Share Market : શેરબજારમાં પ્રારંભિક તેજી દેખાઈ, Sensex 61621 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બુધવારે શેરબજારમાં 1,843 કરોડ રૂપિયા વેચ્યા હતા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ મંગળવારે બજારમાંથી આશરે 1681 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા.

Share Market : શેરબજારમાં પ્રારંભિક તેજી દેખાઈ,  Sensex 61621 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 9:34 AM

ગઈકાલના ઘટાડા બાદ આજે શેરબજારે તેજી સાથે કારોબારની શરૂઆત કરી છે. સેન્સેક્સ 61,557.94 ની સપાટીએ ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર 61,259.96 હતું. પ્રારંભિક કારોબાર દરમ્યાન ઇન્ડેક્સ 61,621.20 સુધી ઉપલી સપાટીએ દેખાયો હતો જેનું નીચલું સ્તર 61,353.02 નોંધાયું હતું. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ આજે 18,382.70 ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર 18,266.60 હતું. નિફટી આજે ઉપલી સપાટીએ 18,384.20 સુધી ઉછળ્યો હતો જે નીચલી સપાટીએ 18,289.70 સુધી ગગડ્યો પણ હતો.

આ અગાઉના સત્રમાં બુધવારે બજારમાં જબરદસ્ત વેચાણ જોવા મળ્યું હતું. ઉપલા સ્તરથી સેન્સેક્સ 620 અને નિફ્ટી 192 પોઇન્ટ તૂટી ગયા હતા. સતત બીજા દિવસે બજાર લાલ નિશાન પર બંધ રહ્યું. સેન્સેક્સ 456 પોઇન્ટ અથવા 0.74%ઘટીને 61,260 અને નિફ્ટી 152 પોઇન્ટ અથવા 0.83%ઘટીને 18,266 પર બંધ થયો. બુધવારે સેન્સેક્સ 61,800 અને નિફ્ટી 18,439 પોઈન્ટ પર ખુલ્યો હતો.

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર છે. Dow futuresમાં નબળાઈ જોવા મળી રહી છે. અગાઉ બુધવારે અમેરિકાના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. Dow Jones152 અંક વધીને 35,609 પર બંધ થયો હતો. નાસ્ડેકમાં નબળાઈ દેખાઈ તો S&P 500 ઈન્ડેક્સ મજબૂત સ્થિતિમાં બંધ થયો હતો. વધુ સારી કમાણીની મોસમને કારણે રોકાણકારો ખરીદી કરી રહ્યા છે. પરિણામો બાદ બજારને પણ ટેકો મળી રહ્યો છે. જો કે સપ્લાય ચેઇન, મોંઘવારી અને ક્રૂડના ભાવ અંગે ચિંતાજનક સ્થિતિ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

એશિયન બજારોમાં આજના કારોબારમાં પણ મિશ્ર વલણ છે. SGX નિફ્ટીમાં તેજી છે જ્યારે નિક્કી ઘટાડો છે. હેંગસેંગમાં પણ નબળાઈ જોવા મળે છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ લીલા નિશાન નીચે છે, હેંગસેંગ પણ નબળાઇ દર્શાવે છે. તાઈવા વેઈટેડ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝિટમાં ખરીદી દેખાઈ છે. યુરોપિયન બજારોની વાત કરીએ તો FTSE, CAC અને DAX ત્રણ ઈન્ડેક્સ મજબૂત બંધ થયા છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ 10 શેરો આજે એનએસઈ પર એફ એન્ડ ઓ હેઠળ વેપાર કરશે નહીં. તેમાં IRCTC, NALCO, PNB, SAIL, અમરા રાજા બેટરીઝ, એસ્કોર્ટ્સ, વોડાફોન આઈડિયા, L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ, ટાટા પાવર અને સન ટીવી નેટવર્કનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બુધવારે શેરબજારમાં 1,843 કરોડ રૂપિયા વેચ્યા હતા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ મંગળવારે બજારમાંથી આશરે 1681 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા.

આજે આ કંપનીઓના પરિણામ આજે, 21 ઓક્ટોબરે, કેટલીક કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરશે. જેમાં એશિયન પેઇન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, બાયોકોન, એગ્રો ટેક ફૂડ્સ, કેન ફિન હોમ્સ, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, બેંક ઓફ મહારાષ્ટ્ર, ટ્રાઈડન્ટ અને ટીવીએસ મોટર કંપનીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  Gita Gopinath એ IMF ને અલવિદા કહ્યું, જાણો ભારતીય મહિલાની IMF ની ચીફ ઇકોનોમિસ્ટ સુધીની સફર વિશે વિગતવાર

આ પણ વાંચો : 100 નહિ પણ 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઇંધણ મળશે! જાણો શું છે સરકારનો એક્શન પ્લાન

g clip-path="url(#clip0_868_265)">