Share Market Today : શેરબજારની લીલા નિશાન ઉપર શરૂઆત થઇ, Sensex 62783 સુધી ઉછળ્યો
Share Market Today : ભારતીય શેરબજારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે. મજબૂત વૈશ્વિક સંકેત સાથે કારોબારની શરૂઆત સારી થઇ હતી. આજે સેન્સેક્સ(Sensex Today) 62,659.98 ઉપર ખુલ્યો હતો.આ સમયે ઇન્ડેસ 34.35 પોઇન્ટ અથવા 0.055%ની નજીવી તેજી દર્શાવી રહ્યો હતો

Share Market Today : ભારતીય શેરબજારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે. મજબૂત વૈશ્વિક સંકેત સાથે કારોબારની શરૂઆત સારી થઇ હતી. આજે સેન્સેક્સ(Sensex Today) 62,659.98 ઉપર ખુલ્યો હતો.આ સમયે ઇન્ડેસ 34.35 પોઇન્ટ અથવા
શેરબજારની સ્થિતિ ( 12-06-2023 , 09:16am ) | ||
SENSEX | 62,753.84 | +128.21 (0.20%) |
NIFTY | 18,605.55 | +42.15 (0.23%) |
ભારતીય શેરબજારે ચીન અને અમેરિકા કરતા સારું રિટર્ન આપ્યું
છેલ્લા 123 વર્ષમાં ભારતીય શેરબજારે (Share Market)કુલ 6.6 ટકા રિટર્ન આપ્યું છે. આ રિટર્ન અમેરિકા અને ચીનના બજારોના વળતર કરતાં વધુ છે. આ વિશ્વના ઘણા દેશોના શેરબજાર કરતા વધુ છે. ડીએસપી એસેટ મેનેજર્સના જૂન 2023ના અહેવાલ ‘Early Signals Through Charts’ માં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વૈશ્વિક સંકેત સારા મળ્યા હતા
SGX NIFTY લીલા નિશાનમાં ખુલ્યું છે. શરૂઆતના કારોબારમાં ઇન્ડેક્સ 18800ની સપાટીને પાર કરી ગયો હતો.એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અડધા ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે કોરિયાનો કોસ્પી મામૂલી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ અમેરિકન વાયદા બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. સપ્તાહના છેલ્લા અને સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.
આજે બે IPO ખુલ્યા
આજે આ બે કંપનીઓના આઈપીઓ ખુલી રહ્યા છે. સેબીએ આ કંપનીઓને IPO લાવવાની મંજૂરી આપી દીધી છે. આ કંપનીઓ અર્બન એન્વિરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ(Urban Enviro Waste Management Limited IPO) અને બિઝોટિક કોમર્શિયલ લિમિટેડ(Bizotic Commercial Limited IPO) છે.
IKIO લાઇટિંગનો IPO 16 જૂને લિસ્ટ થવાની ધારણા છે. શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર થશે. રોકાણકારોને શેરની ફાળવણી 13 જૂને થશે. આ IPOના રજિસ્ટ્રાર કેફીન ટેક છે.
આ પણ વાંચો : Junagadh : Cyclone Biparjoy ની અસરના કારણે ગિરનારમાં રોપવે બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે શરૂ કરાશે,જૂઓ Video