AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો કેવી રીતે?

ગ્રાહકો એલપીજી રિફિલ ડિલિવરી મેળવવા માટે તેમના ક્ષેત્ર માટે જારી યાદીમાંથી કોઈપણ વિતરકની પસંદગી કરી શકે છે. આ સેવા માત્ર ગ્રાહકોને સરળતા નહીં પરંતુ વધુ સારી સેવાઓ પ્રદાન કરવા અને તેમની પાસેથી સારા રેટિંગ્સ મેળવવા માટે વિતરકોમાં હરીફાઈની ભાવનાનો વિકાસ કરશે.

LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો કેવી રીતે?
LPG Cylinder
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 8:28 AM
Share

એલપીજી સિલિન્ડર(lpg cylinder) ડિસ્ટ્રીબ્યુશનને લઈ સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ગ્રાહક હવે તેમની ઇચ્છા મુજબ ડિલિવરી ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે અને તેમની સુવિધા મુજબ કોઈપણ કંપનીનો ગેસ લઈ શકશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ટૂંક સમયમાં નવી સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. જેનું નામ ડિજિટલ એલપીજી પોર્ટેબિલિટી(digital lpg portability) છે. આમાં ગ્રાહકો એલપીજી સિલિન્ડર વિતરકની પસંદગી કરી શકે છે.

ડિજિટલ એલપીજી પોર્ટેબિલીટી હેઠળ ગ્રાહક મોબાઇલ એપ્લિકેશન / પોર્ટલ દ્વારા લોગ ઇન કરીને ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે. જો તમે ઇચ્છો તો તમે સિલિન્ડર રિફિલ બુક કરી શકો છો અથવા અન્ય સુવિધાઓનો લાભ લઈ શકો છો. તમે ડિસ્ટ્રીબ્યુટરનું રેટિંગ જોઈ શકો છો જેથી ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવામાં કોઈ તકલીફ ન પડે.

જો રેટિંગ ખરાબ હોય તો ગ્રાહકો બુકિંગ સમયે ડિસ્ટ્રીબ્યુટર બદલી શકશે એપ ઉપરાંત રાંધણ ગેસના ગ્રાહકો cx.indianoil.in પર ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ પર જઈને LPG સિલિન્ડર વિતરક પણ પસંદ કરી શકે છે. આ લિંક પર ક્લિક કર્યા બાદ ગ્રાહકો પોતાની પસંદગી મુજબ રિફિલ ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરી શકે છે. એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર, ગ્રાહકો તેમના ક્ષેત્રમાં વિતરકોની સંપૂર્ણયાદી તેમજ સેવા અંગે અન્ય ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા રેટિંગ્સને જાણશે. આવી સ્થિતિમાં, જો ડિસ્ટ્રીબ્યુટરનું રેટિંગ બગડે તો ગ્રાહક સરળતાથી અન્ય એલપીજી ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરી શકશે. IOC અનુસાર, ગ્રાહક બુકિંગ સમયે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી પણ કરી શકશે. અમે તમને જણાવી દઈએ કે જો તમારી પાસે અન્ય કોઈ કંપનીનું ગેસ કનેક્શન છે તો તમે કંપનીના વિતરક પાસેથી સિલિન્ડર તો જ મેળવશો જો તમે તેની એપ અથવા વેબસાઈટ દ્વારા બુક કરાવશો.

વિતરકોમાં હરીફાઈથી સેવાની ગુણવત્તા વધશે ગ્રાહકો એલપીજી રિફિલ ડિલિવરી મેળવવા માટે તેમના ક્ષેત્ર માટે જારી યાદીમાંથી કોઈપણ વિતરકની પસંદગી કરી શકે છે. આ સેવા માત્ર ગ્રાહકોને સરળતા નહીં પરંતુ વધુ સારી સેવાઓ પ્રદાન કરવા અને તેમની પાસેથી સારા રેટિંગ્સ મેળવવા માટે વિતરકોમાં હરીફાઈની ભાવનાનો વિકાસ કરશે.

ઓનલાઇન પેમેન્ટ થશે એલપીજી ગ્રાહકો UMANG એપ્લિકેશન અથવા ભારત બિલ પે સિસ્ટમ દ્વારા પણ એલપીજી રિફિલ બુક કરાવી શકે છે. ચુકવણી માટે ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ વિકલ્પ પણ મળશે. તમે એમેઝોન અથવા પેટીએમ વગેરે જેવા ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરી શકશો.

કેવી રીતે એલપીજી સિલિન્ડર બુક કરી શકાય 1. મોબાઈલ એપ અથવા IOC ના પોર્ટલની મુલાકાત લઈને લોગીન કરો. 2. આ પછી એલપીજી વિતરકોની સંપૂર્ણ યાદી અને રેટિંગ બતાવવામાં આવશે. 3. ઇચ્છિત વિતરકના નામ પર ક્લિક કરો. 4. માંગવામાં આવેલી વિગતો ભર્યા પછી સિલિન્ડર બુક કરવામાં આવશે. 5. તમે સરકારી એપ UMANG થી રિફિલ પણ બુક કરાવી શકો છો. 6. રિફિલ બુકિંગની ચુકવણી ભારત બિલ પે સિસ્ટમ એપથી કરી શકાય છે. 7. આ સિવાય એમેઝોન અને પેટીએમથી પણ પેમેન્ટ કરી શકાય છે.

આ પણ વાંચો : કર્મચારીઓ માટે સારા સમાચાર : કોરોનાના કારણે આર્થિક કટોકટીનો સામનો કરવા છતાં કંપનીઓ કર્મચારીઓને ખુશ રાખશે, 97% કંપની પગાર વધારો આપશે

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : શું હજુ પેટ્રોલ – ડીઝલની કિંમત નીચે આવશે ? જાણો આજે શું છે ઇંધણના ભાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">