Share Market : કારોબારની લાલ નિશાન નીચે શરૂઆત થઇ, SENSEX 58,112.20 સુધી સરક્યો

|

Sep 09, 2021 | 10:16 AM

BSE પર 2,416 શેરોનો વેપાર થઈ રહ્યો છે જેમાં 1,479 શેર વધી રહ્યા છે અને 838 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 254 લાખ કરોડ છે.

સમાચાર સાંભળો
Share Market : કારોબારની લાલ નિશાન નીચે શરૂઆત થઇ, SENSEX 58,112.20 સુધી સરક્યો
Stock Market

Follow us on

આજે સતત ત્રીજા દિવસે શેરબજાર(Share Market) ફ્લેટ ખુલ્યું છે. આજે સેન્સેક્સ(Sensex) 58,172 પોઇન્ટની સપાટીએ ખુલ્યો છે અને નિફ્ટી(Nifty)એ 17,312 પોઇન્ટ પર કારોબાર શરૂ કર્યો હતો. હાલ બન્ને મુખ્ય ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉના બે સત્રમાં પણ બજારમાં કારોબારના અંતે કોઈ ખાસ ઉતાર – ચઢાવ જોવા મળ્યો ન હતો.

આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેર વધારો દર્શાવી રહ્યા છે અને 18 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં કોટક બેંક અને ભારતી એરટેલના શેર લગભગ 1%ના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. આજે રિયલ્ટી અને ફાર્મા શેરો બજાર પર દબાણ બનાવી રહ્યા હોવાનું જણાય છે. NSE પર રિયલ્ટી ઈન્ડેક્સ લગભગ 1% અને ફાર્મા ઈન્ડેક્સ અડધા ટકાની નબળાઈ સાથે વેપાર કરી રહ્યો છે. આ સાથે ટાટા મોટર્સના શેર 1%ની વૃદ્ધિ સાથે નિફ્ટીમાં ટોપ ગેઇનર રહ્યા છે.

BSE પર 2,416 શેરોનો વેપાર થઈ રહ્યો છે જેમાં 1,479 શેર વધી રહ્યા છે અને 838 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 254 લાખ કરોડ છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 29 અંક ઘટીને 58,250 અને નિફ્ટી 8 અંક ઘટીને 17,353 પર બંધ થયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગ્લોબલ માર્કેટના સંકેત
ગ્લોબલ માર્કેટથી સંકેત નબળા જોવા મળી રહ્યા છે. એશિયાઈ બજારો પર શરૂઆતી દબાણ જોવાને મળી રહ્યુ છે. SGX NIFTY 0.4 ટકા નીચે કારોબાર કરી રહ્યા છે અને અમેરિકામાં DOW FUTURES 60 POINTS લપસ્યા છે. છેલ્લા સત્રમાં ડાઓ અને એસએન્ડપી 500 માં સતત ત્રીજા દિવસે ઘટાડો દેખાયો છે.

અમેરિકાના બજારોમાં સતત ત્રીજા દિવસે નબળાઈ જોવા મળી રહી છે. ફેડ બોન્ડ ખરીદી ઘટાડવામાં વિલંબ કરે તેવી ધારણા છે. બીજી બાજુ ટેકનોલોજી, કોમ્યુનિકેશન, ફાઇનાન્સ શેરો દબાણ હેઠળ રહે છે. અમેરિકામાં સ્મોલકેપ શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. બોન્ડ ઉપજ મિશ્ર છે. અને કાચા તેલમાં થોડો વધારો છે. યુએસ કન્ઝ્યુમર ક્રેડિટ ગ્રોથ અપેક્ષા કરતા ઓછો છે.

શું બજારની તેજી ઉપર બ્રેકે લાગશે ?
એવેન્ડસ કેપિટલ પબ્લિક માર્કેટ્સ ઓલ્ટરનેટ સ્ટડીઝ એલએલપીના સીઈઓ એન્ડ્રુઝ હોલેન્ડએ કહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં શેરબજારમાં 10 ટકા સુધીની નબળાઈ નોંધાઈ શકે છે. કરેક્શન સહિતના કારણોસર તેમણે આ અનુમાન દર્શાવ્યા છે.

 

આ પણ વાંચો :  Healthium Medtech IPO : ભંડોળ એકત્ર કરવા કંપની લાવી રહી છે રોકાણ માટેની તક , જાણો વિગતવાર

 

આ પણ વાંચો : LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો કેવી રીતે?

Next Article