Share Market : સતત ચોથા સત્રમાં તેજીના પગલે શેરબજારે નવી વિક્રમી સપાટી દર્જ કરી , TCS સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

|

Aug 17, 2021 | 5:20 PM

સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરો લીલા અને 12 શેરો લાલ નિશાન નીચે બંધ થયા છે. ટેક મહિન્દ્રા, ટીસીએસ, નેસ્લે ઇન્ડિયા, ઇન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનિલિવર આજના ટોપ ગેઇનર્સ રહ્યાછે.

સમાચાર સાંભળો
Share Market : સતત ચોથા સત્રમાં તેજીના પગલે શેરબજારે નવી વિક્રમી સપાટી દર્જ કરી , TCS સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો
Stock Market

Follow us on

આજે સતત બીજા દિવસે અને છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં બજાર તેજી બંધ રહ્યું છે. છેલ્લા ટ્રેડિંગ કલાકમાં આઇટી અને એફએમસીજી શેરોમાં ઉછાળાને કારણે બજારમાં ઉછાળો દેખાયો હતો. 30 શેરોનો ઈન્ડેક્સ સેન્સેક્સ 209 પોઈન્ટ વધીને 55792 અને નિફ્ટી 52 પોઈન્ટ વધીને 16615 ની વિક્રમી સપાટીએ બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 16628 અને સેન્સેક્સ 55854 ના નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરો લીલા અને 12 શેરો લાલ નિશાન નીચે બંધ થયા છે. ટેક મહિન્દ્રા, ટીસીએસ, નેસ્લે ઇન્ડિયા, ઇન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનિલિવર આજના ટોપ ગેઇનર્સ રહ્યાછે. ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી, ભારતી એરટેલ, એલએન્ડટી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આજના ટોપ લુઝર્સ છે. BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ આજે વધીને 240.86 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. નિફ્ટી આઇટી 2.57 ટકા, એફએમસીજી 1.42 ટકા અને હેલ્થકેર ઇન્ડેક્સ 1.72 ટકા વધ્યા છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી છે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.71 ટકા મજબૂતીની સાથે 23,061.77 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.30 ટકાની વધારની સાથે 26,284.83 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.63 ટકાના ઘટાડાની સાથે 35,867.45 ના સ્તર પર બંધ થયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે એફએમસીજી, ફાર્મા અને આઈટીમાં વધારો દર્જ કરવામાં આવ્યો છે.

કરો એક નજર આજના GAINER ANE LOSER STOCKS ઉપર

લાર્જકેપ
વધારો : ટાટા કંઝ્યુમર, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચયુએલ, નેસ્લે ઈન્ડિયા અને ટાઈટન
ઘટાડો : જેએસડબ્લ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયા અને યુપીએલ

મિડકેપ
વધારો : અપોલો હોસ્પિટલ, ક્રિશિલ, અદાણી ટ્રાન્સફર, એલએન્ડટી ઈન્ફોટેક અને જુબિલન્ટ ફુડ્ઝ
ઘટાડો : અદાણી પાવર, ફ્યુચર રિટેલ, સેલ, જિંદાલ સ્ટીલ અને ન્યુ ઈન્ડિયા એસ્યોર

સ્મૉલકેપ
વધારો : એફઆઈઈએમ ઈન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રોન પેપર, કોન્ફિડેન્સ પેટ્રો, વીએસટી ટિલર્સ અને એસ્ટર ડીએમ હેલ્થ
ઘટાડો : સેન્ટ્રમ કેપિટલ, ગુફિક બાયો, ઈન્ડોસ્ટાર કેપિટલ, પેન્નાર ઈન્ડસ્ટ્રીઝ અને ટિટાગઢ વેગન્સ

 

દેશની સૌથી મોટી IT કંપની TCS એ રચ્યો ઇતિહાસ, માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી
દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ આજે ઇતિહાસ રચ્યો છે. TCS ના શેર આજના કારોબારમાં નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. TCS નું માર્કેટ કેપ પ્રથમ વખત 13 લાખ કરોડ રૂપિયાને કરી ગયું છે.

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી કંપની TCS નો શેર સેન્સેક્સ પર 2.16% ટકા વધીને 55,792.27 ની સપાટીએ બંધ થયો છે.આજના કારોબારમાં શેર ૭૫ રૂપિયા વધ્યો છે.TCS નો શેર રૂ.3,560.80ની સર્વાધિક ઉપલી સપાટીએ પહોંચી ગયો છે. BSE પર સ્ટોક 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચતાની સાથે માર્કેટ કેપ વધીને 13.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

 

આ પણ વાંચો : PM MODI ના Hydrogen Missionના ક્ષેત્રમાં અદાણી અને અંબાણી કારોબારમાં આમને – સામને જોવા મળશે, સરકારી કંપનીઓ પણ રેસમાં ઉતરી

 

આ પણ વાંચો :   દેશની સૌથી મોટી IT કંપની TCS એ રચ્યો ઇતિહાસ, માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી

Next Article