Healthium Medtech IPO : ભંડોળ એકત્ર કરવા કંપની લાવી રહી છે રોકાણ માટેની તક , જાણો વિગતવાર

પ્રમોટર ક્વિનાગ એક્વિઝિશન (Promoter Quinag Acquisition -FDI) 3.9 કરોડ ઇક્વિટી શેરોને ઓફલોડ કરશે અને અન્ય શેરધારકો મહાદેવન નારાયણમોની ઓફર ફોર સેલ દ્વારા 1 લાખ ઇક્વિટી શેર વેચશે.

Healthium Medtech IPO : ભંડોળ એકત્ર કરવા કંપની લાવી રહી છે રોકાણ માટેની તક , જાણો વિગતવાર
IPO Investment Tips
Follow Us:
| Updated on: Sep 09, 2021 | 9:23 AM

મેડિકલ ડિવાઇસ ઉત્પાદક ગોબલ મેડટેક કંપની હેલ્થિયમ મેડટેકે(Healthium Medtech) પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે બજાર નિયામક સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) દાખલ કર્યા છે. હેલ્થિયમ મેડટેક સર્જિકલ, પોસ્ટ સર્જીકલ અને ક્રોનિક કેર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. IPO માં 390 કરોડ રૂપિયાના નવા શેર્સ જારી કરવામાં આવશે. આ સાથે 3.91 કરોડ શેર માટે ઓફર ફોર સેલ (OFS) પણ રહશે.

પ્રમોટર ક્વિનાગ એક્વિઝિશન (Promoter Quinag Acquisition -FDI) 3.9 કરોડ ઇક્વિટી શેરોને ઓફલોડ કરશે અને અન્ય શેરધારકો મહાદેવન નારાયણમોની ઓફર ફોર સેલ દ્વારા 1 લાખ ઇક્વિટી શેર વેચશે.

IPO માંથી એકત્ર કરેલા નાણાંનો ઉપયોગ ક્યાં થશે ? IPO માંથી ઉભા થયેલા નાણાંનો ઉપયોગ લોન ચૂકવવા અને તેના કેટલાક એકમોમાં રોકાણ કરવા માટે કરશે. કંપની 50.09 કરોડનું દેવું ચૂકવવા માટે ફંડનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, સિરોનિક્સ મેડિકલ ટેક્નોલોજીસ બીવી (Sironix Medical Technologies BV), Clinisupplies and Quality Needles તેની સહાયક કંપનીઓમાં 179.45 રૂપિયાનું રોકાણ કરશે જ્યારે 58 કરોડ રૂપિયા એક્વિઝિશન અને અન્ય વ્યૂહાત્મક પગલાં સાથે અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હાલમાં, એપેક્સ પાર્ટનર્સ(Apax Partners) ફંડ દ્વારા સમર્થિત કંપની પ્રમોટર ક્વિનાગ એક્વિઝિશન (Promoter Quinag Acquisition -FDI) કંપનીમાં 99.79 ટકા હિસ્સો ધરાવે છે.

ક્વિનાગ એક્વિઝિશન(Quinag Acquisition)એ જૂન 2018 માં હેલ્થિયમ મેડટેક(Healthium Medtech) હસ્તગત કરી છે. તેણે ટીપીજી ગ્રોથ(TPG Growth), એએજેવી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટAAJV Investment Trust), મેનુ અને સ્થાપક સભ્યો સહિતના શેરધારકોના વેચાણમાંથી હેલ્થિયમ મેડટેક હસ્તગત કરી.

નફો વધ્યો નાણાકીય વર્ષ 2020-21માં હેલ્થિયમ મેડટેકનો નફો બમણાથી પણ વધુ 85.43 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019-20 માં નફો 36.76 કરોડ રૂપિયા હતો અને નાણાકીય વર્ષ 2018-19 માં નફો 13.79 કરોડ રૂપિયા હતો. છેલ્લા નાણાકીય વર્ષમાં આવક વધીને લગભગ 714 કરોડ રૂપિયા થઈ હતી. કંપની પર 242.77 કરોડનું દેવું છે. અગાઉના નાણાકીય વર્ષમાં તે 14.95 ટકાથી વધીને 21.58 ટકા થયો હતો.

ભારતમાં સર્જિકલ ઉપભોક્તા અને આર્થ્રોસ્કોપી પ્રોડક્ટ્સ માર્કેટ 2021 માં 455.84 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે અને 2021 અને 2025 ની વચ્ચે 9.60 ટકાના CAGR પર વૃદ્ધિ થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન સર્જીકલ વોલ્યુમ 9.83 ટકાના દરે વધી રહ્યો છે.

આ છે મેનેજર્સ ICICI સિક્યોરિટીઝ, CLSA ઇન્ડિયા, ક્રેડિટ સુઇસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા), અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) ને આ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો કેવી રીતે?

આ પણ વાંચો : કર્મચારીઓ માટે સારા સમાચાર : કોરોનાના કારણે આર્થિક કટોકટીનો સામનો કરવા છતાં કંપનીઓ કર્મચારીઓને ખુશ રાખશે, 97% કંપની પગાર વધારો આપશે

g clip-path="url(#clip0_868_265)">