AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : શું શેરબજાર આજે નવા રેકોર્ડ બનાવશે કે બતાવશે નરમાશ ? જાણો આજના કારોબાર અંગેના અનુમાન

પ્રોફિટ બુકિંગના કારણે બુધવારે સેન્સેક્સ 214 પોઇન્ટ અને નિફ્ટી 56 પોઇન્ટ ઘટ્યો હતો. બુધવારે સેન્સેક્સે 57918 અને નિફ્ટી 17225 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી હતી જે એક નવો રેકોર્ડ છે. આજે બજાર વિશે શું અનુમાન છે તે જાણીએ

Share Market Today : શું શેરબજાર આજે નવા રેકોર્ડ બનાવશે કે બતાવશે નરમાશ ? જાણો આજના કારોબાર અંગેના અનુમાન
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 8:14 AM
Share

Share Market Today: આ સપ્તાહે સતત બે દિવસની બમ્પર તેજી બાદ બુધવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. પ્રોફિટ બુકિંગના કારણે બુધવારે સેન્સેક્સ 214 પોઇન્ટ અને નિફ્ટી 56 પોઇન્ટ ઘટ્યો હતો. બુધવારે સેન્સેક્સે 57918 અને નિફ્ટી 17225 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી હતી જે એક નવો રેકોર્ડ છે. આજે બજાર વિશે શું અનુમાન છે તે જાણીએ

બુધવારે રાત્રે 9 વાગ્યે યુએસ માર્કેટમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. ડાઉન જોન્સ 0.15 ટકા અને નાસ્ડેકમાં 0.68 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો હતો. જીડીપીના આંકડા મજબૂત આવ્યા છે જેના કારણે સેન્ટિમેન્ટ મજબૂત છે. ઓગસ્ટમાં ઓટો સેક્ટર માટે સારા સમાચાર આવ્યા છે. આ સિવાય જીએસટી કલેક્શન પણ 1 લાખ કરોડને પાર કરી ગયું છે પરંતુ જુલાઈની સરખામણીમાં તે ઓછું છે.

Tata Motors ટાટા મોટર્સે(Tata Motors) બુધવારે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં તેનું કુલ ઘરેલું વેચાણ ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં 53 ટકા વધીને 54,190 યુનિટ થયું છે. કંપનીએ ઓગસ્ટ 2020 માં 35,420 યુનિટ વાહનો વેચ્યા હતા. પરિણામ પછી, કંપનીના શેરમાં બુધવારે 2.56 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય બજાજ ઓટોનું વેચાણ પણ વધ્યું છે.

ઓટો સેક્ટરનો હિસ્સો ઓટો સેક્ટર શેર્સ(Auto Sector Shares)ની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં આઠ કાર ઉત્પાદકોએ વેચાણમાં 9.6 ટકાની વૃદ્ધિ નોંધાવી છે પરંતુ ચિપની અછત હજુ પણ સમસ્યા છે. આવી સ્થિતિમાં તમારે આજે ઓટો સ્ટોક પર નજર રાખવી પડશે.

Vedanta Limited વેદાંત લિમિટેડે(Vedanta Limited) 18.50 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે આ વચગાળાનું ડિવિડન્ડ છે. આ ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 9 સપ્ટેમ્બર 2021 છે. બુધવારે વેદાંતાનો સ્ટોક 1.57 ટકા ઘટીને 298 રૂપિયા પર બંધ થયો. આ સપ્તાહે શેરમાં 2.76 ટકાનો વધારો નોંધાયો છે. આ સ્ટોકે છેલ્લા ત્રણ મહિનામાં 11 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 85 ટકા અને છેલ્લા એક વર્ષમાં 125 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે.

આ પણ વાંચો : RBI એ દેશની આ અગ્રણી ખાનગી બેન્ક સામે દંડાત્મક કાર્યવાહી કરી ! શું ગ્રાહકો ઉપર પડશે કોઈ અસર ? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : IPO : આ ગુજરાતી કંપની સહીત બે IPO લાવ્યા છે કમાણી માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">