100 નહિ પણ 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઇંધણ મળશે! જાણો શું છે સરકારનો એક્શન પ્લાન
ગડકરીએ દાવો કર્યો હતો કે તમામ વાહન ઉત્પાદકો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન બનાવવું ફરજિયાત બન્યા બાદ વાહનોની કિંમત વધશે નહીં. મંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં ભારત ગ્રીન હાઇડ્રોજનની નિકાસ કરી શકશે.
પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય માણસનું બજેટ બગડી રહ્યું છે. ઓટો ફ્યુલની કિંમતો રેકોર્ડ ગતિએ વધી રહી છે. દેશમાં પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલનો દર 100 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કરી ગયો છે. તેથી હવે સરકાર કોઈ પણ રીતે પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર આગામી છથી આઠ મહિનામાં યુરો-6 ઉત્સર્જન ધોરણો હેઠળ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન કરવા માટે તમામ વાહન ઉત્પાદકોને કહેશે.
ફ્લેક્સ-ઇંધણ અથવા લચીલું બળતણ એ વૈકલ્પિક બળતણ છે જે ગેસોલિન અને મિથેનોલ અથવા ઇથેનોલના સંયોજનથી બનાવવામાં આવે છે. એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ઓટો ઉદ્યોગ આગામી 15 વર્ષમાં 15 લાખ કરોડ રૂપિયાનો થશે.
વાહનોની કિંમત વધશે નહીં ગડકરીએ કહ્યું, “અમે યુરો-6 ઉત્સર્જન ધોરણો હેઠળ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનના ઉત્પાદનને મંજૂરી આપવા માટે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ હવે મને લાગે છે કે અમે તમામ વાહન ઉત્પાદકો પાસેથી આગામી 6 થી 8 મહિનામાં યુરો-6 ઉત્સર્જન ધોરણો હેઠળ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન (જે એકથી વધુ ઇંધણ પર ચાલી શકે છે) બનાવવાનું કહીશું. ”
ગડકરીએ દાવો કર્યો હતો કે તમામ વાહન ઉત્પાદકો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન બનાવવું ફરજિયાત બન્યા બાદ વાહનોની કિંમત વધશે નહીં. મંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં ભારત ગ્રીન હાઇડ્રોજનની નિકાસ કરી શકશે.
ફ્લેક્સ એન્જિન કેવી રીતે કામ કરે છે? ફ્લેક્સ એન્જિન એક પ્રકારનું ફ્યુઅલ મિક્સ સેન્સર એટલે કે ફ્યુઅલ બ્લેન્ડર સેન્સરનો ઉપયોગ કરે છે. તે મિશ્રણમાં બળતણની માત્રા અનુસાર પોતાને સમાયોજિત કરે છે. જ્યારે તમે ડ્રાઇવિંગ શરૂ કરો છો, ત્યારે આ સેન્સર ઇથેનોલ, મિથેનોલ અને ગેસોલિનનો ગુણોત્તર અથવા બળતણની આલ્કોહોલની સાંદ્રતા સમજે છે. તે પછી ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલને સિગ્નલ મોકલે છે અને આ કંટ્રોલ મોડ્યુલ પછી વિવિધ ઇંધણની ડિલિવરીને નિયંત્રિત કરે છે.
આ એન્જિન વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવે છે ફ્લેક્સ એન્જિન વાહનો બાય ફ્યુલ એન્જિન વાહનોથી ખૂબ જ અલગ છે. બાય-ફ્યુઅલ એન્જિનમાં અલગ ટાંકીઓ છે જ્યારે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનમાં તમે એક ટાંકીમાં વિવિધ પ્રકારના બળતણ મૂકી શકો છો. આવા એન્જિન ખાસ રચાયેલ છે. નીતિન ગડકરી વાહનોમાં આવા એન્જિન લગાવવાની વાત કરી રહ્યા છે.
ઇથેનોલની કિંમત રૂ 60-62 પ્રતિ લિટર આ એન્જિનવાળા વાહનોને ડિઝાઇન કરવા માટે પેટ્રોલ-ડીઝલની જરૂર નહીં પડે. કેન્દ્રીય મંત્રીએ આ પહેલા પણ ઘણી વખત આ વાતનું પુનરાવર્તન કર્યું છે. તેમણે અગાઉ કહ્યું હતું કે ઇથેનોલની કિંમત 60-62 રૂપિયા પ્રતિ લીટર હશે, જે ફ્લેક્સ એન્જિન વાહનો પર ચાલશે. આ રીતે ડીઝલની સરખામણીમાં લોકો 30 થી 40 રૂપિયા પ્રતિ લીટરની બચત કરી શકશે.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ – ડીઝલના ભાવમાં ભડકો! જાણો તમારા શહેરમાં શું છે આજે 1 લીટર ઈંધણની કિંમત
આ પણ વાંચો : Upcoming IPO : 19 હજાર કરોડ એકત્રિત કરવા 6 કંપનીઓએ IPO માટે પરવાનગી મેળવી, જાણો વિગતવાર