Share Market : તેજી સાથે શરૂઆત બાદ લાલ નિશાન નીચે પહોંચ્યો કારોબાર, SENSEX 60000 નીચે સરક્યો

મુહૂર્ત ટ્રેડિંગના દિવસે શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ટ્રેડિંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 307 પોઈન્ટ ઉછળીને 60079 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 88 પોઈન્ટના વધારા સાથે 17917 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market : તેજી સાથે શરૂઆત બાદ લાલ નિશાન નીચે પહોંચ્યો કારોબાર, SENSEX 60000 નીચે સરક્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 9:39 AM

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજાર(Share Market)માં મજબૂત શરૂઆત થઇ છે. મિશ્ર વૈશ્વિક સંકેત છતાં બજાર સારી સ્થિતિમાં ખુલ્યું છે. આજે સેન્સેક્સ(Sensex) 60,385.76 ની સપાટી ઉપર ખુલ્યો હતો જે મુહૂર્ત ટ્રેન્ડિંગના સત્રના અંતે 60,067.62 ના સ્તર ઉપર બંધ થયો હતો. નિફટી(Nifty)ની વાત કરીએ તો ઇન્ડેક્સ છેલ્લા સત્રના બંધ સ્તર 17,916.80 સામે આજે 18,040.20 ની સપાટી ઉપર ખુલ્યો હતો જે સારી સ્થિતિમાં કારોબાર આગળ ધપાવ્યો હતો. બજાર ગણતરીના સમયમાં લાલ નિશાન નીચે સરક્યું હતું. સેન્સેક્સ 60000 નીચે પહોંચી ગયો હતો.

વૈશ્વિક સંકેત મિશ્ર ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે તો શુક્રવારે યુએસ માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી. શુક્રવારે ડાઉ જોન્સ 204 પોઈન્ટ મજબૂત થઈને 36,328 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક અને એસએન્ડપી 500 સૂચકાંકોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. કોવિડ-19ની દવાને લઈને ફાઈઝર તરફથી સારા સમાચાર આવ્યા છે. આ પછી માર્કેટમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ આવ્યું હતું. જો આજે એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી અને સ્ટ્રેટ ટાઈમ્સ તેજીમાં છે જ્યારે નિક્કી, કોસ્પી અને હેંગસેંગ નબળા દેખાઈ રહ્યા છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ આજે NSE પર F&O હેઠળ 2 શેરોમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જેમાં એસ્કોર્ટ્સ અને પંજાબ નેશનલ બેંકનો સમાવેશ થાય છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

FII અને DII ડેટા 4 નવેમ્બરના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાંથી 328 કરોડની ઉપાડ્યા હતા. બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ 38.25 કરોડનું રોકાણ કર્યું છે.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે આજે એટલે કે 8 નવેમ્બરે કેટલીક કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે તેમના પરિણામો રજૂ કરવા જઈ રહી છે. તેમાં બ્રિટાનિયા, અરબિંદો ફાર્મા, સોભા, બલરામપુર ચીની મિલ્સ, એલ્જી ઇક્વિપમેન્ટ્સ, જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રા, એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ, કેઆરબીએલ, પ્રિકોલ, આરએસડબલ્યુએમ, શંકરા બિલ્ડીંગ પ્રોડક્ટ્સ, શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જી, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક, વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર, વી માર્ટ અને વોકહાર્ટનો સમાવેશ થાય છે.

મુહૂર્ત ટ્રેડિંગમાં તેજી નોંધાઈ મુહૂર્ત ટ્રેડિંગના દિવસે શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ટ્રેડિંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 307 પોઈન્ટ ઉછળીને 60079 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 88 પોઈન્ટના વધારા સાથે 17917 ના સ્તર પર બંધ થયો હતો. કારોબારમાં બેંક અને ઓટો શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ 30ના 25 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. ટોપ ગેઇનર્સમાં M&M, ITC, BAJAJ-AUTO, LT, KOTAKBANK, SUNPHARMA, NESTLEIND, INDUSINDBK અને HDFCBANK નો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો : CBICની કરદાતાઓને રાહત : GST અધિકારીઓને શંકાના આધારે નહિ પરંતુ પૂરતા પુરાવાના મળે તો જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ રોકવા સૂચના અપાઈ

આ પણ વાંચો : Sensex ની Top – 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.18 લાખ કરોડનો વધારો થયો, આ સપ્તાહે કેવો રહેશે બજારનો મૂડ?

g clip-path="url(#clip0_868_265)">