારીના પગારમાં કેટલો વધારો જોવા મળી શકે તેની ગણતરી જાણવી જરૂરી છે .
બેઝિક સેલરી પર ગણતરી 28% મોંઘવારી ભથ્થું અનુસાર, 18,000 રૂપિયાના બેઝિક પગાર પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું 60,480 રૂપિયા રહેશે. પરંતુ તફાવત વિશે વાત કરવામાં આવે તો, પગારમાં વાર્ષિક વધારો 23760 રૂપિયા થશે.
1. કર્મચારીનો બેઝિક સેલરી રૂ 18,000 2. નવું મોંઘવારી ભથ્થું (28%) રૂ 5040 / મહિનો 3. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થું (17%) રૂ 3060 / મહિનો 4. મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું 5040-3060 રૂ 1980 / મહિનો 5. વાર્ષિક પગારમાં વધારો 1980X12 રૂ 23760
જોકે, ફાઇનલ સેલરી કેટલી થશે તેની ગણતરી HRA સહિતના અન્ય ભથ્થાં ઉમેર્યા પછી જ આવશે. મોંઘવારી ભથ્થું વધ્યા પછી તમારો પગાર કેટલો વધશે તેના ખ્યાલ માટે આ સરળ ગણતરી છે. આ પછી જ્યારે જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું 3% વધશે તે પ્રમાણે પગાર વધશે. તો પછી આ આખી ગણતરી 31 ટકા થશે.
જાણો શું છે DA મોંઘવારી ભથ્થું કર્મચારીના બેસિક પગારનો એક નિશ્ચિત હિસ્સો છે. દેશમાં મેઘવારીની અસર ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. તે સમય-સમય પર વધારવામાં આવે છે. પેન્શનર્સને મોંઘવારી રાહત (DR)ના રૂપ પર આ લાભ મળે છે.
આ પણ વાંચો : Vedanta ના રોકાણકારો માટે ખુશખબર , કંપનીએ પ્રતિ શેર 18.5 રૂપિયાના ડિવિડન્ડની કરી જાહેરાત